મોંઘી થઈ Toyota ની આ દમદાર ફેમિલી કાર, જાણો કંપનીએ કેટલો થયો ભાવવધારો

વર્ષ 2019 થી પાછળ પડી ગયેલ કોરોના મહામારીએ વિશ્વબજારમાં ભારે ઉથલ પાથલ મચાવી દીધી છે. એક બાજુ લોકોના નાના મોટા ધંધા રોજગારને આ મહામારીને કારણે ભારે નુકશાન વેઠવું પડ્યું છે ત્યારે મોટી મોટી માતબર અને પ્રોડક્ટ પ્રોડક્શન કરતી કંપનીઓએ પણ જ્યાં સુધી નુકશાન સહન થાય ત્યાં સુધી સહન કર્યા બાદ હવે પોતપોતાના પ્રોડક્ટમાં ભાવવધારો કરવા મજબૂર બનવું પડ્યું છે. અને જેમ વર્ષોથી પરંપરા ચાલી આવી રહી છે એ મુજબ આ ભાર પણ અંતે સામાન્ય માણસોના ખભે જ ઉઠાવવાનો આવ્યો છે.

image source

આ અનુસંધાને વિવિધ મોટરસાયકલ અને વાહનો નિર્માણ કરતી કંપનીઓને પણ પોતાના વાહનોની વેંચાણ કિંમતોમાં ભાવવધારો કરવાની ફરજ પડી છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે આ બાબતે જાણીએ કે કઈ કંપનીએ તેના પ્રોડકટમાં કેટલો વધારો કર્યો છે અથવા કરવા જઈ રહી છે.

TKM એટલે કે ટોયોટા કિર્લોસ્કર મોટર એ ગત ગુરુવારે જણાવ્યું હતું કે તે આગામી મહિને પોતાનું મલ્ટી પર્પઝ વાહન ઇનોવા ક્રિસ્ટાની કિંમતમાં બે ટકા સુધીનો વધારો કરશે. ઓટોમેકરએ જણાવ્યું હતું કે કંપની આગામી 1 ઓગસ્ટ 2021 થી ઇનોવા ક્રિસ્ટાની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરશે. તેમાં આ ભાવવધારા વિશે એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઇનપુટ ખર્ચમાં પર્યાપ્ત વધારાને કારણે આ ભાવવધારો થવાથી આંશિક રૂપે ઓફસેટ કરવા માટે વધારો કરવામાં આવ્યો છે.

image source

TKM એ જણાવ્યું હતું કે કંપનીએ ગ્રાહકો પર પ્રભાવને જોતા કિંમતોમાં ભાવવધારાને ઓછો કરી દીધો હતો. કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે, એક ગ્રાહક કેન્દ્રિત કંપનીના રૂપમાં અમે ગ્રાહકો પર વધતી જરૂરતો અને આવશ્યકતાઓને પુરી કરવા માટે કટિબદ્ધ છે.

રોડીયમ અને પેલેડીયમ જેવી કિંમતી ધાતુઓના ભાવ છેલ્લા એક વર્ષમાં ઘણા વધી ચુક્યા છે.

image source

આ.સમયગાળા દરમિયાન સ્ટીલના ભાવ પણ ઊંચા રહ્યા હતા. ગત બુધવારે ટાટા મોટર્સએ કહ્યું હતું કે તે આગામી સપ્તાહથી તેના બધા યાત્રી વાહનોની કિંમતમાં વધારો કરશે.

ટોયોટા હાલમાં ભારતમાં ઇનોવા ક્રિસ્ટા MPV ને 18 વેરીએન્ટમાં રજૂ કરે છે. આ ફ્લેગશીપ ટોયોટા MPV ની શરૂઆતી કિંમત 2.7 લીટર GX 7 સીટર પેટ્રોલ વેરીએન્ટ માટે 16.52 લાખ રૂપિયા છે અને ટોપ સ્પેક ઓટોમેટિક વેરીએન્ટ 2.4 લીટર ડીઝલ ZX 7 સીટર માટે આ કિંમત 24.59 લાખ (એક્સ શોરૂમ) રૂપિયા સુધી પહોંચે છે.

image source

આ મહિનાની શરૂઆતમાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ અન્ય મોડલોના હેચબેક સ્વીફ્ટ અને CNG વેરીએન્ટની કિંમતમાં 15,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.

આ જ રીતે હોન્ડાએ પણ ઓગસ્ટ મહીનાથી ભારતમાં પોતાના બધા મોડલ રેંજની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે કારણ કે આ કોમોડિટી કિંમતોમાં વધારાના પ્રભાવને ઓફસેટ કરવા માટે લાગી રહ્યો છે.