ધોનીની ડેરીના દૂધથી સુધરી રાંચીના નાગરિકોની હેલ્થ, રોજ વેચાઈ રહ્યું છે આટલા લિટર દૂધ

આજ કાલ ભારતીય ટીમનો જાણીતો ખેલાડી જે એક સમયે ક્રિકેટ માટે જ જાણીતો હતો તે હવે તેના આ કામને લઈને રાંચી વાસીઓમાં વોકપ્રિય બની રહ્યો છે. મળતી માહિતી અનુસાર ક્રિકેટને અલવિદા કહ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની અલગ ઓળખ બનાવવાનું શરૂ કર્યું છે. આ માટે તેઓએ એક દૂધની ડેરી શરૂ કરી હતી.

image source

નવા વર્ષના પહેલા દિવસે લાલપુરના ધોની ડેરીના આઉટલેટ પર ગ્રાહકોની વધારે ભીડ જોવા મળી. લોકો ધોનીની ડેરીના દૂધના વખાણ કરી રહ્યા છે. રોજ સવાર અને સાંજના સમયે ધોનીના ફાર્મહાઉસથી લાલપુરના આઉટલેટ પર ફ્રિઝન અને સાહિવાલ ગાયનું દૂધ પહોંચી રહ્યું છે. અહીંથી રાંચી વાસીઓ પોતાની જરૂરિયાત મૂજબ દૂધ ખરીદે છે.

રોજના 270 લિટર દૂધનું થઈ રહ્યું છે વેચાણ

image source

લાલપુરના આ આઉટલેટની વાત કરીએ તો અહીં રોજના લગભગ 270 લિટર દૂધ વેચાઈ રહ્યું છે. આ દૂધ ધોનીની ડેરીથી આવે છે. તેમાં ફ્રિઝન ગાયનું દૂધ 55 રૂપિયે લિટર અને સાહિવાલ ગાયનું દૂધ 80 રૂપિયે લિટર મળે છે. આઉટલેટ પર લોકો બોટલમાં બંધ આ દૂધને લઈ જાય છે. કેટલાક તો કેન લઈને દૂધ લેવા પહોંચી જાય છે. આઉટલેટના સંચાલકે કહ્યું કે આમ તો રેગ્યુલર ગ્રાહક જે આઉટલેટ સુધી પહોંચી શકતા નથી તેમના ઘરે દૂધની ડિલિવરી આપવામાં આવે છે. સ્થાનિક ગ્રાહકે કહ્યું કે અહીના દૂધની ક્વોલિટી સારી હોય છે. આ સાથે ધોનીના નામનું લેબલ હોવાથી લોકોમાં તેની ડિમાન્ડ પણ વધારે રહે છે.

image source

છ્લ્લા લગભગ 2 મહિનાથી લાલપુરમાં ધોનીના ઈજા ફાર્મ હાઉસનું ડેરી આઉટલેટ ચાલી રહ્યું છે. અહીં રોજ સવારે 150 લિટર અને સાંજે લગભગ 120 લિટર દૂધ વેચવામાં આવી રહ્યું છે.

ધોનીના ફાર્મ હાઉસમાં આ સમયે 75 ગાયો છે

image source

ધોનીના ફાર્મ હાઉસમાં આ સમયે 75 ગાયો છે. તેમાં ફ્રીઝન અને સાહિવાલ જાતિની ગાયો પણ સામેલ છે. તેનું દૂધ રાંચીવાસીઓને ઘણું પસંદ આવી રહ્યું છે, દૂધના વેચાણને લઈને ઈજા ફાર્મ હાઉસની તરફથી એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જેમાં ગાયનું દૂધ કાઢીને તેને લઈને બજારમાં તેને વેચવાની પ્રક્રિયા સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત