‘ભાભીજી ઘર પર હૈ’ મનમોહન તિવારીની દિકરી સુંદરતામાં આપે છે બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર

‘ભાબીજી ઘર પર હૈ!’ ટીવી શોની લોકપ્રિયતાથી દરેક વ્યક્તિ વાકેફ છે. મનમોહન તિવારીથી લઈને અંગૂરી ભાભી, ગોરી મેમ અને વિભૂતિ સુધીના પાત્રો લોકોના હૃદયમાં બિરાજમાન છે. થોડા સમય પહેલા અમે તમને વિભૂતિ એટલે કે આસિફ શેખની પુત્રી વિશે કહ્યું હતું અને આજે અમે તમને મનમોહન સિવારીનો રોલ પ્લે કરનાર રોહિતાશ્વ ગૌરની પુત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

image source

મનમોહન તિવારી એટલે કે રોહિતાશ્વ ગૌરને બે પુત્રી છે, ગીતી અને સંજીતિ ગૌર. આજે અમે તમને તેની મોટી પુત્રી ગિતી ગૌરનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. ગીતી ગૌરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ફરી રહી છે. ગીતી ગૌર વ્યવસાયે એક મોડેલ છે અને તે ખૂબ જ ખૂબસૂરત છે. ગીતી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે. તે સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી.

image source

ગિતી ગૌર એખ વીડિયોમાં પણ જોવા મળી હતી, જેનુ નામ ‘I Will Always Blindly Love You હતું. ગીતી ગૌર બોલિવૂડમાં કામ કરવા માંગે છે. ગીતીએ તેના ગીતના લોન્ચિંગ પ્રસંગે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે હોલીવુડમાં પણ કામ કરવા માંગે છે. તેનો હેતુ ઓસ્કાર મેળવવાનો છે. ગીતી ગૌર તેના પિતા રોહિતાશ્વ ગૌર પાસેથી અભિનયના પાઠ શીખી રહી છે. તેણે કહ્યું હતું કે જ્યારે પણ પાપાને તક મળે છે ત્યારે તે તેમને અભિનય સાથે જોડાયેલી વસ્તુઓ શીખવતા રહે છે.

image source

ગીતી માત્ર એક મોડેલ અને અભિનેત્રી જ નહીં પરંતુ એક સુંદર ડાન્સર પણ છે. તેની પાસે એક યુટ્યુબ ચેનલ પણ છે, જેના પર તે તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. રોહિતાશ્વ ગૌરે પણ તેના ડાન્સ વીડિયો વિશે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે ગીતી પોતે તેના ડાન્સને કોરિઓગ્રાફ કરે છે. ગિતી ગૌર Times Fresh Faceની સેકન્ડ રનર-અપ રહી છે અને હવે તે જલ્દીથી બોલિવૂડમાં પ્રવેશવા માંગે છે.

image source

ગીતી ગૌર ઘણી વાર તેની નાની બહેન સંગીતા સાથે પણ ફની વીડિયો બનાવીને પોસ્ટ કરે છે. ગીતી મોડલિંગ પણ કરે છે અને આ ક્ષેત્રમાં પણ આગળ વધવા માંગે છે. પોતાની ઇન્સ્ટાગ્રામ વિગતોમાં તેણે પોતાને એક મોડેલ ગણાવી છે. ગીતી ગૌર ખૂબ જ સુંદર છે. આકર્ષક ફિગર અને તેનો શાર્પ ચહેરો બરાબર તેની માતાની મળતો આવે છે. ગીતીની માતા અને રોહિતાશની પત્ની રિસર્ચ સ્કોલર છે. આ સાથે, તે તેની પુત્રીની ડાન્સિંગ સ્કિલને પણ પ્રોત્સાહન આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!