લગ્નમાં બેદરકારીએ લીધો ભોગ, કોરોના કાળમાં લગ્નમાં કરી ધામધૂમથી ઉજવણી અને બીજા દિવસે વરરાજા આવ્યા પોઝિટિવ, પછી થયુ મોત

રાજ્યમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા રાજ્ય સરકારે જુદાં-જુદાં પ્રતિબંધો લાગુ કર્યાં. જેમાં લગ્નપ્રસંગમાં 100થી વધારે લોકોને એકઠાં કરવા પર પ્રતિબંધ છે. તેમજ લગ્ન સમારોહ પોલીસની પરવાનગી લઇ યોજવામાં આવી રહ્યા છે. લગ્ન સમારોહમાં મંજૂરી મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, દિવસે યોજાનારા લગ્નપ્રસંગમાં પોલીસની મંજૂરીની જરૂર નથી. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં યોજાતા લગ્નપ્રસંગમાં દિવસે પોલીસની મંજૂરીની જરૂર નથી. પરંતુ લગ્ન પ્રસંગમાં વરઘોડા અને બેન્ડવાજા પર પ્રતિબંધ યથાવત રહેશે. તેમજ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં લગ્નનું આયોજન ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.

કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે કરવું પડશે પાલન

image source

કોરોના સંક્રમણની સ્થિતિ જોતા તંત્ર દ્વારા લગ્ન સમારંભોમાં કેટલા લોકો જાય છે અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામા આવે છે કે નહી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને જો લગ્ન સમારંભ દરમિયાન કોરોના ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ વિગેરે નિયમોનું પાલન ન નહી કરનારા લોકોને દંડ પણ ફટકારવામાં આવશે.

image source

રાજસ્થાનનાં જાલોરમાં એક કરૂણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અત્યારે સમગ્ર ભારત દેશમાં કોરોના મહામારી ભારે કહેર વરસાવી રહી છે. હવે શહેરોની સાથે ગામડાઓમાં પણ કોરોનાનાં કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. તેમ છતાં ગામડાઓમાં હજુ પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. રાજસ્થાનનાં જાલોર ગામમાં કેટલાક દિવસો પહેલા એક નવ-વિવાહિત યુવકનું કોરોનાને કારણે નિધન થયું હતું.

લગ્નપ્રંસંગમાં એકપણ ગાઈડલાઈનનું પાલન કરાયું નહોતું

કોરોનાની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ગામડાઓની અંદર લોકો લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં હાજરી આપતા હોય છે. લોકો લગ્ન પ્રસંગમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈનનું પણ પાલન કરતા નથી. આને પરિણામે જ એક નવવિવાહિત યુવતીએ લગ્નનાં કેટલાક દિવસોની અંદર જ વિધવા થવું પડ્યું હતું. લગ્નપ્રસંગનાં બીજા જ દિવસે નવવિવાહિત યુવકની તબિયત અચાનક બગડી ગઈ હતી.

image source

યુવકની હાલત ગંભીર જણાતા એને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં જાણ થઈ હતી કે યુવક કોરોના પોઝિટિવ છે.

યુવકનું શુગર લેવલ 600ને પાર જતુ રહ્યું

image source

રાજસ્થાનનાં જાલોરનાં યુવકનું નામ શેતાન સિંહ હતું, એણે 30 એપ્રિલનાં રોજ લગ્નપ્રસંગનું આયોજન કર્યું હતું. કોરોનાને કારણે એની હાલત વધુ ખરાબ થતી ગઈ હતી. યુવકે 1મેનાં રોજ ઘરે જાન લાવીને ગૃહપ્રવેશની વિધિ પણ સંપૂર્ણ કરી હતી. ત્યારે શેતાન સિંહનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ જતા એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. શેતાન સિંહનું શુગર લેવલ 600ને પાર જતુ રહ્યું હતું જેથી એની હાલતમાં કોઈપણ સુધારો આવ્યો નહોતો. યુવકનાં સ્વાસ્થ્યમાં સુધારો ન આવતા એને જાલોરથી સિરોહી અને પછી પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ તમામ ઘટના 9 દિવસોમાં પરિણમી હતી. નવમાં દિવસે સાંજે તો યુવક કોરોના સામે જંગ હારી ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!