કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકો માટે આધાર બની અમદાવાદની આ સંસ્થા, જાણો આ વિશે તમામ માહિતી

અમદાવાદ : કોરોનાના કારણે કોઈ બાળકો નિરાધાર બન્યા હોય તો આ સંસ્થાનો સંપર્ક કરો

આ કપરી સ્થિતિમાં કોઈનો આશરો અને મદદરૂપ થવું જ માનવસેવા છે. જેથી ચાઈલ્ડ કેરે બાળકોને આશરો અપાવવા આ ઝુંબેશ શરૂ કરી છે. કોરોનાનો આ કપરો કાળા અનેક લોકોને નિરાધાર બનાવી ગયો છે. કોરોનાની મહામારીમાં અનેક પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા હશે. કોઈએ એકનો એક દિકરો ગુમાવ્યો. તો કોઈએ મા-બાપની છત્રછાયા.

image source

તેમાં પણ અનેક બાળકો એવા છે જેમની આગળ પાછળ કોઈ નથી બચ્યું. ત્યારે આ બાળકોનો આધાર હવે ચાઈલ્ડ કેર બન્યું છે. અમદાવાદના ચાઈલ્ડ કેર દ્વારા હવે મહાઝૂંબેશ શરૂ કરાઈ છે. જેમાં નિરાધાર બાળકોનો ડેટા મેળવીને તેમને મદદ કરવામાં આવી રહી છે. ત્યારે કેવી રીતે ચાઈલ્ડ કેર નિરાધાર બાળકો માટે બની રહ્યું છે. કોરોનાની મહામારીમાં અનેક પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા. પત્નીએ પતિ તો પતિએ પત્ની અને સંતાનોએ માં બાપ ગુમાવ્યાં. આ કપરી સ્થિતિમાં દયનિય હાલત તો બાળકોની થઈ છે. જે નિરાધાર બન્યા છે.

કોરોનાના કહેરમાં માતા પિતાને ગુમાવનાર બાળકોના વ્હારે હવે ચાઈલ્ડ કેર આવ્યું છે. જેમણે ગુજરાતના નિરાધાર બાળકોના આંકડા મેળવ્યા છે. માતા-પિતા ગુમાવનાર સંતાનને કોઈ વ્યક્તિ જો મદદરૂપ થયું હોય તો તેને પાલક માતા-પિતાની યોજનાનો લાભ આપવામાં આવે છે. અથવા તો બાળકોને ચાઈલ્ડ હોમમાં લઇ જઇને તેમનો ઉછેર કરવામાં આવે છે. સરકાર અને ચાઈલ્ડ કેરના આ અભિયાનથી બાળકોને નવું જીવનદાન મળશે.

image source

ગુજરાતમાં 5 જેટલા નિરાધાર બાળકોનો આંકડો સામે આવ્યો છે. જેમને પાડોશીઓ કે સંબંધીઓ તેમનું પાલનપોષણ કરે છે. જ્યારે કેટલા પરિવારમાં ઘરનો મોભીને જ કોરોનાનું કહેર બની ગયો છે. જેના કારણે ગૃહણી અને તેના સંતાન નિરાધાર અને આર્થિક મુશ્કેલીઓમાં મુકાયા છે. તેમને જમવાની પણ સગવડ ન મળતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પરિવારો માટે રાસન કીટ અને અન્ય યોજનાનો લાભ આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કપરી સ્થિતિમાં કોઈનો આશરો અને મદદરૂપ થવું જ માનવસેવા છે.

જેથી ચાઈલ્ડ કેરે બાળકોને શરો અપાવવા આ ઝુંબેશ શરૂ કરી છે અને લોકોને આવા બાળકોની માહિતી આપવા માટેની પણ અપીલ કરી છે. આ અહેવાલ દ્વારા અમે પણ રાજ્યના તમામ લોકોને અપીલ કરીએ છીએ કે, જો આપની જનરોમાં કોઈ આવા સંતાન હોય કે, જેમણે કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોય તો ચાઈલ્ડ કેરનો સંપર્ક ચોક્કસ પણે કરવો. લોકોને આવા બાળકોની માહિતી આપવા માટે ચાઈલ્ડ લાઈન હેલ્પલાઇન નંબર 1098 પર સંપર્ક સાધવાની પણ અપીલ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!