18 ઓક્ટોબર સુધી મિથુન સહિત આ 4 રાશિઓનું ચમકતું રહેશે ભાગ્ય, જે કામ કરશે તેમાં થશે સફળ

વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક, સંવાદ, ચતુરાઈ વગેરેનો કારક માનવામાં આવે છે, તે સૂર્યની સૌથી નજીક છે. બુધ ગ્રહને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. બુધ ગ્રહે ઉલટી ચાલ ચલવાનું શરુ કર્યું છે. તુલા રાશિમાં 22 સપ્ટેમ્બરે બુધએ પ્રવેશ કર્યો હતો, હવે આ જ રાશિમાં 27 સપ્ટેમ્બરથી બધુ વક્રી થયો છે. બુધ ગ્રહ 27 મી સપ્ટેમ્બરે સવારે 10:40 વાગ્યે તુલા રાશિમાં વક્રી થયો છે. સ્વાભાવિક છે કે બુધની આ વક્રી ચાલ તમામ 12 રાશિ પર અસર કરશે. પરંતુ 12માંથી 4 રાશિ એવી છે જેને બુધની આ વક્રી ચાલથી ખૂબ જ લાભ થશે.

image soucre

બુધના વક્રી થવાથી જે રાશિને લાભ થવાનો છે તેમાં મિથુન, કન્યા, ધન અને કુંભ રાશિનો સમાવેશ થાય છે. આ ચાર રાશિના જાતકો માટે ઓક્ટોબર સુધીનો સમય ખુબ જ સારો રહેશે. તેમને કેવા કેવા લાભ થશે ચાલો તે પણ જાણીએ વિગતવાર

સૌથી પહેલા વાત મિથુન રાશિના જાતકોની તો બુધ ગ્રહના વક્રી થવાથી આ રાશિના જાતકોને સંતાન સુખ સારું મળશે. તેમને સંતાન તરફથી સારા સમાચાર મળશે. બુધ જે ઘરમાં ગોચર કરશે તે ઘર પ્રેમ, રોમાન્સનું માનવામાં આવે છે. તેથી આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકોને કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ કરવાની તક મળશે. તેઓ જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે.

બુધના વક્રી થવાથી જેને લાભ થવાનો છે તેવી બીજી રાશિ છે કન્યા. આ રાશિમાં બુધ બીજા સ્થાને વક્રી થશે. આ સ્થાન પરિવાર અને વાણીનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ સમય દરમિયાન તેમના અધિકારીઓ સાથેના સંબંધો સારા રહેશે. આ રાશિના જાતકોને કારર્કિદીમાં નવી તક મળશે. જીવનસાથી સાથે સુમેળ રાખવો પણ ખૂબ જ જરૂરી છે.

ધન રાશિના 11માં ઘરમાં બુધ વક્રી થયો છે. જેના કારણે આ સમય દરમિયાન કાર્યસ્થળે જાતકોની પ્રશંસા થશે. આ રાશિના જાતકોને તેમના જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. યાત્રાના પણ યોગ જણાય છે.

બુધથી જેને લાભ થવાનો છે તેવી ચોથી રાશિ છે કુંભ. આ રાશિના નવમા સ્થાનમાં બુધ ગોચર કરશે. આ સ્થાન ભાગ્ય અને ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોનું નસીબ તેમને સાથ આપશે. આ રાશિના જાતકો શિક્ષણ ક્ષેત્રે વધુ સારું કામ કરશે. જો કે આ રાશિના જાતકોએ જીવનસાથી સાથે મતભેદ ટાળવા જોઈએ.