લગ્નની બીજી એનિવર્સરી ઉજવવા મિલિંદ સોમને કર્યુ આ મહેનતનું કામ
અભિનેતા મિલિંદ સોમન અને તેની પત્ની અંકિતા કુંવર હંમેશા પોતાની ફિટનેસને લઈ ચર્ચામાં રહે છે. 22 એપ્રિલ 2018ના રોજ તેમણે લગ્ન કર્યા હતા. આ વર્ષે તેમણે તેમની બીજી એનિવર્સરી ઉજવી હતી. જો કે આ ઉજવણી તો થઈ ગઈ પરંતુ ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા છે.
સામાન્ય રીતે પતિ પોતાની પત્નીને એનિવર્સરી પર ગિફ્ટ આપે છે પરંતુ મિલિંદે તો કંઈક અલગ જ કર્યું છે જેના કારણે તે ચર્ચામાં છે. વેડિંગ એનિવર્સરી ઉજવવા માટે મિલિંદએ અંકિતા સાથે 130 મિનિટમાં 300 માળની ચડ-ઉતર કરી હતી. મિલિંદએ લખ્યું છે કે અંકિતા સાથે લગ્નના ત્રીજા વર્ષની શરુઆતની ઉજવણી કરવા માટે 300 માળની ચઢાઈ 130 મિનિટમાં કરી.
તેણે આગળ લખ્યું છે કે, આગળના એજન્ડામાં પ્લાન છે. જ્યારે લોકડાઉન પૂર્ણ થશે ત્યારે શું કરશું ? દુનિયા બદલી ગઈ છે અમે સ્વીકારીએ છીએ પરંતુ શું ? શું એક પ્લાન શક્ય છે ? કદાચ થોડા પ્લાનની જરૂર પડશે. જે અલગ અલગ સ્થિતિ અનુસાર હશે.
આ પોસ્ટ ઉપરાંત મિલિંદે એક ફોટો શેર કર્યો છે જેમાં એક અનસીન ફોટો છે. તેણે ઈંસ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરમાં લખ્યું છે કે, “તારી સ્માઈલથી મારો દિવસ ચમકી જાય છે. આ સ્માઈલ હંમેશા જળવાઈ રહે તે માટે મારાથી શક્ય તમામ પ્રયત્ન કરીશ. આજે ખુશહાલ જીવનના 2 વર્ષ પુરા થયા છે. આ દિવસની શુભકામના અંકિતા…. 6 વર્ષમાં આ એક જ એવો દિવસ છે જે મને યાદ છે જ્યારે તું મારાથી પહેલા તૈયાર થઈ ગઈ હતી.”
ઉલ્લેખનીય છે કે મિલિંદ અને અંકિતાના લગ્ન ચર્ચાનો વિષય હતા. કારણ કે 53 વર્ષના મિલિંદએ 27 વર્ષની યુવતી અંકિતા સાથે લગ્ન કર્યા હતા. બંનેની જોડી અનેકવાર ચર્ચામાં રહી છે. અંકિતા અને મિલિંદ લગ્ન પહેલા એકબીજા સાથે રિલેશનશીપમાં પણ હતા. બંનેએ એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા છે. અંકિતા પહેલા મિલિંદએ ફ્રેંચ એક્ટ્રેસ મેલિન જંપાનોઈ સાથે લગ્ન કર્યા હતા જે માત્ર 3 વર્ષ ચાલ્યા. ત્યાર બાદ બંનેએ અલગ થવાનું નક્કી કર્યું અને મિલિંદના જીવનમાં અંકિતાએ એન્ટ્રી કરી.