કેસરની સાથે સૌરાષ્ટ્રમાં એવી કેરીનું ઉત્પાદન થયું શરૂ જેનાથી નહી વધે શુગર લેવલ

ઉનાળો શરૂ થાય એટલે કેરી ખાવાની પણ સીઝન શરૂ થઈ જાય છે. લોકો મન અને પેટ ભરીને સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ માનતા હોય છે.

image source

જો કે વધારે કેરી ખાવી તે ડાયાબિટિસના દર્દીઓ માટે હિતાવહ ના હોવાથી તેમણે મન મારવું પડે છે. પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતે ડાયાબિટિસના દર્દીઓની આ ચિંતાને દુર કરી છે. શુગર વધી જવાના ડરથી જે લોકો કેરી ખાવાનું ટાળતા હતા તેમના માટે જુનાગઢના માળિયા તાલુકાના ખેડૂત વિશાલ ગંડેચાએ ખાસ પ્રકારની કેરી ઉછેરી છે જેમાં સામાન્ય કેરી કરતા શુગર લેવલ ૮૦ ટકા ઓછું છે.

કેસર કેરીના ગઢ ગણાતા જુનાગઢ અને તાલાળા પંથકમાં હવે ખાસ પ્રકારની કેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ કેરીનું નામ ટોમી અટિકન્સ છે. અમેરિકાના ફલોરીડામાં જોવા મળતી આ કેરીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં ૫ વર્ષની મહેનત બાદ શક્ય બન્યું છે. આ કેરી તેના ઓછા શુગર કન્ટેન્ટ માટે જ જાણીતી છે. આ કેરીનું સફળતાપૂર્વક ઉત્પાદન ઉત્તર ભારતમાં તો વર્ષ ૨૦૧૦થી થાય છે. પરંતુ આ વર્ષથી તે જુનાગઢના માળિયા તાલુકામાં પણ જોવા મળી છે.

image source

આ અંગે ખેડૂત વિશાલ ગંડેચાએ જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૫માં તે તેના મિત્ર પાસેથી આ કેરીનો માટે બિયારણ લાવ્ય હતા. તેમણે ઓર્ગેનિક ખેતી દ્રારા આ કેરીની માવજત કરી અને તેના પરિણામે ગત વર્ષથી આ આંબામાં ફળ આપવાનું શરૂ થયું છે. આ પ્રકારના આંબા પર ૫ વર્ષમાં જ કેરી આવવાનું શરૂ થાય છે. ઝાડ ૭ વર્ષનું થાય એટલે પ્રતિ વૃક્ષ ૧૫ કિલો જેટલી કેરી આવે છે. આ અંગે જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના સાયન્સ વિભાગના હેડ પ્રોફેસરએ જણાવ્યું હતું કે, ટોમી અટિકન્સ દુનિયાની એવી કેરી છે જે તેના ઓછા શુગર લેવલ માટે જાણીતી છે. જો કે તેનો સ્વાદ થોડો ખાટો હોય છે.

image source

આ કેરીની સૌરાષ્ટ્રમાં ખેતી કરનાર ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે, આ કેરીની માગ વધારે ડાયાબિટિસના દર્દીઓ કરે છે. હાલ તેમની પાસે આ કેરીના ઓર્ડર આપનાર ગ્રાહકો માર્યાદિત છે પણ જો માંગ વધશે તો તે આગામી વર્ષે વધરે કેરીની ખેતી શરૂ કરશે. હાલ જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં આ પ્રકારની કેરીના ફકત ૨૫ થી ૩૦ જેટલા જ ઝાડ છે. આ કેરીનો રંગ પણ સામાન્ય કેરી કરતા સાવ અલગ જ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત