નવા સીએમ ભુપેન્દ્ર પટેલ દાદા ભગવાન પંથના નિરુમાના નામનું બાંધે છે રક્ષા સૂત્ર, જાણો તેમના વિશેની અજાણી વાતો

સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભપેન્દ્ર પટેલે શપથ લીધા અને ત્યારબાદ સત્તાવાર રીતે ચાર્જ પણ સંભાળી લીધો હતો. રવિવાર અને સોમવારનો દિવસ સીએમ ભુપેન્દ્ર પટેલ માટે ખૂબ જ વ્યસ્ત રહ્યો હતો. સોમવારે ભૂપેન્દ્ર પટેલ સવારમાં સૌથી પહેલા તેઓ નીતિન પટેલને મળ્યા. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહને રિસીવ કર્યા બપોરે શપથગ્રહણ કર્યું અને ત્યારબાદ રવિવારની જેમ જ સોમવારે પણ મંદિર-મંદિર જઈ દર્શન કરવાનો સીલસીલો ચાલુ રહ્યો હતો.

image source

નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પછી તેમણે એ તમામ જગ્યાએ શીશ ઝુકાવ્યું જ્યાં તેઓ શ્રદ્ધા ધરાવે છે. રવિવારે તેમણે ત્રિમંદિરે દર્શન કર્યા અને ત્યાંથી તેઓ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ અડાલજમાં દાદા ભગવાનના મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે દાદા ભગવાનના અનુયાયી દીપક ભાઈજીના આશીર્વાદ લીધા હતા. આ વાત પરથી પહેલા દિવસે લોકો એ વાતથી જાણીતા થયા કે નવા મુખ્યમંત્રી મૃદુભાષી હોવાની સાથે આધ્યાત્મિક વિચારો ધરાવતા છે.

image source

જાણવા મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજ સ્થિત ત્રિમંદિરની તેઓ નિયમિત મુલાકાત લેતા હોય છે અને નવરાશની પળોમાં તેઓ દાદા ભગવાન ફાઉન્ડેશનના દિવંગત સ્વ. નિરુમાના પ્રવચનોને સાંભળતા રહે છે. ઉલ્લેખનીય છે કે નિરુમા હયાત હતા ત્યારે તેમના પણ આશીર્વાદ લેવા તેઓ જતા હતા. તેમની યાદગીરી રૂપે આજે પણ તેઓ હાથના કાંડા પર નિરુમા લખેલું રક્ષાસૂત્ર બાંધે છે.

image source

સીએમ ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાન ફાઉન્ડેશન સાથે છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. સ્વ. નિરુમાના વક્તવ્યોથી તેઓ પ્રભાવિત થયા હતા. તેઓ દાદા ભગવાન ફાઉન્ડેશનના સત્સંગ અને અન્ય કાર્યક્રમોમાં સતત ખડેપગે હાજર રહેતા અને સેવા આપતા.

મોટાભાગના લોકો એ વાતથી અજાણ હશે કે તેઓ દાદા ભગવાન ફાઉન્ડેશન સાથે સંકળાયેલા હોવાની સાથે તેઓ મહાત્માનો દરજ્જો પ્રાપ્ત કરી ચુક્યા છે અને તમામ આચાર, વિચાર અને વર્તનના નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!