લવ યુ ઝિંદગી ગીત સાંભળીને કંઈ કેટલાને પ્રેરણા આપનારી 30 વર્ષની યુવતીનું મોત થતાં હાહાકાર, સોનુ સૂદ પણ રડ્યો

કોરોના સામે દરરોજ કંઈ કેટલી જિંદગી હારી જાય છે. આપણી સામે સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા કેસો આવે છે કે જે ગઈ કાલે મોજમાં જીવતો હોય અને આજે તે પરલોક સીધાવી ગયો હોય. પરંતુ અમુક લોકો એવી રીતે જિંદગી સામે હારે છે કે એની કહાની બની જાય છે. હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે એ કિસ્સો પણ ઈતિહાસ છે એવું કહી શકાય. આમ તો લોકો કહે છે કે જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી દરેક ક્ષણ મજાથી જીવો, પરંતુ આવું ઘણું ઓછા લોકો કરી શકતા હોય છે. કેટલાક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ‘લવ યૂ જિંદગી’ ગીત પર ઝૂમતી કોવિડથી સંક્રમિત યુવતીનો વીડિયો ચારેબાજુ વાયરલ થયો હતો.

આ જ વીડિયોમાં દેખાતી યુવતીના જ્યારે મોતના સમાચાર સામે આવ્યા ત્યારે સોનુ સૂદ ખુદ ભાવુક થઈ ગયો હતો અને કહ્યું હતું કે ‘ઘણું જ દુઃખદ. તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તે હવે ક્યારેય પોતાના પરિવારને જોઈ શકશે નહીં. જીવન ઘણું જ અનફેર છે. કેટલા જીવન, જે જીવવાના હકદાર હતા તે આપણે ગુમાવી ચૂક્યા છીએ. આપણું જીવન ભલે ગમે તેટલું સામન્ય થઈ જાય, પરંતુ આ સમયમાંથી આપણે ક્યારેય બહાર આવી શકીશું નહીં.

આ વીડિયો આપણે બધાએ જોયો હતો અને ચહેરા પર ખુશી પણ આવી હતી. કોરોના સામેની લડાઈમાં આ યુવતીનો સકારાત્મક અંદાજ અન્ય લોકોને હિંમત આપનારો હતો, પરંતુ હવે અફસોસ એ છે કે આ બહાદૂર અને હિંમતવાળી છોકરી આ દુનિયામાં નથી રહી. તેનું કરૂણ મોત થતાં જ નિધન થયું છે. જો વિગતે વાત કરીએ તો ડૉ. મોનિકા લાંગેહે એક હૉસ્પિટલના કોવિડ ઇમરજન્સી વૉર્ડથી 30 વર્ષની આ કોરોના દર્દી યુવતીનો વિડીયો શેર કર્યો હતો જે લાંબા સમય સુધી ટ્રેન્ડ પણ રહ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે મોનિકા લાંગેહના વિડીયોમાં જોવા મળેલી એ છોકરીને હૉસ્પિટલમાં આઈસીયૂ બેડ નહોતો મળી શક્યો, આ કારણે તે કોવિડ ઇમરજન્સી વૉર્ડમાં એડમિટ હતી. તેને NIV (Non Invasive Ventilation) પર રાખવામાં આવી હતી, આ ઉપરાંત તેને રેમેડેસિવિર અને પ્લાઝ્મા થેરેપી આપવામાં આવી રહી હતી.

ત્યારે પણ તેની હિંમત જોઈને ડૉ. મોનિકા લાંગેહે કહ્યું હતુ કે, આ છોકરીમાં દ્રઢ ઇચ્છાશક્તિ હતી. વૉર્ડમાં ભરતી થયા બાદ તેણે પૂછ્યું હતુ કે શું તે પોતાનું મનોબળ વધારવા માટે મ્યૂઝિક વગાડી શકે છે? ડૉક્ટરે શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની 2016ની ફિલ્મ ‘ડિયર જિંદગી’થી ‘લવ યૂ જિંદગી વગાડ્યું હતું.

જો આ જાબાંઝ યુવતી વિશે વાત કરીએ તો કોવિડનો શિકાર બનેલી આ યુવતીની ઉંમર ફક્ત 30 વર્ષની હતી અને તેને આઈસીયૂ બેડ નહોતો મળ્યો. યુવતી NIV સપોર્ટ પર હતી. રેમડેસિવીર, પ્લાઝ્મા થેરેપી વગેરે પણ આપવામાં આવી રહી હતી. આ વિડીયોના કેપ્શનમાં લખ્યું હતુ ‘પરિસ્થિતિ કેવી પણ હોય, આશા ના છોડવી જોઇએ.’ એ છોકરીએ તો આશા ના ગુમાવી,

પરંતુ કોરોનાની સામે તે હારી ગઈ અને હવે લોકોને આ વાતને લઈ ખુબ જ દુખદ પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં જ આ 30 વર્ષીય કોરોનાગ્રસ્ત યુવતીના અવસાન પર સોનુ સૂદે પણ શોક પ્રગટ કર્યો હતો. આ યુવતીનો થોડા સમય પહેલાં જ એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં તે ‘લવ યુ જિંદગી’ ગીત સાંભળતી જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!