તાજમહેલની સાથે-સાથે આ સ્મારકો પણ રહેશે બંધ, જાણી લો આ વિશે તમામ માહિતી તમે પણ…

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના જોખમને ધ્યાનમાં લેતા આગરા પ્રશાસને ઐતિહાસિક ઈમારતોને ખોલવાનો નિર્ણય રદ્દ કર્યો છે. આ નિર્ણયથી 6 જુલાઈથી તાજમહેલ અને અન્ય ઐતિહાસિત ઈમારતો ખુલશે નહીં.

Image Source

જણાવી દઈએ કે ઐતિહાસિક સ્મારક તાજમહેલ, આગરા કિલ્લો, અકબરનો મકરબો અને સિકંદરા જેવા આગરાના સંરક્ષિચ સ્મારક કંટેનમેંટ ઝોનમાં આવે છે.

Image Source

આ પહેલા યૂપીના પર્યટન મંત્રીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી કે 6 જુલાઈથી તાજમહેલ અને બાકી ઐતિહાસિક સ્મારકને આગરામાં ખોલવામાં આવશે. પરંતુ આગરામાં કોરોનાના કેસ વધતાં છેલ્લી ઘડીએ તંત્રએ આ નિર્ણય ફેરવ્યો છે. હવે નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે ઐતિહાસિક સ્મારક હાલ ખોલવાનો નિર્ણય મુલ્તવી રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજમહેલ છેલ્લા 100થી વધુ દિવસોથી બંધ છે.

Image Source

સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યાનુસાર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત તમામ સ્મારક 6 જુલાઈથી સામાન્ય જનતા માટે ફરીથી ખોલવામાં આવશે. જેમાં મર્યાદિત સંખ્યાના પર્યટકોને ઈ-ટિકિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત પર્યટકોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે,

Image Source

જણાવી દઈએ કે આ પહેલા જૂન માસમાં એએસઆઈની હેઠળ આવતા 3000થી વધુ સ્મારકોમાંથી 820થી વધુને ખોલી દેવામાં આવ્યા હતા જ્યાં ધાર્મિક સમારોહ થાય છે. કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખી 17 માર્ચથી સરકાર દ્વારા સંરક્ષિત 3,691 સ્મારક અને પુરાતત્વ સ્થળ બંધ કરાયા હતા.

Image Source

નિયમ અનુસાર હવે જે સ્મારકો ખુલ્લા મુકવામાં આવ્યા છે તેમાં પ્રવેશ દ્વાર પર હાથ ધોવા કે પછી સેનિટાઈઝ કરવા અને થર્મલ સ્ક્રેનિંગ અનિવાર્ય કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થાઓ તમામ જગ્યાએ કરવી પડશે.

Image Source

દિલ્હીના પ્રખ્યાત સ્મારકોની વાત કરીએ તો અહીં કુતુબ મીનાર અને લાલ કિલ્લામાં એક સ્લોટમાં વધુમાં વધુ 1500 લોકોના પ્રવેશની પરવાનગી હશે. કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે સરકારે જાહેર કરેલા લોકડાઉન બાદ હવે દેશમાં જૂન માસથી અનલોકની પ્રક્રિયા શરુ થઈ છે. અનલોક-1માં પહેલા તબક્કા સરકારે મંદિરો ખુલ્લા મુકવાની પરવાનગી આપી હતી જ્યારે હવે અનલોક-2માં ફરવા લાયક અન્ય સ્થળોને ખોલવામાં આવ્યા છે. જો કે જે સ્મારકો હાઈ રિસ્ક ઝોનમાં છે તે હાલ પણ બંધ જ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત