દુનિયાના સૌથી આ મોટા મગરમચ્છો જે ડાયનાસોરને પણ મારવામાં હતા સક્ષમ, આંખો પણ દૂરબીન જેવી હતી જે રાત્રીના અંધકારમાં પણ પોતાનો શિકાર જોઇ શકતા હતા સરળતાથી

આપણે સૌ એ તો જાણીએ જ છીએ કે આપણે જે પૃથ્વી પર હાલ રહીએ છીએ ત્યાં લાખો કરોડો વર્ષ પહેલા વિશાળકાય ડાયનાસોર અને મોટાકદના જીવો રહેતા હતા.

image source

અને જે તે સમયના આ વિશાળકાય જાનવરોના અવશેષો સમયાંતરે વિશ્વના અનેક ભાગોમાં મળી આવતા હોય છે જેના પરથી આપણે તેની વિશાળતા અને કડનનો અંદાજ લગાવી શકીએ છીએ.

ડાયનાસોરનું તો સમજ્યા પણ શું તમે એ જાણો છો કે ડાયનાસોર યુગમાં વિશાલ મગરમચ્છ પણ અસ્તિત્વમાં હતા. જેના વિષે એવું કહેવાય છે કે તે એટલા મોટા હતા કે ડાયનાસોરને પણ મારી અને પોતનો ખોરાક બનાવવા સક્ષમ હતા. તો ચાલો આજે આ વિશે માહિતી મેળવીને આપનો જ્ઞાનભંડાર વધારીએ.

image source

આ વિશાળકાય મગરમચ્છની પ્રજાતિનું નામ સારકોસુકસ હતું. અને આ મગરમચ્છો અત્યારના મગરમચ્છો કરતા અનેક ગણા મોટા અને ભારે હતા. તેની લંબાઈ લગભગ 9.5 મીટર એટલે કે 31 ફૂટ જેટલી હતી જયારે તેનું વજન અંદાજે ચાર ટન એટલે કે 3600 કિલોગ્રામ જેટલું હતું.

આ મગરમચ્છોની આંખો પણ દૂરબીન જેવી હતી અને રાત્રીના અંધકારમાં પણ તે પોતાનો શિકાર સરળતાથી જોઈ શકતા હતા. વળી તેના જડબામાં 35 જેટલા દાંત ઉપર અને 31 જેટલા દાંત નીચેના જડબામાં હતા. તેના જડબા વિષે એવું મનાય છે કે તે એટલું દબાણ પેદા કરી શકતા હતા કે માણસના 100 થી વધુ હાડકાઓ એક કોળીયામાં જ તૂટી જાય.

image source

સંશોધનકારોના મંતવ્ય મુજબ સારકોસુકસ મગરમચ્છો જયારે નાના હોય ત્યારે માછલીઓનો શિકાર કરતા પરંતુ જેમ જેમ તેઓ મોટા થતા ગયા અને શરીરનું કદ પણ વધવા લાગ્યું તેમ તેમ તેઓ ખતરનાક ડાયનાસોરને પણ પોતાનો શિકાર બનાવવા લાગ્યા. સારકોસુકસ મગરપાચછો સંપૂર્ણ વિકાસ પૂરો કર્યા બાદ એટલા શક્તિશાળી બની જતા કે તે થેરાપોડ પ્રજાતિના વિશાલ ડાયનાસોરની ગરદન પણ તોડી શકતા હતા.

image source

1950 ના દશકામાં આ વિશાળકાય સારકોસુકસ મગરમચ્છો વિષે પ્રથમ વખત ત્યારે માહિતી મળી જયારે આલ્બર્ટ ફિલિક્સ નામના એક ફ્રેન્ચ સંશોધનકારે સહારાના રણમાં આ મગરમચ્છના દાંત અને માથાના અવશેષો શોધી કાઢ્યા હતા. ત્યારબાદ એવું માનવામાં આવ્યું કે આ વિશાળકાય મગરમાંછહ ઉત્તરી આફ્રિકાના ગીચ જંગલોમાં રહેતા હશે જે હાલ સહારાનું રણ બની ચૂક્યું છે.