ખાખી યુનિફોર્મ પહેરીને આ લેડી પોલીસે કરાયા લગ્ન, બ્રાહ્મણ બનીને બોલી મંત્ર અને વર-કન્યાએ ફરી લીધા સાત ફેરા
નહિ જોયા હોય આવા લગ્ન, ખાખી યુનિફોર્મ પહેરેલી લેડી SI બની બ્રાહ્મણ, મંત્રો બોલીને કરાવ્યા વર વધુ ના સાત ફેરા

લોકડાઉનના આ સમયમાં પોલીસ એક લડવૈયાની જેમ રસ્તાઓ ઉપર છે.કોઈ દિવસની તો કોઈ રાતની ડ્યુટી કરી રહ્યા છે. કોરોના સામેની આ લડતમાં પોલીસ કડકાઈ ભરી એમની ડ્યુટીની સાથે સાથે માનવતાના કાર્ય પણ કરી રહ્યા છે.અમે આજે તમને આવી જ એક મહિલા એસઆઈ વિશે જણાવવા જઇ રહ્યા છે, જે ખાખી યુનિફોર્મ પહેરીને બ્રાહ્મણ બની ગઈ.જેને રીતસરના લગ્નના મંત્રો ઉચ્ચારી વર વધુના લગ્ન કરાવ્યા.
આ અનોખા લગ્ન મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના જોતેશ્વર ગામના છે.જ્યારે વર વધુના પરિવારવાળાને લોકડાઉનના આ સમયમાં લગ્ન કરાવવા માટે કોઈ બ્રાહ્મણ ન મળ્યા તો જોતેશ્વર પોલીસ ચોકી માં ફરજ નિભાવતી મહિલા એસઆઈ અંજલિ અગ્નિહોત્રી એ ગૂગલની મદદથી લગ્નના મંત્રો વાંચી લગ્ન કરાવ્યા. તમને જણાવી દઈએ કે નરસિંહપુર જિલ્લાના શ્રીનગરમાં રહેતા લક્ષમણ ચૌધરીના લગ્ન નરસિંહપુર ઇટવારા બજારમાં રહેનારી રીતુ ચૌધરી સાથે નક્કી થયા હતાં. સરકારી પરવાનગી લીધા બાદ જોતેશ્વરના પાર્વતી મંદિરમાં આ લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો.

આ લગ્નમાં બંને પરિવારના આઠ લોકો સામેલ થયા હતા, પણ લગ્ન કરાવવા માટે ત્યાં કોઈ બ્રાહ્મણ નહોતા પહોંચ્યા. જેના કારણે લગ્નની વિધિ શરૂ નહોતી થઈ શકી. એ જ સમયે ડ્યુટી પર હાજર એસઆઈ અંજલિ પેટ્રોલિંગ કરતા કરતા મંદિર સુધી પહોંચી. જ્યાં તેમને આ વર વધુ દેખાયા, બન્નેના પરિવારજનો એ જ્યારે બ્રાહ્મણવાળી તકલીફ જણાવી તો અંજલીએ મદદ કરવા માટે કહ્યું.
એસઆઈ એ હવન કુંડની જગ્યા એ એક ઘી નો દીવો કરી વર વધુના ફેરા કરાવ્યા. એટલું જ નહીં બન્ને ને સાત વચનો સાથે સાથે પતિ પત્ની અંગે ના કાયદાની પણ જાણકારી આપી.

એટલું જ નહીં બંને પરિવારના લોકો લગ્નમાં જોઈતી ઘણી બધી વસ્તુ નહોતા લાવી શક્યા. એ માટે એસઆઈ એ પોતાના સાથીઓને બજારમાં મોકલી સામાનની વ્યવસ્થા કરી. પછી પોતાના મોબાઈલમાં ગૂગલની મદદથી લગ્ન અંગેની બધી વિધિ જોઈ અને મંત્રો વાંચી લગ્ન કરાવ્યા.
એસઆઈ અંજલિ અગ્નિહોત્રીએ જણાવ્યું કે “હું પેટ્રોલિંગ માટે નીકળી હતી ત્યારે મેં મંદિરમાં વર વધુને એમના ઘરના લગભગ આઠેક લોકો સાથે જોયા. એમની પાસે સરકારી પરવાનગી પણ હતી પણ લગ્નસ્થાને કોઈ બ્રાહ્મણ હાજર નહોતા. એમને મને કહ્યું કે તમે ખુદ એક બ્રાહ્મણ છો તો તમે જ મંત્રો વાંચી લગ્ન કરાવી દો. એવા સમયે હું એમની વાતને ના ન પાડી શકી અને મેં એ લગ્ન કરાવી દીધા”

લગ્નમાં બંને પક્ષોએ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કર્યું હતું અને સાથે સાથે માસ્ક પણ લગાવ્યું હતું.અને દર દસ મિનિટે હાથને સેનેટાઇઝ કરતા હતા.
source: daily hunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત