માતા કોરોના પોઝિટિવ હતી ત્યારે જ સ્વસ્થ બાળકને આપ્યો જન્મ, નર્સે માતા બની આટલા બધા દિવસ સાચવ્યો બાળકને

કોરોના જેમ જેમ ફેલાઈ રહ્યો છે તેમ તેમ તેને રોકવા માટે આરોગ્ય કર્મીઓ પણ પોતાની ફરજના સીમાડા વિસ્તારીને નિસ્વાર્થ ભાવે સતત કામ કરી રહ્યા છે. રાજ્યના દરેક જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે કોઇપણ પ્રકારના ભય અને આનાકાની વિના ફરજ પર હાજર રહીને આરોગ્ય કર્મીઓ કામગીરી જેટલી બિરદાવવામાં આવે તેટલી ઓછી છે.

image source

તેવામાં આજે તમને જણાવીએ એક એવી આરોગ્યની કર્મવીર વિશે જેના વિશે જાણીને પણ તેને સેલ્યુટ કરવાનું મન થઈ જાય. છેલ્લા કેટલાક મહિનાઓથી દર્દીઓની સારવાર અર્થે પોતાના પરિવારને પણ છોડી અને આ આરોગ્યકર્મી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોતાની ફરજ અદા કરી રહ્યા છે. તેમનું નામ છે દ્રષ્ટિ મોણપરા.

image source

કોરોનાના અજગર ભરડામાં ફસાયેલા દર્દીને બચાવી નવું જીવન આપવાનું કામ કરતાં કરતા અનેક સેવા કર્મી ખુદ પણ કોરોનાગ્રસ્ત થયા પરંતુ પોતાની સારવાર કરાવ્યા બાદ ફરીથી તેઓ દર્દીની સારવારમાં ખડેપગે જોવા મળે છે. આવા કોરોના વોરિયર્સમાંથી જ એક છે વીરનગરના વતની અને રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા 27 વર્ષીય દ્રષ્ટિ મોણપરા. તેઓ અહીં નર્સ તરીકે ફરજ બચાવે છે. તેઓ અહીં છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવે છે. પરંતુ કોરોના કાળ શરુ થયા બાદથી તેઓ સતત ખડેપગે કોરોના વોર્ડમાં દર્દીની સારવાર કરે છે.

image source

ફરજ પર સતત ખડેપગે રહેનાર દ્રષ્ટિ પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમણે 7 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધી અને ત્યારબાદ 14 દિવસ ઘરે સારવાર લઈ સંપૂર્ણ સ્વસ્થ થયા. કોરોના વોર્ડમાં ફરજ બજાવતાં દ્રષ્ટિએ દર્દીઓની સારવાર દરમિયાન એક નવજાતની માતા બની તેને પણ સાચવ્યું હતું. તેઓ જ્યારે પીડિયાટ્રિક વિભાગમાં કાર્યરત હતા ત્યારે એક કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો. સદનસીબે તેના બાળકને કોરોના ન હતો. પરંતુ તેને માતાથી 15 દિવસ અલગ રાખવાનું હતું. આ સમયે દ્રષ્ટિ મોણપરાએ આ નવજાતને 15 દિવસ માતાનો પ્રેમ અને હુંફ આપી હતી.

image source

15 દિવસની સારવાર બાદ બાળકના માતા પણ કોરોના મુક્ત થયા અને ત્યારબાદ પોતાના સ્વસ્થ બાળક સાથે ઘરે પરત ફર્યા હતા. આ તકે તેમણે નર્સ દ્રષ્ટિ મોણપરાનો આભાર માન્યો હતો. આ રીતે જ આરોગ્યકર્મીઓ દર્દીઓની સેવા અને સારવાર કરતાં હોય છે એટલા માટે જ તો આજના આ કપરા કાળમાં કોરોના વોરિયર્સને લોકો સતત વખાણી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત