હે ભગવાન હવે આ દુષણ ક્યાં સુધી, ભાઈ બહેને કરી લીધાં લગ્ન, એ પણ માત્ર આ કરણના લીધે

લગ્નસરામાં આ વખતે લગ્નની ભારે ધૂમ જોવા મળી હતી. લગ્નસરામાં સામુહિક લગ્ન પણ થતા હોય છે. આવા લગ્નોત્સવમાં એક સાથે ઘણા વર અને કન્યા લગ્નના બંધનમાં બંધાતા હોય છે. આવા જ એક સમુહ લગ્ન હાલ ખૂબ ચર્ચામાં છે. આ લગ્ન થયા હતા ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં. આ સમુહલગ્નમાં એવી ઘટના બની છે જેના વિશે જાણીને લોકો મોંમાં આંગળા નાખી ગયા છે.

image soucre

ફિરોઝાબાદના ટૂંડલા વિસ્તારમાં એક યુવકે મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનામાં પોતાની જ બહેન સાથે લગ્ન કરી લીધા છે. આ વાતની જ્યારે જાણ અધિકારીઓને થઈ તો બધા જ હક્કાબક્કા રહી ગયા. હવે આ યુવક વિરુદ્ધ અધિકારીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. સાથે જ લગ્નમાં જોડાઈ હતી તે અન્ય જોડીઓની તપાસ પણ શરુ કરવામાં આવી છે. બધી જ જોડીની અધિકારીઓએ પુછપરછ કરી હતી.

image soucre

મીડિયો રિપોર્ટ અનુસાર ફિરોઝાબાદ જિલ્લાના ટૂંટલા ખંડ વિકાસ કાર્યાલય પરિસરમાં 11 ડિસેમ્બરે મુખ્યમંત્રી સામૂહિક વિવાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં નગરપાલિકા ટૂંડલા, બ્લોક ટૂંડલા અને બ્લોક નારખીના 51 કપલે લગ્ન કર્યા હતા. આ સામૂહિક લગ્નમાં બધા જ 51 કપલને ગૃહસ્થીનો સામાન એટલે કે કપડા, વાસણ અને અન્ય વસ્તુઓ સરકાર તરફથી આપવામાં આવી હતી.

image soucre

આ સમુહલગ્નોત્સવના ફોટો અને વીડિયો સામે આવતા 51 જોડીમાંથી એક જોડીએ કરેલી છેતરપિંડીની પોલ ખુલી હતી. ફોટો અને વીડિયો સામે આવ્યા બાદ ખુલાસો થયો કે આ જોડીઓમાંથી એક જોડી હકીકતમાં ભાઈ-બહેન છે. આ વાત સામે આવતા મોટા ફ્રોડનો પર્દાફાશ થયો હતો. આ વાત જાણીને અધિકારીઓના પણ હોશ ઉડી ગયા હતા. આ મામલે તુરંત તપાસ શરુ કરવામાં આવી અને સત્ય સામે આવ્યું તો બધાની આંખો ફાટી ગઈ.

ખંડ વિકાસ અધિકારી નરેશ કુમારે મીડિયાને જાણકારી આપી હતી કે લગ્ન માટે દંપતિ પસંદ કરવાની જવાબદારી ગ્રામ પંચાયત, એડીઓ સહિતના લોકોની હતી. આ મામલે સૌથી પહેલા તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.

image soucre

હવે આ ભાઈ-બહેન વિરુદ્ધ ફ્રોડને કેસ નોંધવામાં આવ્યો છે. ખોટી રીતે સમુહ લગ્નમાં લગ્ન કરનાર બંને વિરુધ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે તપાસ શરુ કરી દીધી છે હવે તેમના વિરુદ્ધ તપાસ પૂર્ણ થયા પછી કાર્યવાહી કરવામાં આવશે.