બેઝિક સેલેરીને લઈને મોદી સરકાર જલ્દી લાવી શકે છે નવો નિયમ, જાણો શું આવશે મોટા ફેરફાર

1લી ઓક્ટોબરથી પ્રાઇવેટ અને સરકારી સેક્ટરના કર્મચારીઓ માટે એક મોટી સારી ખબર આવવાની છે. વાત જાણે એમ છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોદી સરકાર 1લી જુલાઈથી લેબર કોડના નિયમોને લાગુ કરવા માંગતી હતી પણ રાજ્ય સરકાર તૈયાર નહોતી જેના કારણે હવે 1લી ઓકટોબરથી આ નિયમો લાગુ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જો 1લી ઓક્ટોબરથી લેબર કોડના નિયમો લાગુ કરવામાં આવે છે તો કર્મચારીઓની બેઝિક સેલેરી 15000 રૂપિયાથી વધીને 21000 રૂપિયા થઈ શકે છે.

જાણી લો ક્યાં નિયમોમાં થશે પરિવર્તન.

image source

નવા ડ્રાફ્ટ રુલ અનુસાર મૂળ વેતન કુલ વેતનના 50% કે પછી એ થી વધુ હોવું જોઈએ. એનાથી મોટાભાગના કર્મચારીઓના સેલેરી સ્ટ્રક્ચરમાં પરિવર્તન થશે. બેઝિક સેલરી વધવાથી પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટી માટે કપાતા પૈસા પણ વધી જશે કારણ કે એમાં જમા થતા પૈસા બેઝિક સેલેરીના આધારે હોય છે.

આ છે યુનિયનની માંગણી.

જો આવું થાય છે તો તમારા ઘરે આવતી સેલરી ઘટી જશે પણ રિટાયરમેન્ટ વખતે મળતા પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટીના પૈસા વધી જશે. લેબર યુનિયનની માંગ હતી કે મિનિમમ બેઝિક સેલરીને વધારીને 21000 રૂપિયા કરવામાં આવે જેથી પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટીમાં પૈસા કપાયા પછી પણ ટેક હોમ સેલરી ઓછી ન થાય

image source

રિટાયરમેન્ટ વખતે મળતા પૈસા વધી જશે.

ગેચ્યુઇટી અને પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન વધવાથી રિટાયરમેન્ટ પછી મળતી રકમમાં ફાયદો થશે. પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટી વધવાથી કંપનીઓની લાગતમાં પણ વૃદ્ધિ થશે. કારણ કે એમને પણ કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડમાં વધુ યોગદાન આપવું પડશે. આ બધી વસ્તુઓ કંપનીઓની બેલેન્સ સહિત પર પણ પ્રભાવિત થશે.

1લી ઓક્ટોબરથી બદલાશે સેલરીથી જોડાયેલા મહત્વના નિયમ

image source

સરકાર નવા લેબર કોડમાં નિયમોને 1 એપ્રિલ 2021ના રોજ લાગુ કરવા માંગતી હતી પણ રાજ્યોની તૈયારી ન હોવાને કારણે અને કંપનીઓની એચઆર પોલિસી બદલવા માટે વધુ સમય આપવાના કારણે એને મોકૂફ રાખી દેવામાં આવ્યું હતું. લેબર મિનિસ્ટ્રી અનુસાર સરકાર લેબર કોડના નિયમોને 1 જુલાઈથી નોટિફાઈ કરવા માંગતા હતા પણ રાજ્યોએ આ નિયમોને લાગુ કરવા માટે હજી વધુ સમય માંગ્યો જેના કારણે આ નિયમોને 1 ઓક્ટોબર 2021 સુધી મોકૂફ કરી દેવામાં આવ્યા છે.

સંસદમાં ઓગસ્ટ 2019માં ત્રણ લેબર કોડ ઈંડસ્ટ્રીયલ રિલેશન, કામની સુરક્ષા, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન અન સોશિયલ સિક્યોરિટી સાથે જોડાયેલા નિયમમાં ફેરફાર કર્યો હતો. આ નિયમ સપ્ટેમ્બર 2020થી લાગૂ થયા છે.