આ સેલેબ્રિટીના બે કૂતરા ચોરાઈ ગયા, જાહેરાત કરી કે-જે શોધી આપે એને 3 કરોડ રોકડા આપીશ, જાણો સમગ્ર માહિતી

આ પહેલાં પણ આપણે એવી કંઈ કેટલી ઘટના જોઈ છે કે સેલેબ્રિટીના ઘરમાં ચોરી થઈ હોય. ત્યારે હાલમાં ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. પણ આ વખતે આ ચોરી કરેલી વસ્તુ શોધી આપવા પાછળ જે ઈનામ રાખવામાં આવ્યું એ ખરેખર ચર્ચામાં છે. મળતી માહિતી પ્રમાણે હોલિવૂડ સ્ટાર લેડી ગાગાના કૂતરા લઇને ફરનારને બુધવારના રોજ કોઇએ ગોળી મારી દીધી.

प्रतीकात्मक तस्वीर
image source

ત્યારબાદથી લેડી ગાગાના બે પાલતુ કૂતરા ગાયબ છે. કહેવાય છે કે લેડી ગાગાએ બંને કૂતરાની માહિતી આપનારને 5 લાખ ડોલર એટલે કે અંદાજે ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

प्रतीकात्मक तस्वीर
image source

મળતી માહિતી પ્રમાણે લેડી ગાગાના પાલતુ કૂતરાને ફેરવનાર રાયન ફિશરને બુધવારની રાત્રે લોસ એન્જલિસમાં એક વ્યક્તિએ ગોળી મારી દીધી. કહેવાય છે કે લૂંટના ઇરાદાથી અંજામ આપ્યાની આ ઘટનામાં લેડી ગાગાના બે ફ્રેન્ચ બુલડોગ ચોરાઇ ગયા છે. ઘાયલ ફિશરને તરત જ નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો જ્યાંથી હજી સુધી તેની તબિયત અંગે કોઇ માહિતી મળી નથી.

प्रतीकात्मक तस्वीर
image source

આ સાથે જ વાત કરવામાં આવે તો હુમલાખોરે સેમી-ઓટોમેટિક હેન્ડગનથી હુમલો કર્યો હતો. લેડી ગાગાના પ્રતિનિધિએ ઘટનાને કન્ફર્મ કરતાં કહ્યું કે 2 ફ્રેન્ચ બુલડોગ કોજી અને ગુસ્તાવ ગાયબ છે.

लेडी गागा
image source

જો કે જોવા જેવી વાત એ છે કે એક ડોગી મિસ એશિયા હુમલાખોરોની ચુંગલમાંથી ભાગી ગઇ અને પોલીસે બાદમાં તેને પકડીને લેડી ગાગાને આપી દીધી છે. લેડી ગાગાએ પોતાના મિસિંગ કૂતરાની માહિતી આપનાર પર 5 લાખ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરતા જ હવે સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મ પર આ માહિતી વાયરલ થઈ રહી છે અને લોકો પૂછી રહ્યા છે કે ખરેખર આ કૂતરા પાછળ આટલા પૈસા ખરીદતી હશે.

लेडी गागा
image source

લેડી ગાગાના ફેમિલીમાં સામેલ થનાર ગુસ્તાવ સૌથી નવું કૂતરું હતું. તેણે 2016માં કુલ 3 કૂતરા દત્તક લીધા હતા અને તેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અભિનેત્રીએ એક ઇમેલ આઇડી પણ શેર કર્યું છે જેમાં કોઇપણ વ્યક્તિ ખોવાયેલા કૂતરા અંગે માહિતી આપી શકે છે. ત્યારે હવે જોઈએ કે કોઈ આ માહિતી આપે છે કે કેમ અને ખરેખર તેના કૂતરા મળે છે કે કેમ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!