દારૂના નશામાં યુવતીએ પેટ્રોલ પંપ પર કરી ધમાલ, જાણો આ પૂરી ઘટના વિશે તમે પણ

મધ્ય પ્રદેશના શહડોલ રેંજની એડીજી જી.જનાર્દનએ જણાવ્યું છે કે પેટ્રોલ પંપ માલિકની ફરિયાદ પર પોલીસે યુવતી પર અલગ અલગ ધારાઓ હેઠળ કેસ દાખલ કર્યો છે અને હવે આ યુવતીની શોધ કરવામાં આવી રહી છે.

image source

આખા દેશમાં દારૂની દુકાનોને ખોલી દીધા પછી તેના સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી રહ્યા રહ્યા છે. કેટલીક જગ્યાએથી લોકોની દારૂના નશામાં એકસીડન્ટ અને હુડદંગના ફોટોઝ સામે આવી રહ્યા છે કઈક આવું જ મધ્ય પ્રદેશના અનૂપપુરમાં પણ થયું, જ્યાં દારૂના નશામાં એક યુવતીએ પેટ્રોલ પંપ પર ખુબ જ નાટકબાજી કરી છે.

બુધવારની રાતના અંદાજીત ૯ વાગ્યાની આસપાસ એક યુવતી અનૂપપુર ના એક પેટ્રોલ પંપ પર પહોચે છે અને ત્યાના સ્ટાફની સાથે ગાળો આપીને ઝઘડો કરવા લાગે છે. આ યુવતી એટલી બધી નશામાં હતી કે તે પોતાને પણ સાંભળી શકવા સક્ષમ હતી નહી અને જયારે પેટ્રોલ પંપ પર દોડતી આવી ત્યાં સુધીમાં પણ ઘણી બધી વાર પડતા પડતા પણ રહી ગઈ. પેટ્રોલ પંપનો સ્ટાફ આ યુવતીને બુમ પાડીને ત્યાંથી હટાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા હતા. પરંતુ મહિલા સ્ટાફ હાજર ના હોવાના કારણે કોઈ વ્યક્તિ તેની પાસે જઈ રહ્યું હતું નહી.

image source

આ જ રીતે અંદાજીત ૧૫ મિનીટ સુધી નશામાં ધુત યુવતીના નાટકો ચાલતા રહ્યા. આ આખી ઘટનાને પેટ્રોલ પંપના સ્ટાફએ મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી અને પોલીસને સુચના આપી દીધી. ત્યાર પછી પોલીસ જયારે આ યુવતીને લઈને તેની મેડીકલ ટેસ્ટ કરાવવા માટે જીલ્લા હોસ્પિટલ પહોચે છે તો ત્યાં પણ તેના નાટક ચાલતા રહે છે. આ યુવતીએ પોલીસ કર્મચારી અને હોસ્પિટલ સ્ટાફ સાથે પણ ગેર વર્તણુક કરી. ત્યાર પછી તેની સ્થિતીને જોતા જ પોલીસે આ યુવતીને હોસ્પિટલમાં એડમીટ કરાવી દીધી, પરંતુ આ યુવતી હોસ્પિટલ માંથી દગો કરીને ભાગી ગઈ.

image source

મધ્ય પ્રદેશના શહડોલ રેંજના એડીજી જી.જનાર્દનએ જણાવ્યું છે કે, પેટ્રોલ પંપના માલિકના ફરિયાદ પર પોલીસએ આ યુવતી પર અલગ અલગ ધારાઓ હેઠળ કેસ દાખલ કરી દીધો છે અને હવે આ યુવતીની શોધ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત