કોરોનામાં આ વ્યક્તિ માસ્કની બદલે ફરે છે સાપ લપેટીને, અને પોલીસના સંકજામાં આવતા જ થયું કંઇક એવું કે…જે વાંચીને તમને પણ લાગશે નવાઇ

માસ્કને બદલે આ ભાઈએ જે પહેર્યું એ હતું ખતરનાક, પોલીસે કરી કાર્યવાહી

કોરોના વાયરસથી બચવા માટે દેશ-વિદેશના લોકો બચાવની અલગ અલગ રીતો અપનાવી રહ્યા છે. દરેક દેશમાં કોરોનાથી બચવા માટે પોતાના નિયમો બનાવી લીધા છે. અનેક લોકો સાદા માસ્કને બદલે ફેન્સી માસ્ક અપનાવવા લાગ્યા છે. કેટલાક તો હીરાના માસ્ક બનાવડાવે છે. માસ્કના નિયમોનું કડકપણે પાલન કરવું જરૂરી છે. કોરોનાના સમયમાં ફેસ માસ્ક (Face Mask) ફેશન સ્ટેટમેન્ટની રીતે ઉભરીને આવી રહ્યા છે. જોકે ફેસ માસ્ક સાથે જોડાયેલો એક આવો વીડિયો અમારી સામે પણ આવ્યો છે. જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

આ વ્યક્તિએ માસ્કને બદલે લપેટી લીધો સાંપ

ઈંગ્લેન્ડની સરકારે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું ફરજીયાત કરી દીધુ છે. જો કોઈ વગર માસ્કે જોવા મળે છે તો તેના વિરૂદ્ધ દંડ અને કાર્યવાહી કરવામાં આવે છે. આ બધાની વચ્ચે માનચેસ્ટરમાં એક એવો વ્યક્તિ પણ છે જે માસ્કની જગ્યા પર ગળામાં સાંપ લપેટીને બસમાં યાત્રા કરી રહ્યો હતો. પહેલાં તો કોઈએ ધ્યાન આપ્યું નહીં. આ વ્યક્તિ પણ તેને ખૂબ જ સહજ રીતે પહેરી રાખે છે.

લોકોને લાગ્યુ કે બ્રાન્ડેડ માસ્ક છે

આ ઘટનાનો વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ગળામાં લપેટાયેલો જોવા મળી રહ્યો છે. પહેલી નજરે તો આ સાંપ તેના કલરના કારણે કોઈ બ્રાન્ડેડ ક્લોધિંગના સ્ટોલ જેવો દેખાઈ રહ્યો છે. તેમની પાસે બેઠેલા લોકોને ખબર પણ ન પડી કે તેમની પાસે બેઠેલો માણસ માસ્ક નહીં પરંતુ સાંપ લપેટીને બેઠો છે. લોકોને આ વાતનો અંદાજો ત્યારે થયો જ્યારે તે વ્યક્તિના ગળામાંથી સાંપ ખસતો ખસતો હાથ પર જતો રહ્યો.

પોલીસે તરત જ કરી કાર્યવાહી

બસમાં આ પ્રકારની હરકત કરનાર વ્યક્તિના વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ તેમની તપાસમાં લાગેલી છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આખરે આ વ્યક્તિએ માસ્કને બદલે સાંપનો પ્રયોગ કેમ અને કઈ રીતે કર્યો. તમામ પૂછપરછ બાદ પોલીસ તેની પર કડક કાર્યવાહી કરશે જેથી ફરીથી કોઈ વ્યક્તિ આ પ્રમાણેની હરકત કરી શકે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત