સમુદ્ર સપાટીથી 8000 ફૂટની ઊંચાઈ પર સ્થિત આ શહેર બનેલું છે રહસ્યોની ગૂંચ

આજના આ આધુનિક વિજ્ઞાનના સ્માયમાં પણ દુનિયામાં હજુ એવા કેટલાય સ્થાનો છે જેના વિષેની માહિતી સર્વવ્યાપી નથી. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવા શહેર વિષે માહિતી આપવાના છીએ જે 1000 કે 2000 ફૂટ નહિ પણ 8000 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે અને તે દુનિયાઈ સાત અજાયબીઓ પૈકી એક છે.

image source

નવાઈની વાત એ છે કે આટલી ઊંચાઈ પર સ્થિત આ શહેર છેલ્લા લગભગ 450 વર્ષથી વેરાન પડ્યું છે અને તેના વિષે કેટલીક એવી માહિતી પણ છે જેના કારણે આ શહેરને ” રહસ્યમયી શહેર ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ શહેરનું નામ છે માચુ – પુચ્ચુ અને તે એક દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં આવેલું છે. આ શહેરને ઈંકા સભ્યતા સાથે જોડાયેલા એક ઐતિહાસિક શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્ર તટથી 2430 મીટર એટલે કે લગભગ 8000 ફૂટની ઊંચાઈ પર સ્થિત માચુ – પુચ્ચુ ઉરુબામ્બા ક્ષેત્રના એક પહાડ ઉપર વસેલું છે.

image source

માચુ – પુચ્ચુને ઘણા લોકો ” ઈંકાઓના ખોવાઈ ગયેલા શહેર ” તરીકે પણ ઓળખે છે. કારણ કે અહીં ઈંકા સામ્રાજ્યના સૌથી વધુ પ્રચલિત પ્રતીકો પૈકી એક આવેલું છે જેને પેરુ દેશનું ઐતિહાસિક દેવાલય પણ કહેવામાં આવે છે. વર્ષ 1983 માં યુનેસ્કો દ્વારા આ સ્થાનનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આમ તો માચુ – પુચ્ચુ પહેલાથી જ જાણીતું શહેર હતું પરંતુ તેની માહિતીનો વ્યાપ વિશ્વ સુધી એક અમેરિકન ઇતિહાસકાર હીરમ બીંઘમે પહોંચાડ્યો હતો. તેણે વર્ષ 1911 માં આ જગ્યાની શોધ કરી હતી. ત્યારથી અત્યાર સુધી અહીં ફરવા માટે આવતા પર્યટકો આવતા રહે છે.

image source

કહેવાય છે કે 1450 ઈસ્વી આસપાસ ઈંકાઓ દ્વારા માચુ – પુચ્ચુનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ લગભગ 900 વર્ષ બાદ સ્પેનીયો દ્વારા ઈંકાઓ પર જીત મેળવી અને ત્યારબાદ તેઓ આ સ્થાન હંમેશને માટે છોડી ચાલ્યા ગયા. ત્યારથી આ શહેર સાવ વેરાન પડ્યું છે. અહીં કોઈ મકાન નથી પણ જુના ખંઢેરો જોવા મળે છે.

આટલી ઊંચાઈ પર માચુ – પુચ્ચુ શહેરનું નિર્માણ શા માટે કરવામાં આવ્યું તે હજુ સુધી એક રહસ્ય જ બનેલું છે. કહેવાય છે કે આ જગ્યાનો ઉપયોગ માણસોની બલી આપવા માટે થતો હતો અને અહીં જ તેમને દફન કરી દેવામાં આવતા હતા. નોંધનીય છે કે પુરાતત્વવિદોને અહીંથી કેટલાય માનવ હાંડપિંજરો પણ મળી આવ્યા છે જેમાં મોટાભાગના હાડપિંજરો મહિલાઓના હતા. આ અંગે એવી મનાય છે કે ઈંકા લોકો સૂર્યને પૂજતા અને તેણે ખુશ કરવા માટે કુંવારી સ્ત્રીઓની બલી આપતા. જો કે બાદમાં અહીં પુરુષોના હાડપિંજરો પણ મળી આવતા આ માન્યતા નકારવામાં આવી હતી.

image source

માચુ – પુચ્ચુ વિષે એક માન્યતા એવી પણ છે કે આ શહેર કોઈ માણસોએ નિર્માણ કરેલ નથી પરંતુ એલિયન દ્વારા નિર્માણ પામેલું શહેર છે અને બાદમાં તેઓએ આ શહેર છોડી દીધું હતું. આ શહેરની વાસ્તવિકતા શું છે તે આજદિન સુધી એક રહસ્ય જ બનેલું છે.