100 વર્ષ સુધી જીવે છે આ રહસ્યમય માછલી, ગર્ભવતી થાય તો 5 વર્ષે બાળકને આપે છે જન્મ

આખી દુનિયામાં ઘણા રહસ્યમય જીવો છે. તેમાં એક માછલીનો સમાવેશ પણ થાય છે જેને જીવંત જીવાશ્મ પણ કહેવામાં આવે છે. આ માછલીનું નામ છે Coelacanth જે ડાયનાસોરના સમયથી પૃથ્વી પર હાજર છે. કહેવાય છે કે આ માછલીની ઉંમર 100 વર્ષ સુધીની હોઈ શકે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ માછલી ગર્ભધારણના પાંચ વર્ષ પછી બાળકને જન્મ આપે છે.

image soucre

આ માછલી પર કરવામાં આવેલા નવા રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. વર્ષ 1930 પહેલા આ માછલીને લુપ્ત માનવામાં આવતી હતી. પરંતુ બાદમાં આ રહસ્યમય માછલી દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠે જોવા મળી હતી. આ અદ્ભુત માછલી વિશે ઘણા રહસ્યમય ખુલાસાઓ છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે રાત્રે ભ્રમણ કરતી વખતે માછલી માણસના કદની હોઈ શકે છે. તે ખૂબ જ ધીમે ધીમે વધે છે અને 100 વર્ષ સુધી જીવી શકે છે.

image soucre

લગભગ 50 વર્ષની ઉંમર પછી જ તે ગર્ભ ધારણ કરી શકે છે અને ગર્ભધારણના પાંચ વર્ષ પછી બાળકને જન્મ આપે છે. ફ્રાન્સના સંશોધકોનું કહેવું છે કે આ માછલીને પરિપક્વ થવામાં 40 થી 69 વર્ષનો સમય લાગે છે. આ માછલીનું અસ્તિત્વ જોખમમાં છે.

વૈજ્ઞાનિકો ફક્ત તે માછલીઓ પર રિસર્ચ કરી શકે છે જે કાં તો પકડવામાં આવી હોય અથવા જેનો શિકાર કરવામાં આવ્યો હોય. શાર્ક અને અન્ય માછલીઓની જેમ, આ માછલી પણ ધીમે ધીમે વૃદ્ધ થાય છે. અત્યાર સુધી માત્ર બે જ જાતની કોએલાકૅન્થ માછલી મળી આવી છે.

image soucre

એક માછલી આફ્રિકાના પૂર્વ કિનારે કોમોરોસ ટાપુઓ પર રહે છે અને બીજી પ્રજાતિ ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુના પાણીમાં રહે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ માછલી સપાટીથી 2300 ફૂટ નીચેની ઊંડાઈમાં રહે છે. થોડા સમય પહેલા શાર્કના શિકારીઓએ આ લુપ્ત થતી માછલીને જીવતી પકડી હતી. આ માછલી મેડાગાસ્કરના કિનારે હિંદ મહાસાગરમાં પકડાઈ હતી. માછલીની આ પ્રજાતિ લગભગ 42 કરોડ વર્ષ જૂની છે.

image soucre

એક રિસર્ચ મુજબ, શાર્કના શિકારને કારણે કોએલકાન્થ માછલીઓનું અસ્તિત્વ જોખમમાં છે. વર્ષ 1980 થી, શાર્ક માછલીના શિકારમાં વધારો થયો છે. શાર્કને પકડવા માટે શિકારીઓ જીલનેટનો ઉપયોગ કરે છે, જેના કારણે શાર્ક ઊંડા સમુદ્રમાં ફસાઈ જાય છે.