મેરેજ હોલ બની ગયું ‘મિર્ઝાપુર’: બહાર કારમાં બેસી રહ્યા દુલ્હા- દુલ્હન, અને અંદર થયો ગોળીઓનો વરસાદ, પછી જે થયું એ….

રંગમાં ભંગ… આપે આ કહેવત તો જરૂરથી સાંભળી જ હશે. કઈક આવું જ થયું પંજાબના તરનતારનમાં જ્યાં લગ્ન કરવા મેરેજ પેલેસ પહોચેલ દુલ્હા- દુલ્હનને બહાર જ અટકાવી દેવામાં આવ્યા કેમ કે, અંદર એકદમ મિર્ઝાપુર વેબસીરીઝ સ્ટાઈલમાં પોલીસ અને બદમાશોની બચ્ચે અચાનક ગોળીબાર થવા લાગ્યો. દુલ્હા- દુલ્હન બહાર ગાડીમાં બેસીને રાહ જોતા રહ્યા અને અંદરથી ગોળીઓની અવાજ બહાર આવતી રહી.

image source

ખરેખરમાં પંજાબના તરનતારનમાં જયારે એક દુલ્હા- દુલ્હન લગ્નના રીવાજો પુરા કર્યા પછી અન્ય કાર્યક્રમો માટે હાઈવે પર આવેલ મેરેજ પેલેસ માહી રિસોર્ટની બહાર પહોચ્યા તો અંદર જવાથી અટકાવી દેવામાં આવ્યા. પોલીસ દ્વારા પેલેસને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યો હતો કેમ કે, મેરેજ પેલેસની અંદર પાંચ લુંટારુઓ છુપાઈ ગયા હતા અને તેઓ સતત ગોળીઓ ચલાવી રહ્યા હતા. એના જવાબમાં પોલીસ પણ ફાયરીંગ કરી રહી હતી.

image source

ખરેખરમાં જયારે પોલીસ લુંટારુઓનો પીછો કરી રહી હતી ત્યારે તેઓ ભાગીને મેરેજ પેલેસમાં છુપાઈ ગયા. તેમનો પીછો કરતા  કરતા પોલીસ પણ મેરેજ પેલેસની અંદર પહોચી જાય છે અને ત્યાં ૩ કલાક સુધી લુંટારુઓ અને પોલીસની વચ્ચે મુઠભેડ થતી રહે છે.તરનતારનના એસએસપી ધ્રુમન નિમ્બલે પોતે જ ઘટના સ્થળ પર પહોચી જાય છે અને ઓપરેશનની જવાબદારી સંભાળી લે છે. અંતે પોલીસ દ્વારા એક લુટારુને એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવે છે જયારે અન્ય ચાર લુંટારુઓ હાથ ચઢી જાય છે. પોલીસ દ્વારા આ દરમિયાન ૮૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા.

image source

બીજી બાજુ દુલ્હા- દુલ્હન ફૂલોથી સજાવેલ ગાડીમાં બહાર બેસીને રાહ જોઈ રહ્યા હતા અને અંદરથી ગોળીઓની તડતડાહટનો અવાજ આવતો રહ્યો. આ દરમિયાન જાનૈયાઓ મેરેજ પેલેસની બહાર ફરતા જોવા મળ્યા.

image source

દુલ્હનના દાદા મન્ના સિંહએ જણાવ્યું છે કે, તેમની પૌત્રીના લગ્નનો કાર્યક્રમ આ મેરેજ પેલેસમાં થવાના હતા. જેના માટે તેમણે ઘણા સમય પહેલા જ બુકિંગ કરાવી દીધું હતું. પરંતુ જયારે તેઓ મહેમાનોની સાથે અહિયાં પહોચ્યા તો બીજું દ્રશ્ય જોવા મળ્યું. પેલેસની બહાર ગોળીઓનો અવાજ આવી રહ્યો હતો અને ત્યાં પોલીસવાળાઓ વધારે પ્રમાણમાં હાજર હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત