લોકડાઉનમાં દૂધવાળાએ આ રીતે દૂધ લેતાં લોકો સાથે રાખ્યું સોશિયલ ડિસ્ટંન્સ, લોકો કરી રહ્યા છે બેમોઢે વખાણ
કોરોના વાયરસના કારણે દેશભરમાં તા. 17 મે સુધી લોકડાઉન ચાલી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન લોકોને એકબીજાથી સામાજિક અંતર જાળવવાના સુચન સરકાર આપી રહી છે.

જેના પગલે દેશભરના શહેરોમાં ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ ચાલુ રહે તેટલી જ દુકાનો ખુલી છે. પરંતુ તાજેતરમાં સામાજિક અંતર જાળવી અને કોરોનાના સંક્રમણથી બચવા માટે એક દૂધવાળાએ કરેલો જુગાડ ચર્ચામાં છે. આ દૂધવાળાએ જે કામ કર્યું છે તેનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યા છે.
In the land of lockdown & social distancing. Local ingenuity at best. pic.twitter.com/aRzLY8hNpF
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 7, 2020
આ વાયરલ ફોટો અને વીડિયોમાં જોવા મળે છે કે એક દૂધ વેચનાર બાઇક પર દૂધના કેન રાખી ઘરે ઘરે દૂધ વેચી રહ્યો છે. આ વ્યક્તિએ તેના ચહેરા પર એક માસ્ક પહેર્યું છે. પરંતુ આ વ્યક્તિની દૂધ આપવાની રીતે ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. કારણ એ છે કે આ વ્યક્તિએ જે સામાજિક અંતરનું પાલન થાય તે માટે દૂધ આપવાની ખાસ વ્યવસ્થા બાઈકમાં કરાવી છે.
— कोसी का घटवार (@imsuddubabu) May 7, 2020
આ વ્યક્તિ સામાજિક અંતરને ધ્યાનમાં રાખી લોકો દૂધ લેવા તેની નજીક ન આવે તે માટે દૂધને કેનમાંથી કાઢી સીધું તપેલીમાં આપતો નથી. પરંતુ એક પાઈપ વડે લોકો સુધી દૂધ પહોંચાડે છે. આ વ્યક્તિએ બાઈકમાં એક ગરણી અને પાઈપ સેટ કર્યા છે જેમાં તે એક છેડેથી દૂધ રેડે છે અને બીજા છેડેથી દૂર ઊભા રહેલા લોકો તેમાંથી આવતું દૂધ પોતાના વાસણમાં લઈ લે છે.
In the land of lockdown & social distancing. Local ingenuity at best. pic.twitter.com/aRzLY8hNpF
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 7, 2020
તમને જણાવી દઈએ કે આ ફોટો અને વીડિયો ટ્વિટર પર જોરદાર વાયરલ થયા છે. લોકો તેને શેર કરી તેના પર અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરતા જોવા મળે છે.
આ પોસ્ટ ફોરેસ્ટ ઓફિસર પ્રવિણ કસવાને તેના ટ્વિટર પરથી શેર કરી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ લોકડાઉન અને સામાજિક અંતરના પાલન વચ્ચે આ સ્થાનિક વ્યક્તિનો જુગાડ જોવા લાયક છે ‘. ત્યારબાદથી આ પોસ્ટ પર અઢળક કોમેન્ટ આવી ચુકી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત