ભારતના દિગ્ગજ ક્રિકેટરની કારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, કારનું ટાયર નિકળી જતા ઢાબામાં ઘુસી ગઈ

ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની કારને અકસ્માત નડ્યા છે. કાર એક ઢાબામાં ઘુસી ગઈ છે. જો કે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં અઝહરુદ્દીનનો બચાવ થયો છે. મળતી માહિતી મુજબ, આ ઘટના રાજસ્થાનના લાલસોટ કોટા મેગા હાઇવે પરના સુરવાલ પોલીસ સ્ટેશન નજીક બની છે. ભૂતપૂર્વ 57 વર્ષીય ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવાર સાથે રણથંભોર આવી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત થયો હતો. તે દરમિયાન કાર કંટ્રોલની બહાર જતી રહેતા ફૂલ મોહમ્મદ ચોક પર એક ઢાબામાં ઘુસી ગઈ હતી. જ્યાં ઢાબા પર કામ કરતો એક યુવાન ઘાયલ થયો છે.

image source

અકસ્માત બાદ ડીએસપી ઘટના સ્થળે પહોંચી ગયા

અકસ્માત બાદ લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. પરંતુ જ્યારે બધાને ખબર પડી કે અઝહરૂદ્દીન પોતે કારમાં બેઠા હતા, ત્યારે લોકો ચોંકી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અકસ્માત બાદ ડીએસપી નારાયણ તિવારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ,મોહમ્મદ અઝહરૂદ્દીન પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી માટે સવાઈ માધોપુરના રણથંભોર જઈ રહ્યા હતા. પૂર્વ ક્રિકેટર જે કારમાં સવાર થઈને રણથંભોર આવી રહ્યા હતા તેનો નંબર દિલ્હીનો છે. આ બનાવની જાણ થતા જ સૂરવાલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે અઝરૂદ્દીન દિગ્ગજ ક્રિકેટરની સાથે સાથે રાજકારણી પણ છે. તેઓ કૉંગ્રેસ તરફથી સાંસદ પણ રહી ચૂક્યા છે.

image source

રણથંભોરની હોટલ અમન-એ-ખાસ ખાતે પહોંચ્યા

અઝહરુદ્દીન સાથે આવતા વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. આ પછી મોહમ્મદ અઝહરુદ્દીને તેના પરિવાર સાથે અન્ય કાર દ્વારા હોટલ લઈ જવામાં આવ્યા હતા. મોહમ્મદ અઝહરુદ્દીન અને તેમનો પરિવાર હવે રણથંભોરની હોટલ અમન-એ-ખાસ ખાતે પહોંચ્યા છે. તમને જણાવી દઈએ અઝહરે 99 ટેસ્ટમાં 45.03 ની સરેરાશથી 6215 રન બનાવ્યા છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 199 રન છે. આ સિવાય 334 વનડેમાં તેણે 36.92 ની સરેરાશથી 9378 રન બનાવ્યા છે અને તેનો શ્રેષ્ઠ સ્કોર 153 છે.

1984 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો

મોહમ્મદ અઝહરુદ્દીને વર્ષ 1984 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. અઝહરે ઇંગ્લેન્ડ સામે 31 ડિસેમ્બર 1984 ના રોજ તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તેને તેની શાનદાર બેટિંગ સ્ટાઈલ માટે કાંડાનો જાદુગર કહેવામાં આવતો હતો. મોહમ્મદ અઝહરુદ્દીન 1990 માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યા હતા. અઝહરુદ્દીને 1992, 1996 અને 1999 ના વર્લ્ડમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી હતી. મોહમ્મદ અઝરુદ્દીન તેની કપ્તાની હેઠળ ભારતને 14 ટેસ્ટ અને 90 વનડે મેચ જીતાડી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત