ફેમિલી હોય કે ફ્રેન્ડ્સ..ચોમાસામાં આ 4 જગ્યાઓ ફરવા માટે છે એકદમ મસ્ત, જ્યાં મળશે મનને શાંતિ

જ્યારે વાત ફરવાની થાય છે ત્યારે આ લિસ્ટમાં તમામ લોકો તૈયાર થઈ જાય છે. ફરવું, પોતાના કામમાંથી રજા લઈ ને શાંતિનો સમય વિતાવવો, નવી નવી જગ્યાઓ વિશે માહિતી મેળવવી, નવી નવી જગ્યાઓ પર જઈને ફોટો પાડવા અને સ્વાદિષ્ટ ભોજન કરવું દરેક લોકોને પસંદ હોય છે.

કોઈ પોતાના મિત્રો સાથે તો કોઈ તેના પાર્ટનર સાથે ફરવાનો પ્લાન કરતા હોય છે. જો કે કોરોના વાયરસ ના પગલે છેલ્લા ઘણા સમય થી યાત્રા સ્થળ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે જેમ ધીરે ધીરે કોરો ના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.

image source

તેમ ધીરે ધીરે અનલોક ની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જેના પગલે હવે તમે પણ આ કોરોનાથી કંટાળી ગયા હોવ તો ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. આ ચોમાસાનું ઋતુમાં અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવીશું કે જ્યાં તમને અનેરી ખુશી અને શાંતિ મળશે. તો તમે પણ ત્યાં ફરવા જઈ શકો છો.

શીલ્લોંગ :

image source

મેઘાલયમાં આવેલું આ શીલ્લોંગ લોકો ને એક અલગ જ પ્રકાર ની અનુભૂતી કરાવે છે. ચોમાસાના સમયમાં શીલ્લોંગ જવાની એક અલગ મજા છે. જ્યાં તમને વાદળ છાયું વાતાવરણ અને કુદરત ની સુંદરતા જોવા મળશે. જ્યાં તમને સ્વર્ગ જેવો જ અનુભવ થશે. આ સિવાય ત્યાંના ઝરણાં પણ ખુબ જ સુંદર છે જે તમને એક અનેરી ખુશી પ્રદાન કરશે.

દાર્જિલિંગ :

image source

દાર્જિલિંગ પશ્ચિમ બંગાળમાં આવેલું છે, અને દર વર્ષે અહિંયા ખુબ જ મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે. ત્યારે ચોમાસામાં ફરવા માટે આ જગ્યા ખુબ જ જાણીતી છે. અહિંયા ચાના બગીચાઓ અને સાથે જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે.

કૂર્ગ :

image source

વિચારો કે તમે ફરવા ગયા અને ત્યાં તમને ગાઢ જંગલો, એક શાંત જગ્યા, જંગલો ની વચ્ચે રિસોર્ટ જેમાં તમે રહી શકો. તો કેવી મજા પડી જાય. તો આવી જ એક જગ્યા છે કૂર્ગ. આ જગ્યા તમને ચોક્કસ થી પસંદ આવી જશે. અહિંયા મોટા બગીચાઓ, ઝરણાઓ સહિત તમને તમામ શાંતિ પ્રિય વસ્તુઓ જોવા મળી જશે. જે તમને એક અનેરો આનંદ આપશે. જ્યાં તમે તમારી જિંદગી નો અનમોલ સમય શાંતિથી વિતાવી શકો છો.

મુન્નાર :

image source

ચોમાસામાં જો ફરવા નો પ્લાન બનાવતા હોવ તો મુન્નાર ફરવા માટે એકદમ બેસ્ટ છે. આ કેરળમાં આવેલું છે. દક્ષિણ ભારત ની આ જગ્યા દરેક લોકો ને પોતાના તરફ આકર્ષિત કરે છે. જ્યાં વરસાદ ની સાથે સાથે ત્યાંનુ વાતાવરણ અને નજારો મનમોહક છે. જ્યાં ચાના બગીચાઓ છે. તો સાથે સાથે તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. આ જગ્યા ચોમાસામાં આનંદ મેળવવા માટે ખુબ જ સુંદર અને બેસ્ટ છે.

રાણકપુર :

image source

વરસાદ પડતો હોય ત્યારે અરવલ્લી પર્વતમાળા પર નદી કિનારે વસેલા રાણકપુરના સૌંદર્યને ચાર ચાંદ લાગી જાય છે. અહીં ચોમેર લીલોતરી છવાઈ જાય છે. આ સાથે સ્વાદિષ્ટ ફૂડ અને પ્રવાસીઓ ની સાવ ઓછી ભીડ. ચોમાસામાં રાણકપુર રહેવાની ખૂબ જ મજા આવશે. આ જગ્યા વિષે વધુ લોકોને જાણ ન હોવાથી તેની સુંદરતા હજુ સુધી અકબંધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!