એક વાર નહિં, અનેક વાર જોવાની ઇચ્છા થશે તમને ઋષિ કપૂર અને તેમના પરિવારની આ તસવીરો
ઋષિ કપૂરના ફોટોઝ

ઋષિ કપૂરનું ૩૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ મૃત્યુ થઈ ગયું છે. ઋષિ કપૂર પોતાના પરિવાર દીકરી રીદ્ધીમા, દીકરો રણબીર અને પત્ની નીતુ સિંહને એકલા મુકીને આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. રણધીર કપૂરએ પોતાના નાના ભાઈના દુઃખદ સમાચારમાં કહ્યું હતું કે, હવે, તે આ દુનિયામાં નથી.
ઋષિ કપૂર વર્ષ ૨૦૧૮માં કેન્સરનો ઉપચાર કરાવવા માટે ન્યુ યોર્ક ગયા હતા. ત્યાર પછી ઋષિ કપૂર સપ્ટેમ્બર, ૨૦૧૯માં કેન્સરનો ઉપચાર કરાવીને ભારત પાછા આવ્યા હતા. ઋષિ કપૂરના ખાસ ફ્રેન્ડ રાહુલ રવૈલએ ‘એક્ટર હવે કેન્સર ફ્રી’ થઈ ગયા છે આવી પોસ્ટ ફેસબુક પર પોસ્ટ કરી હતી.

ઋષિ કપૂરના પત્ની નીતુ સિંહએ આ વર્ષે નવા વર્ષ ૨૦૨૦નું સ્વાગત કરતા કહ્યું હતું કે, ‘હેપ્પી, ૨૦૨૦. ઉમ્મીદ કરું છું કે, આ વર્ષ આપણા બધા માટે ભરપુર સ્વાસ્થ્ય અને ખુશીઓ લઈને આવે.
નીતુ સિંહે માર્ચ,૨૦૨૦માં ઋષિ કપૂર સાથે એક ફોટો શેર કરતા કહ્યું હતું કે, ઘણા લાંબા સમય પછી તેઓ બહાર જમવા ગયા. આપણે દરેક પલની કદર કરવી જોઈએ.
ઋષિ કપૂર જયારે કેન્સરની સારવાર લેવા માટે ન્યુયોર્ક ગયા હતા ત્યારે નીતુ સિંહે ઘણી સારી રીતે સાથ આપ્યો હતો. ઉપરાંત ઋષિ કપૂરને બોલીવુડના કેટલાક સિતારાઓ પણ ન્યુયોર્ક મળવા આવતા હતા.

જયારે ઋષિ કપૂરને કેન્સર થયું છે તેની જાણ થઈ ત્યારે નીતુ સિંહએ કહ્યું હતું કે, ઋષિ કપૂરની પ્રથમ પ્રતિભાવ ખુબ જ ખરાબ હતો. ઋષિ કપૂર ત્યારે તૂટી ગયા હતા. તેઓ સમજી ના શક્યા કે, શું કરવું અને શું ના કરવું? જો કે, થોડાક સમય પછી જયારે તેઓ શાંત થયા ત્યારે ઋષિ કપૂરએ વિચાર્યું કે, આ બીમારીનો સામનો તો કરવો જ પડશે. ઋષિ કપૂર શરુઆતના ચાર-પાંચ મહિના સુધી પોતાને કેન્સર થયા હોવાનો સ્વીકાર કરી શક્યા નહી. કેન્સર થયા પછીના ચાર-પાંચ મહિના પછી જયારે ઋષિએ પોતાને કેન્સર હોવાની બીમારીનો સ્વીકાર કર્યો હતો અને ખુબ જ મક્કમતાથી કેન્સર સામે લડત આપી હતી.

-ઋષિ કપૂરના હાથમાં દીકરો રણબીર કપૂર અને નીતુએ દીકરી રીદ્ધીમાને તેડી રાખેલ જોવા મળે છે.
-શશી કપૂરના ઘરે ક્રિસમસના દિવસે લંચ પાર્ટી પર આખું કપૂર પરિવાર.
-લતા મંગેશકરના હાથમાં નાનકડા ઋષિ કપૂર.

-દીકરા રણબીર અને દીકરી રીદ્ધીમા સાથે ઋષિ કપૂર.
-ઋષિ કપૂર પોતાની બંને લેડી લક સાથે પત્ની નીતુ સિંહ અને દીકરી રીદ્ધીમા.
-ડાબી બાજુથી જમાઈ ભરત સહાની, દીકરી રીદ્ધીમા, પત્ની નીતુ સિંહ, માતા ક્રિષ્ના, રણબીર કપૂર અને ભાણી સમાયરા સંગ ઋષિ કપૂર.
-આખા કપૂર પરિવાર સંગ ઋષિ કપૂર.

-શશી કપૂર, ઋષિ કપૂર, નીતુ સિંહ, રેખા, રણબીર કપૂર, કરિશ્મા કપૂર.