બાપુએ કહી એ રકમ કરતા ત્રણ ગણા રૂપિયા ભક્તોએ રામ મંદિર માટે કર્યા એકત્ર…

અયોધ્યા ખાતે આગામી 5 ઓગસ્ટના રોજ આ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન થવાનું છે. ભૂમિ પૂજન માં દેશના વડાપ્રધાન સહિત સાધુ-સંતો જોડાશે. વર્ષોથી જે દિવસની રાહ જોવાઈ રહી હતી તે દિવસ હવે ગણતરીની કલાકોમાં જ આવી જશે.

image source

લોકો સાક્ષી બનશે ભવ્ય રામમંદિરના નિર્માણના. તેવામાં આ નિર્માણ કાર્યોમાં ફૂલ નહીં પણ ફૂલની પાંખડી આપવાનો નિર્ધાર સૌરાષ્ટ્રના મોરારીબાપુ જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે તેમણે કર્યો હતો.

image source

મોરારીબાપુએ રામ મંદિર માટે 5 લાખનું દાન કરી અને એવું કહ્યું હતું કે તે ભક્તો તરફથી એકત્ર કરી વધુ 5 કરોડ રૂપિયા રામ મંદિરના નિર્માણ કાર્ય અર્થે મોકલશે. આ વાત તેમણે તલગાજરડા ખાતેથી ચાલતી ઓનલાઇન કથા દરમિયાન કહી હતી.

આ વાત કહેવાની સાથે જ રામ મંદિર માટે દાનની રકમ એકત્ર થવા લાગી અને ગણતરીના જ દિવસોમાં પાંચ કરોડને બદલે 16 કરોડનુ દાન એકત્ર થઈ ગયું.

image source

મોરારી બાપુએ તેમની કથા દરમિયાન કહ્યું હતું કે તે તુલસી પત્ર રૂપે ભગવાનના ચરણમાં પાંચ લાખ અર્પણ કરે છે અને શ્રોતા તરફથી પણ જે કંઈ આવશે તે બધું જ એકત્ર કરી પાંચ કરોડ રૂપિયા રામ મંદિર માટે મોકલશે.

image source

તેવામાં મોરારીબાપુ નુ વચન અમૂલ્ય છે તે વાત સાબિત કરી તેમના શ્રોતાઓએ 16 કરોડની માતબર રકમ ગણતરીના જ દિવસોમાં એકત્ર કરી દીધી. જેમાં અમેરિકા, કેનેડા યુકે અને યુરોપથી પણ લોકોએ દાન કર્યું છે.

image source

આ અંગે જાણવા મળ્યું છે કે 3.51 કરોડ અમેરિકા અને કેનેડાથી જ્યારે 2.80 કરોડ યુકે અને યુરોપથી દાનમાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત