મારુતિ સુઝુકી લાવી રહી છે સસ્તી SUV, કિંમત હશે Vitara Brezza થી ઓછી
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી હવે એસયુવી સેગમેન્ટમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે. મારુતિ ભારતીય માર્કેટમાં નવી કોમ્પેક્ટ એસયુવી લાવી રહી છે. મારુતિની આ એસયુવી વિટારા બ્રેઝાથી અલગ હશે અને ટાટા નેકસન, કિઆ સોનેટ અને હ્યુન્ડાઇ વેન્યુ સામે ટક્કર લેશે. ત્યારબાદ આ સેગમેન્ટની હરીફાઈ પણ વધી જશે. મારુતિ વિટારા બ્રેઝા પહેલાથી જ આ સેગમેન્ટમાં સૌથી વધુ વેંચાતી કારો પૈકી એક છે.
કોડનેમ YTB

મારુતિની નવી કોમ્પેક્ટ ઈશુંવીનું કોડનેમ YTB રાખવામાં આવ્યું છે. લીક રિપોર્ટ્સ અનુસાર મારુતિની નવી એસયુવી કંપનીની પ્રીમિયમ હૈચબેક કાર બલેનો પર આધારિત હશે અને તેને બ્લેનોના જ Heartect પર બનાવવામાં આવશે. કંપની તેમાં 1.2 લીટર નેચરલી એસ્પીરેટેડ ડ્યુલ જેટ પેટ્રોલ એન્જીન આપી રહી છે જે 90 PS નો પાવર અને 113 Nm નો ટોર્ક જનરેટ કરી શકશે. જ્યારે તેમાં સ્ટાન્ડર્ડ 5 સ્પીડ ઓટોમેટિક ગેયરબોક્સ અને સીવીટી ઓટોમેટિક ગેયરબોક્સનો વિકલ્પ પણ મળશે.
દેખાવમાં કૂપ / મીની ક્રોસઓવર જેવી હશે

રિપોર્ટ્સ અનુસાર આ કોમ્પેક્ટ એસયુવી દેખાવમાં કૂપ / મીની ક્રોસઓવર જેવી હશે. બલેનો બેઝડ હોવાને કારણે જો કંપની નવા પ્લેટફોર્મ પર કાર બનાવે તો તેનો ઉત્પાદન ખર્ચ વધી જાય તેમ છે અને તેની અસર કારની કિંમત પર પણ પડશે. આ કારણે કંપનીએ ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે તેને બલેનોના પ્લેટફોર્મ પર જ બનાવવાનો નિર્ણય કર્યો છે.
મારુતિએ આ પહેલા આવો જ પ્રયોગ આર્ટિગા સાથે પણ કર્યો હતો. કંપનીએ અર્ટિગાના પ્લેટફોર્મ પર બેઝડ XL6 લોન્ચ કરી હતી જે એક ક્રોસઓવર એસયુવી હતી અને તેનું કંપની તેના પ્રીમિયમ નેકસા શોરૂમ પર વેંચાણ કરે છે. જ્યારે કંપની વિટારા બ્રેઝાને એરેના શોરૂમ પર વેંચે છે. કંપની નેકસાના પોર્ટફોલિયોનો વિસ્તાર વધારવા માંગે છે અને સંભવત એટલે જ આ નવી કોમ્પેક્ટ એસયુવી બજારમાં લાવનાર છે.
કિંમત 6 થી 8 લાખ રૂપિયા વચ્ચે

મારુતિ YTB કોમ્પેક્ટ ક્રોસઓવર સિવાય કંપની ડીઝલ એન્જીનને ફરી એક વખત પરત લાવવાની તૈયારીમાં છે. કંપની 2021 ના મધ્યમાં વિટારા બ્રેઝા અને અર્ટિગાને ડીઝલ એન્જીન સાથે લોન્ચ કરશે. બન્ને ગાડીઓમાં 1.5 લીટરનું એન્જીન હશે જે BS4 સિયાઝ અને અર્ટિગામાં આપવામાં આવે છે. BS4 ટેક્નિકમાં આ એન્જીન 94 bhp નો પાવર અને 225 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

રિપોર્ટ્સ અનુસાર જાણકારોના મંતવ્ય મુજબ આ નવી Baleno બેઝડ એસયુવીની કિંમત વિટારા બ્રેઝાની સરખામણીએ ઓછી રાખવામાં આવશે. તેની કિંમત 6 થી 8 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે. વળી, કંપની આ સેગમેન્ટ મુજબ બધા શ્રેષ્ઠ ફીચર્સ આપી શકે છે. એવું મનાય છે કે કંપની તેને 2022 સુધીમાં લોન્ચ કરશે. હાલ બ્રેઝાની એક્સ શોરૂમની કિંમત 7.34 લાખથી 11.40 લાખ રૂપિયા સુધીની છે. કંપની તેમાં 1.5 લીટર નેચરલ એસ્પીરેટેડ પેટ્રોલ એન્જીન આપી રહી છે જે 104 bhp નો પાવર અને 138 Nm નો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 4 સ્પીડ ટોર્ક કનવર્ટર પણ સાથે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત