માયાભાઈ આહિરનો દીકરો બોલિવૂડ એક્ટરને પણ ફિક્કાં પાડે એવી લાઈફ જીવે છે, જાણો મોંઘેરા શોખ અને ગાડીઓ વિશે

લોક સાહિત્યકારોને આપણે મોટાભાગે ડાયરામાં જોતા હોઇએ છીએ.. તેમની ભાષા અને છટાથી લોકોને મંત્ર મુગ્ધ કરી દેતા હોય છે.. પરંતુ આજે અમે તમને એક એવા લોક સાહિત્યકારના દીકરા અંગે જણાવવા જઇ રહ્યા છીએ કે તેમણે સોશિયલ મીડિયા માં પોતાની એક નવી ઓળખાણ બનાવી છે અને પોતે એક મોટા પરિવાર માંથી આવે છે તો ચાલો આ વ્યક્તિ કોણ છે તેમના વિશે વધુ ચર્ચા કરી

માત્ર એકલું ગુજરાતમાં જ નહીં પણ આખી દુનિયા મા તેમની કલાકારી ના કિસ્સા છવાયા એવા દિગજ્જ કલાકાર માયાભાઈ આહિર ને કોણ નથી ઓળખતું આજે આખી દુનિયા માં તેમનો ડાયરો વખણાય છે પણ શું મિત્રો આપ જાણો છો કે તેમનો એક દીકરો પણ છે અને તે કોઈ બૉલીવુડ ના એકટર થી કમ નથી જી,હા દોસ્તો આપણે વાત કરી રહ્યા છે માયાભાઈ નો સન એટલે જયરાજ આટા આહીર. જે આજે બોલિવૂડના એક સ્ટાર જેવું જીવન જીવી રહ્યા છે તો ચાલો તેમના વિશે વધુ માહિતી મેળવીએ.

જયરાજ આટા આહીર બોરડા 22 મેં ના રોજ ભાવનગર માં જન્મ થયો હતો અને તે ત્યાં ના વતની પણ છે. જયરાજ આહીર બોરડા ના ઇંસ્ટાગ્રામ જયરાજ આહીર બોરડા નામ નું આઈડી છે અને તેમના દસ હજાર થી વધારે ફોલોઅર્સ છે અને તેમને હમણાંજ નવા ફોટો સાથે અપડેટ કરી હતી અને આટલી આલિશાન લાઈફ જીવે છે તેઓ ની પાસે કેટલીય લક્ઝરી કારો નું કલેક્શન છે જેમાં નવી નવી કાર સાથે તો ફોટો શૂટ કરાવે છે અને એક એકટર જેવું જીવન જીવે છે.

જયરાજ ના ફેસબુક ઉપર જયરાજ આહીર બોરડા નામ નું પેજ ઉપર 3.7 લાઈક છે અને તેઓ દરરોજ નવા નવા લુક માં અપડેટ આપતા હોય છે અને તને હમણાંજ તેમના પેજ ઉપર નવા ફોટોશૂટ કર્યું હતું અને તેમાં એક એકટર થી ઓછા નથી દેખાતા

જયરાજ પાસે humar H2 કાર છે જેની કિંમત 75 લાખ રૂપિયા છે એટલે એપ્રોક્સ 108,000 ડોલર છે.ઓડી Q3 જેની આશરે કિંમત 42 લાખ રૂપિયા છે એપ્રોક્સ 60,000 ડૉલર છે.બી એમ ડબ્લ્યુ X1 જેની કિંમત 40 લાખ છે એપ્રોક્સ 58,000 ડૉલર છે.

મર્સડીસ CLA 200 જેની કિંમત 31 લાખ છે એપ્રોક્સ 45,000 ડૉલર છે.ટોયોટા ફોરચુનર જેની કિંમત 35 લાખ છે એપ્રોક્સ 50,000 ડૉલર છે.ફોર્ડ એંડેએવોર જેની કિંમત 35 લાખ રૂપિયા છે એપ્રોક્સ 48,000 છે.આવી લક્ઝરી કાર નું કલેક્શન છે.

આહીર મુખ્યત્વે એક પ્રાચીન ભારતીય યદુવંશી ક્ષત્રિય જાતિ છે, જેમના સદસ્યો ને યાદવ સમુદાયના નામથી પણ ઓળખવામાં આવે છે તથા અહીર, યાદવ અને રાવ સાહબ કહેવામાં આવે છે કેમકે આ શબ્દો ને એક બીજાના પર્યાયવાચી મનાય છે. અત્યાર સુધી ની ખોજ અનુસાર અહીર, આભીર અથવા યદુવંશ નો ઇતિહાસ ભગવાન વિષ્ણુ, અત્રિ, ચંદ્ર, તારા, બુધ, ઈલા, પુરુરવા-ઉર્વશી ઇત્યાદિ થી સંબંધિત છે. ટોડની 36 રોયલ રેસ ની સૂચિમાં પણ આહીરો શામેલ છે.

આહીર એક પ્રાચીન લડાયક જાતિ છે, કે જે અભીરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે.ભારતની આહીર જાતિ પ્રાચીન કાળથી ભારત અને નેપાળના વિભિન્ન ભાગોના શાસનકર્તાઓ પૈકીની એક છે. અભીરાનો અર્થ નિડર થાય છે. શાક્યો, હૂણો અને સાયથિઅન્સ ૬૦૦૦ ઈ.પૂ. ના સમયમાં, આહીરો લડાયક યોદ્ધાઓ હતા.

એ પૈકીના કેટલાક ખેડુતો તેમ જ પશુપાલકો પણ હતા. આહીર જનજાતિના લોકો પરંપરાગત રીતે ગૌપાલક તેમ જ ગોવાળો છે. પવિત્ર ગાયો સાથેના આ સંબંધે એમને વિશેષ દરજ્જો આપ્યો છે.તેઓ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. આમ તો તેઓ પશ્ચિમ ગુજરાતના ક્ષેત્રમાં જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળમાં પણ જોવા મળે છે.

આહીરો ભારતના ધનગર જાતિની પેટા જ્ઞાતિ ગણાય છે.આહીર સમુદાય તરાઈમાં મોટી સંખ્યામાં મોજુદ છે, જે દક્ષિણ ભાગમાં આવે છે. આહીરોનો જાટ સાથે નજીકનો ગોત્ર સંબંધ જોવા મળે છે. તેઓનો શારિરીક બાંધો પણ એકસરખો જોવા મળે છે. આહીરોનો મુખ્ય તહેવાર દિવાળી અને જન્માષ્ટમી છે ભારત માં આશરે ૪ કરોડ આહીરો છે અને.તેમાં માયા ભાઈ ની વાત કરવા માં આવે તો સૌથી પ્રેમાંડ અને દયાળુ પણ છે અને તેની સાથે એક સારા કલાકાર પણ છે.

ગુજરાતમાં આહીરોની ઘણી વસ્તી છે.ગુજરાતમાં આહીરોની મુખ્ય પાંચ જાતિઓ છે પરથારિયા, પંચોળી, મચ્છોયા, બોરીચા અને સોરઠિયા.ભારતના ૧.૮ કરોડ આહીરોમાંના ૩ લાખ જેટલા આહીરો કચ્છમાં વસે છે.આ જાતિઓ મુખ્યત્વે ખેડૂતો છે જે એક સમયે દૂધ અને ઘી વેચતા હતાં પણ વરસાદની અનિયમિતતાને કારણે હવે તેમણે પોતાનો ધંધો ટ્રાંસપોર્ટ અને મીઠાનો વ્યવસાય અપનાવ્યો છે. તેમની માતૃભાષા ગુજરાતી છે.ગુજરાતના જાતિ કલ્યાણ વિભાગમાં આહીર નો સમાવેશ શેક્ષણિક રીતે અન્ય પછાત વર્ગોમાં થયો છે.

માયાભાઇ આહિર એટલે લોકસાહિત્ય ક્ષેત્રનું એક પ્રતિષ્ઠીત નામ.હાસ્યરસમાં તરબોળ કરી દે એવી એમની રમુજી વાણીને લીધે માયાભાઇ અત્યારે ગુજરાતીઓમાં ખાસ્સા લોકપ્રિય છે.કાઠિયાવાડી બોલી અને શૈલીમાં વહેતો તેમનો હાસ્યરસ દરેક શ્રોતાના ચહેરા પર મંદ સ્મિતની સાથે ખડખડાટ હાસ્ય લાવી શકવાને સમર્થ છે.આજે માયાભાઇ આહિર ગુજરાતના ટોપ ફેમસ જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્યકારની હરોળમાં બેસી શકે એવી પ્રબળ ક્ષમતા ધરાવે છે.

માયાભાઇ આહિરનો જન્મ ૧૬ મે,૧૯૭૨ના રોજ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના બોરડા ગામે થયેલો.તેમના પિતાનું નામ વીરાભાઇ હતું.લોકસાહિત્ય તેમને વારસામાં પણ મળેલું તેમ કહી શકાય. માયાભાઇ કહે છે કે, નવરાત્રિના દિવસોમાં તેમની ત્રણ પેઢી એકસાથે ગરબા રમેલી છે ! માયાભાઇ પોતે, એમના પિતાશ્રી વીરાભાઇ આહિર અને માયાભાઇના દાદાશ્રી. નાનપણમાં ગામડામાં જ તેમનું જીવન પાંગર્યું છે અને કાઠિયાવાડની માટીમાં જ ગાયો-ભેંસોની વચ્ચે તેમનું ઘડતર થયું છે. આજે તેઓ લોકડાયરાઓમાં ધૂમ મચાવે છે તેના પાયામાં તેમની જન્મભૂમિ પણ રહેલી છે.

માયાભાઇએ પ્રાથમિક ધોરણ અને પછી માધ્યમિકમાં મેટ્રીક અર્થાત્ ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે.મુળે લોકસાહિત્યના દાતાઓ અને પ્રવર્તકો ચારણો ગણાય છે પણ સરસ્વતીની કૃપા કોઇ જ્ઞાતિ જોઇને નથી ઉતરતી.અને એક વાત અહીં કહેવી કદાચ યોગ્ય લાગે છે – લોકો કવિ કાગ,મેરૂભા ગઢવી,હેમુ ગઢવી,ઇસરદાન,ભીખુદાન વગેરે જેવા શ્રેષ્ઠ લોકસાહિત્યકારો માટે અમુકવાર કહે છે કે,એ ચારણ છે માટે એમની જીભે માં સરસ્વતીનો વાસ હોય અને આથી તેઓ આવું બોલી શકે.વાત શત્ પ્રતિશત્ સાચી છે કારણ કે ચારણો જન્મજાત શારદાના ઉપાસકો રહ્યાં છે પણ એટલા માત્રથી તેઓ શ્રેષ્ઠ નથી.તેમની પોતાની પણ મહેનત છે!માંની કૃપાથી તેમણે પણ આ માટે અથાગ મહેનત કરી છે અને માટે તેઓ આ હરોળમાં ઊભી શક્યા છે.સફળતા પરીશ્રમ વિના નથી આવતી.

માયાભાઇ આહિરે તેમનો પ્રથમ લોકડાયરાનો કાર્યક્રમ મહુવામાં કર્યો હતો.લોકોને તેમની અનેરી હાસ્યશૈલી પસંદ પડવા લાગી.અને ત્યાર બાદ બીજો કાર્યક્રમ ભાવનગર ખાતે કર્યો.જે પછી માયાભાઇની પ્રસિધ્ધી વધવા માંડી.ગુજરાત અને ગુજરાત બહાર પણ તેમના પ્રોગામો થવા લાગ્યા.લોકજીવનમાં થતા પ્રસંગોમાંથી ઉત્પન્ન થતી રમુજને માયાભાઇ સારી રીતે પકડી જાણે છે.

જયરાજ પણ કેટલાય ડાયરા માં ઉપસ્થિત રહે છે અને હમણાંજ થોડા સમય પહેલાં કિંજલ દવે ના ડાયરા માં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના ઉપર પૈસા થી વરસ્યા હતા અને તેમને ડાયરની મોજ પણ લીધી હતી.