લીલા કોપરાની રસમલાઈ – નાના મોટા દરેકને પસંદ આવતી આ મીઠાઈ હવે બનાવો તમારા રસોડે…

કેમ છો ફ્રેંડસ…

આપણે રસમલાઇ તો બધા ખાતા જ હોય છે.. પણ હું આજે મારી પોતાની ઈનોવેટીવ રસમલાઈ તમને શિખવાડવાની છું…લીલા કોપરાની રસમલાઈ અને હા આજે સ્વીટ ડિશ તો બનશે પણ..ખાંડ નહીં પણ ગોળ ની બનાવા ના છે…કોપરું અને ગોળ નું કોમ્બિનેશન ખુપ સરસ લાગતું હોય છે…

ખરેખર ઘરના બધાયને આ રસમલાઇ બઉ જ ભાવિ બનાવવા માં પણ એકદમ સહેલી છે…અને હિમોગ્લોબીન જો ઓછું હોય તો ખાસ કોપરું અને ગોળ કે પછી સીંગદાણા ને ગોળ ખાસ ખાવા જોઈ યે..

તો ચાલો તમે પણ તમારા રસોડે બનાવી દો કોપરાની રસમલાઇ…તો જોઈ લો સામગ્રી :-

“લીલા કોપરાની રસમલાઈ”

સામગ્રી:-

  • ૨વાટકી – નારિયળ નું દૂધ
  • ૧વાટકી- કોપરા નું છીણ
  • ૧ વાટકી – ચોખા નો લોટ
  • દોઢ વાટકી – ગોળ
  • અર્ધી ચમચી – એલચી પાવડર
  • પા ચમચી – જાયફળ પાવડર
  • ચાર ચમચી – બદામ ની કતરણ

રીત :-

સૌપ્રથમ કોપરાના ટુકડા કરી મિક્સર માં પીસી લેવા.તેમાં ગરમ પાણી નાખી રૂમાલ માં નાખી તેનું દૂધ કાઢી લેવું.

હવે દૂધ નીકળ્યા પછી જે કોપરાનું છીણ છે તેમાં ગોળ છીણીને ઉમેરવું પછી તેમાં એક ચમચી એલચી પાવડર, અને જાયફળ પાવડર મિક્સ કરી તેના બોલ બનાવવા..

હવે એક તપેલીમાં એક વાટકી પાણી અને ચપટી મીઠું નાખી એક વાટકી ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી ઢાંકીને 10 મિનીટ રેવા દેવું. પછી તેને એક થાળી માં કાઢી સરખું મસળી લેવું.

હવે નાનો લુવો લઈ હાતપર નાની પુરી જેવું કરી તેમાં કોપરાનુ છીન અને ગોળ વારા બોલ સ્ટફ કરી ફિટ બોલ બનાવી લેવા.

હવે એક તપેલીમાં 2 વાટકી પાણી ,અર્ધી વાટકી ગોળ અને નારિયળ નું દૂધ ઉમેરી ઉકળવા રાખવું.

હવે તેમાં બનાવેલા બોલ ઉકળવા મુકવા..ઉકળે એટલે રસમલાઇના બોલ તૈયાર થઈ જશે.

હવે પ્લેટ માં રસમલાઇ કાઢી તેમાં ઇલાયચી પાવડર ,જાયફળ પાવડર અને બદામ થી ગાર્નિશ કરી સર્વ કરવું.

તો તૈયાર છે લીલા નારિયળ ની રસમલાઇ…..

ટેસ્ટી અને યમ્મી😋😋

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.