આ બાળકીમાં એક વસ્તુ છે બધા કરતા અલગ, જો તસવીર ધ્યાનથી જોશો તો જ આવશે ખ્યાલ

તસ્વીરોની દુનિયા અલગ જ છે. કહેવાય છે ને કે એક હજાર શબ્દો દ્વારા સમજાવાયેલો એક લેખની અસર કરતા કેમેરાની એક ક્લિકે ઝડપાયેલી તસ્વીરની અસર વધુ નોંધનીય અને સ્પષ્ટ હોય છે. પરંતુ તસ્વીરોમાં દરેક તસવીરો એવી નથી હોતી.

image source

પરંતુ ક્યારેક જવલ્લે જ અને આકસ્મિક રીતે ઝડપાયેલી તસ્વીર અમૂલ્ય બની જાય છે. એક ક્ષણનો હજારમો ભાગ ભલે ને હોય પણ કેમેરાની આંખે ક્લિક થઇ ગયેલી એ મિલી સેકન્ડ વર્ષો સુધી સૌના માટે જિજ્ઞાસા અને આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

આનાથી બિલકુલ વિપરીત અમુક તસવીરો એવી પણ હોય છે જે એક વખત જોઈએ તો સમજાતી જ નથી અથવા મગજ ચકડોળે ચડી જાય કે આ તસ્વીર આ રીતે લીધી કેમ હશે ? ખાસ કરીને સોશ્યલ મીડિયામાં અવાર નવાર આવી તસવીરો અને વિડીયો વાયરલ થતી રહે છે. ત્યારે તાજેતરમાં જ એક તસ્વીરે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ તસ્વીર તમે જયારે પ્રથમ વખત જોશો તો તમે પણ અચરજ પામી જશો.

અસલમાં આ તસ્વીર એક બાળકીની છે. સોશ્યલ સાઈટ ફેસબુક પર વાયરલ થઇ રહેલી આ તસ્વીરમાં જે બાળકી દેખાય છે તેના પગ સાવ પાતળા દેખાય છે અને તસ્વીર જોનારને એવું લાગે છે કે આ બાળકી કોઈ પગના ગંભીર રોગથી પીડિત હશે જેથી તેના પગ સંપૂર્ણ વિકાસ નથી પામ્યા પરંતુ હકીકત તેનાથી ક્યાંય અલગ જ છે.

તસ્વીરમાં જે બાળકી દેખાય છે તેની તસ્વીર ક્રિસ્ટોફર ફેરી નામના એક ફેસબુક યુઝરે શેયર કરી હતી અને સાથે જ તેણે એ તસ્વીર નીચે એવું કેપશન લખ્યું હતું કે ” આ બાળકી પોપકોર્ન બેગ સાથે પોઝ આપી રહી છે, આ તસ્વીરે મારા મગજને હલાવી નાખ્યું છે ” તસ્વીર પોસ્ટ થતા જ અનેક ફેસબુક યુઝરોએ પણ આ તસ્વીરને શેયર કરવા લાગ્યા અને પોતપોતાની કોમેન્ટ પણ કરવા લાગ્યા. કોમેન્ટમાં મોટાભાગના લોકોનું એમ જ કહેવું હતું કે બાળકીના પગ ઘણા પાતળા છે.

જો તમને પણ ઉપરોક્ત તસ્વીર જોઈને એવું જ લાગતું હોય કે બાળકીના પગ પાતળા છે અને લાંબા છે તો તમારાથી પણ ભૂલ થઇ રહી છે જે રીતે અન્ય ફેસબુક યુઝર પણ તસ્વીર ધ્યાનથી ન જોવાના કારણે થાપ ખાઈ ગયા હતા. અસલમાં તસ્વીરમાં બાળકીની પાછળની જમીન આંખોમાં ભ્રમ પેદા કરે છે.

image source

તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે બાળકીના પગ પાતળા કે લાંબા નથી અને તે સામાન્ય બાળકી જેવા જ છે પરંતુ બાળકીએ પોતાના હાથમાં પોપકોર્નનું એક પેકેટ પકડી રાખ્યું છે અને તે પોપકોર્ન બેગનો રંગ બાળકી જ્યાં ઉભી છે તે જમીનનો રંગ એક જેવા લાગે છે અને તેના કારણે જોનારાને એમ લાગે છે કે બાળકીના પગ પાતળા અને લાંબા છે. હવે ધ્યાનથી જોઈ લો તમે પણ તસ્વીરને એટલે ખબર પડી જશે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત