સવારે મોટી બહેન, તો સાંજે નાની બહેનના થયા લગ્ન, વરરાજાએ આવી રીતે લીધા સાત ફેરા, વાંચો લોકડાઉનમાં થયેલા આ છે 3 અનોખા લગ્ન વિશે

લોકડાઉનમાં થયેલા આ છે 3 અનોખા લગ્ન, સવારે મોટી બહેન તો સાંજે નાની બહેનના થયા લગ્ન, વરરાજાએ આવી રીતે લીધા સાત ફેરા.

image source

લોકડાઉનના કારણે મોટાભાગના લોકોએ લગ્નને મોકૂફ રાખી દીધા છે પણ ઘણા બધા એવા લોકો છે જેમને અલગ જ અંદાજમાં લગ્ન કર્યા. એવા જ ત્રણ લગ્ન વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. જ્યાં નહોતો ઘોડો, નહોતા જાનૈયા, નહોતા કોઈ બેન્ડ વાજા, કે પછી નહોતા કોઈ ફટાકડા. ફક્ત વરરાજા એમના 5 ખાસ મહેમાનોને લઈને સાસરે જાન લઈને પહોંચ્યા હતા.અહીંયા સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી ને દુલ્હા દુલહને ચહેરા પર માસ્ક પહેર્યું. એમાંથી બે લગ્ન તો સગી બહેનોના થયા, જેમાં મોટી બહેને દિવસે તો નાની બહેને સાંજે લગ્ન કર્યા.

વારાણસીના ચોલાપુર વિસ્તારમાં ઢેરહી ગામના રહેવાસી શ્રીકૃષ્ણ યાદવ ઉર્ફે પપ્પુ વ્યવસાયે ખાનગી ડોકટર છે. ગયા જાન્યુઆરી મહિનામાં શ્રીકૃષ્ણ યાદવે પોતાની બન્ને દીકરીઓ સુમન યાદવ અને ગુંજન યાદવના લગ્ન અલગ અલગ જગ્યાએ નક્કી કરી દીધા હતા. અને લગ્ન માટે 4 મે તારીખ પણ નક્કી થઈ ગઈ હતી.

image source

લગ્નની નક્કી થયેલી તારીખે લોકડાઉન હોવાના કારણે શ્રી કૃષ્ણ યાદવે આને જ ભગવાનની મરજી સમજી પૂર્વ નિશ્ચિત તારીખે જ લગ્ન કરવા વિશે એમના વેવાઈઓ સાથે ચર્ચા કરી. વર પક્ષના લોકો સહમતિ પછી એક જ મંડપમાં વારાફરતી બન્ને દીકરીઓના કન્યાદાનની તૈયારીઓ શરૂ થઈ ગઇ.

નક્કી કરેલી તારીખે લગ્ન થયા. પરિવારના લોકોએ કહ્યું એમ પહેલા સવારે સુમનનું અને સાંજે ગુંજનનું એક જ મંડપમાં લગ્ન સંપન્ન થયું. આ લગ્નમાં વરરાજા સહિત પરિવારના ફક્ત પાંચ વ્યક્તિઓ જ હાજર હતા.

image source

બંને દીકરીઓના પિતા શ્રીકૃષ્ણ યાદવે કહ્યું કે ભલે કોરોનાના કારણે સાદાઈથી દીકરીઓના કન્યાદાન કર્યા પણ જો આ રિવાજ બની જાય તો લગ્નમાં થતો લાખો રૂપિયાનો ખર્ચો અને એના કારણે થતી બીજી અસુવિધાઓને બચાવી શકાય છે.

એવી જ રીતે કૌસંબી જિલ્લાના સીરાથું સરહદ પર આવેલા રામપુર સુહેલ અલ્લીપુર ગામનાં સરજુ પ્રસાદે પોતાના દીકરા રાહુલ કુમારના બરગદી ગામના રાધેશ્યામની દીકરી મંજુ દેવી સાથે લગ્ન નક્કી કરી દીધા હતા.અને વર્ષ પહેલાં સગાઈ પણ કરી દીધી હતી.

image source

ત્રણ મહિના પહેલા 3 મે ને બન્ને ના લગ્નની તારીખ તરીકે નક્કી કરવામાં આવી હતી. લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. પણ કોરોના વાયરસના કારણે આખા દેશમાં લોકડાઉન થઈ ગયું. એવામાં લગ્ન કેવી રીતે થશે એનો મૂંઝારો થવા લાગ્યો. તેમ છતાં વર અને વધુ પક્ષના લોકોએ ભેગા મળીને લગ્નને સાદાઈથી કરવાનું નક્કી કર્યું.

જાન રાતની જગ્યાએ દિવસે જ લઈ જવાનો પ્લાન બન્યો, અને એ પણ બેન્ડ બાજા વગર. જાન માટે જિલ્લા પ્રસાશન પાસેથી પરવાનગી પણ લેવાઈ.

image source

વરરાજા તૈયાર થઈને પોતાની દુલહનને લેવા પોતાના અમુક જાનૈયા સાથે બરગદી ગામે પહોંચ્યો. જ્યાં દુલહનના પિતા રાધેશ્યામેં પહેલેથી બધાને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય એમ ઉભા રાખ્યા હતા. એ પછી બધા જાનૈયાને સાબુથી હાથ ધોવડાવ્યા. અને પછી બધા સેનેટાઇઝર લગાવી બેઠા.

નાસ્તો કરાવ્યા બાદ દ્વારચરનો રિવાજ પૂરો કરવામાં આવ્યો.એ પછી દુલહનને ઘરેણાં અને કપડાં ભેટમાં અપાયાં. સાંજે મહારાજે વર અને વધુ ઉપરાંત ત્યાં ઉપસ્થિત મહેમાનોને માસ્ક પહેરાવ્યું અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય એમ વર વધુ ને સાત ફેરા ફેરવ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત