મહિલાએ આપ્યો એકસાથે ચાર બાળકોને જન્મ, જાણી લો આખો કિસ્સો

ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલામાં એક નવાઈ પમાડે તેવી ઘટના સામે આવી છે. અમરેલીમાં એક 22 વર્ષીય માતાએ એક બે નહિ પણ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે, બાળકોના જન્મ પછી ડોકટરો પણ ભારે આશ્ચર્યમાં મુકાયા છે. આ ચારેય બાળકો સ્વસ્થ છે અને બાળકોને જન્મ આપ્યા પછી માતાની પણ તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.

વાત જાણે એમ છે કે અમરેલીના રાજુલામાં રહેતા રેશ્માબેન સેલોત પ્રેગ્નેન્ટ હતા અને ત્યારબાદ એમને ડિલિવરી માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં મહિલાએ બે પુત્રીઓ અને બે પુત્રને જન્મ આપ્યો છેતમને જણાવી દઈએ ડિલિવરી માટે આવેલી મહિલાની તબિયત થોડી ગંભીર જણાઇ રહી હતી જેના કારણે બાળકોને સિઝીરિયન કરીને જન્મ આપવામાં આવ્યો હતો. જો કે હાલ આ મહિલા અને તેના તાજા જન્મેલા ચારેય બાળકો તંદુરસ્ત છે તેમજ મહિલાની તબિયત પણ સારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીના રાજુલા શહેરમાં રહેતા સેલોત પરિવારમાં એક સાથે ચાર બાળકોનું આગમન થતા બધા જ પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પિતા અલ્તાફભાઈ અને માતા રેશ્માબેન સેલોતના ઘરે પ્રથમ સંતાનની રાહ જોવાઈ રહી હતી. અને ઈશ્વરની લીલા તો જુઓ ઈશ્વરે એક બે નહીં પણ એક સાથે ચાર ચાર સંતાનો ભેટ આપીને પરિવારને ખુશીઓથી ભરી દીધું છે જેથી પરિવારજનોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે.
હાલ આ મહિલા અને તેના ચારેય બાળકો એકદમ તંદુરસ્ત જોવા મળી રહ્યા છે જ્યારે મહિલાની તબિયત પણ સ્થિર જણાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ વર્ષ 2020માં દાહોદ જિલ્લાના બોરખેડા ગામે રહેતા ૨૩ વર્ષીય રેખાબેન પસાયાએ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. એમને અચાનક પેટમાં દુખાવો થતાં તાત્કાલિક દાહોદની પડવાલ વુમન્સ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સીઝર કરતા ચાર તંદુરસ્ત બાળકોએ જન્મ લીધો હતો. ચારેય બાળકોને હાથમાં લેતા ડોક્ટર અને નર્સોમાં પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે રેખાબેન એક દીકરાની માતા છે અને ચાર વર્ષ બાદ ફરી તેમણે ચાર જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. આઠમો મહિનો પૂરો થવામાં હજુ એક અઠવાડિયાની વાર હતી તે પહેલા જ અધૂરાં માસે તેમણે બાળકોને જન્મ આપ્યો હતો. હાલ માતા અને તેના ચારેય પુત્રોની હાલત સ્વસ્થ હતી.