વાહ શું વાત છે ? આ યુવાને બનાવ્યું હવાને સ્વચ્છ કરી શકાય તેવું મશીન

કહેવાય છે કે પ્રતિભા કોઈની મોહતાજ નથી હોતી. એ જ્યાં પણ હોય છે ત્યા પોતાનો પ્રકાશ ફેલાવી ને જ રહે છે. આવું જ કંઈક થયું છે મધ્યપ્રદેશના કટની જિલ્લાના મઝગંવા ગામે રહેતા સુનિલ કુશવાહા સાથે. સુનિલ કુશવાહાએ કોઠાસૂઝ નો ઉપયોગ કરીને વાયુ પ્રદૂષણને ઓછું કરવાનું મશીન શોધી કાઢ્યું છે. જેની ચર્ચા સ્થાનિક સ્તરે ખૂબ થઈ રહી છે. કટની જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ મઝગંવા ગામમાં રહેતા ખેડૂત પુત્ર સુનિલ કુશવાહાએ વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટેનું મશીન બનાવવામાં સફળતા મેળવી છે.

સરકારે જણાવ્યું, મશીન ની ડિઝાઇન અમારી સાથે શેઅર કરવામાં આવે

ઉલ્લેખનીય છે કે સુનિલ વ્યવસાય મિકેનિકલ એન્જિનિયર છે. આ મશીન દ્વારા વાયુ પ્રદૂષણ ને 95 ટકા સુધી ઓછું કરી શકાય છે. ખાસ વાત તો એ છે કે આ મશીન ને કારણે વાતાવરણમાં રહેલ ઓઝોન વાયુના સ્તરને કોઈ નુકસાન નથી થતું. સુનિલ ની આ શોધખોળ બદલ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રશંસા કરીને સુનિલને પત્ર પાઠવી મશીન ની ડિઝાઇન સાથે cpcb ને વિસ્તૃત રિપોર્ટ આપવાનો આગ્રહ કર્યો હતો.

મશીનથી ગંદી હવાને કુદરતી હવામાં બદલી શકાશે

સુનિલ કુશવાહા ના દાવા અનુસાર આ મશીનમાં પ્રકાશ સંશ્લેષણ ની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં દૂષિત હવાને નેચરલ હવામા પરિવર્તિત કરી શકાય છે. મશીન દ્વારા વાયુ પ્રદૂષણને 90 થી 95 ટકા સુધી ઓછું કરી શકાય છે. આ મશીન થોડા કલાકોમાં જ પાંચ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલા જમીન પ્રદૂષણ ને સાફ કરી શકે છે. મશીનમાં લગાવવામાં આવેલા 9 પ્રકારના ફિલ્ટરો દ્વારા મશીન અંદર અને બહાર બંને તરફથી પ્રદૂષણને સ્વચ્છ કરે છે. મશીનમાં લગાવવામાં આવેલ ફિલ્ટર સંપૂર્ણ રીતે પ્રકાશ સંશ્લેષણની ટેકનિક પર આધારિત છે.

જે રીતે વૃક્ષો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ને અવશોશીત કરીને ઓક્સિજન વાયુ છોડે છે. તે રીતે મશીનમાં લગાવવામાં આવેલ ફિલ્ટર બારીમ કણોને ફિલ્ટર કરીને ખરાબ હવાને કુદરતી હવા માં પરિવર્તિત કરે છે.

મોબાઇલ અને કોમ્પ્યુટર દ્વારા પણ સંચાલિત કરી શકાશે આ મશીન

સુનિલ કુશવાહાએ જેવો મશીન તૈયાર કર્યું છે તેમાં ઓનલાઇન નેટવર્કિંગ સિસ્ટમ લગાવેલી છે. જેના દ્વારા મશીનની ગમે ત્યારે અને ગમે ત્યાંથી ચાલુ તથા બંધ કરી શકાય છે. આ મશીન મોબાઇલ અને કોમ્પ્યુટર દ્વારા પણ સંચાલિત થઈ શકશે. આ મશીનમાં એક ચીમની પણ લગાવવામાં આવી છે. મશીનમાં પ્રદૂષણનું મિસ્ટર તપાસવા માટે એર ક્વોલિટી મીટર અને વોલ્ટેજ મીટર પણ લગાવવામાં આવેલું છે. મશીન પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટર સ્ક્રીન સિસ્ટમ, સોલર એનર્જી સિસ્ટમ પણ લગાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે સુનિલ કુશવાહાએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના ગામમાં જ કર્યો હતો. અને ત્યારબાદ સેકન્ડરી એજ્યુકેશન નો અભ્યાસ કટની જીલ્લામાં આવેલ એક ખાનગી સ્કૂલમાં કર્યો હતો. ત્યાર બાદ મિકેનિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ જબલપુર મા પૂરો કર્યો હતો.