માનવતા મરી પરવારી, દીકરી સારવાર માટે ચીખતી રહી અને પિતાએ લીધો છેલ્લો શ્વાસ, સ્વાસ્થ્ય મંત્રીની હાજરીમાં મોત

કોરોનાએ એવો તાંડવ ફેલાવ્યો છે કે ઘણાં પરિવારોને તબાહ કરી નાખ્યાં છે. કાયમ રેકોર્ડ બ્રેક નવા કેસોનાં આંકડાઓ આવી રહ્યાં છે. ઝારખંડની રાજધાની રાંચીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને તમારું દિલ ભરાઈ આવશે. સ્ટ્રેચર પર પડેલા પિતાની સારવાર માટે એક દીકરી હોસ્પિટલમાં ચીસો પાડી પાડીને મદદ માંગતી રહી પણ તેની આ ચીસો સરકારી તંત્ર સુધી પહોંચી શકી નહીં. પિતાને બચાવવા દીકરીની જે હાલત હતી તેને જોઈને કોઈ પણ કઠણ કાળજાનો વ્યક્તિ પણ પીગળી જાય પણ તેને જોઈને ડોક્ટરોનું હૃદય ન પીગળ્યું.

image source

આખરે દીકરીની આટલી કોશિશો પછી પણ કઈ ન થયું અને આ વચ્ચે તેના પિતાએ શ્વાસ છોડી દીધો. આશ્ચર્યજનક વાત એ છે કે આ દરમિયાન રાજ્યના આરોગ્ય પ્રધાન નિરીક્ષણ માટે હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા હતા પરંતુ તેની સામે તેની પોતાની સિસ્ટમની બેદરકારી તેને ન દેખાઈ. આ યુવતી સાથે જ્યારે વાત કરવામાં આવી તો તેણે જણાવ્યું હતું કે હું ચીસો પાડતો રહી, મદદ માટે આજીજી કરતી રહી પણ કોઈ ડોક્ટર મદદ માટે આવ્યાં નહીં. હોસ્પિટલોની આવી બેદરકારીને કારણે જ કેટલાય લોકો મોતનાં મુખમાં જઈ રહ્યાં છે.

આગળ વાત કરતાં તે જણાવે છે કે મેં વિચાર્યું કે રાજધાનીમાં સારા ડોક્ટરો અને એક સારી હોસ્પિટલ છે. જ્યાં હું મારા પિતાની સારવાર કરીશ અને તે સાજા થઈ જશે. પરંતુ અહીં આવીને મે જે જોયું તે બધું બહુ અલગ હતું. અહીંની હાલત જોઇને લાગે છે કે બધું ફક્ત ભગવાન ભરોસે ચાલી રહ્યું છે. ” મંત્રી અંદર નિરીક્ષણ કરતા રહ્યાં અને દર્દી બહાર મૃત્યુ પામી રહ્યાં છે.

આખી ઘટના વિશે વિગતે વાત કરીએ તો કોરોના પોઝિટિવ બન્યા બાદ પવન ગુપ્તા નામનાં વ્યક્તિને તેના પરિવારજનો સારી સારવાર માટે હઝારીબાગથી રાંચી લઈ આવ્યાં હતાં જયાં પુત્રી તેના સ્ટ્રેચર સાથે તેના પિતાને હોસ્પિટલમાં લઈને ભટકી રહી હતી. પરંતુ તેને કોઈ સારવાર ત્યાંના તંત્ર દ્વારા આપવામાં આવી ન હતી. તે રડતી રહી અને મદદ માટે ડોકટરોને આજીજી કરતી રહી.

તે ચીસો પાડી પાડીને કહેતી હતી કે કોઈ તેમને સારવાર માટે લઈ વ્યવસ્થા કરો નહીં તો તેઓ મરી જશે. પરંતુ સરકારી ડોકટરોએ એકપણ વખત તેનાં તરફ ધ્યાન આપ્યું નહીં. તે જ સમયે મંત્રી હોસ્પિટલની અંદર નિરીક્ષણ કરી રહ્યા હતા અને બહાર એક પુત્રીની સામે તેના પિતાનું કરુણ મોત નીપજ્યું હતું.

image source

તેણે આગળ મંત્રી પર રોષ કાઢતાં કહ્યું કે “તમારી આ સરકારી સિસ્ટમે મારા પિતાને મારી પાસેથી છીનવી લીધાં છે હવે જ્યારે ડોક્ટર સારવાર માટે ન આવ્યાં ત્યારે હવે મારા માટે શું કરશો. શું તમે મારા પિતાને પાછા લાવી શકો? અને જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે તમે મત માંગવા માટે હાથ જોડીને આવી જશે તમારા જેવા નેતાઓનું બસ આજ કામ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!