મૌની રોયનો એક નવો જ વીડિયો વાયુવેગે વાયરલ, જાહેરમાં જ આઈસ્ક્રીમ વાળા પર થઈ ગઈ ગુસ્સે અને…

હંમેશા પોતાના સોશિયલ મીડિયાના કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી મૌની રોય તેના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ટીવીથી લઈને બોલિવૂડ સુધી ઓળખ બનાવનારી મૌની રોય આજકાલ સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલમાં મૌની રોયનો એક વીડિયો ખુબ ચર્ચામાં આવ્યો છે અને લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે જેમાં તે આઈસ્ક્રીમ વાળા સામે ગુસ્સો કરી રહી છે. તે ખુબ મહેનત કરીનેર આઈસ્ક્રીમ ખાવાનો પ્રયત્ન કરે છે.

image source

એ જ રીતે હવે મૌની રોયનો આ વીડિયો તેના ફેનપેજ દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. મૌની રોયના આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે શખ્સ આઈસ્ક્રીમ માટે મૌનીને ચીડવે છે, ત્યારે મૌની રોય પણ આઇસક્રીમની આતુરતાથી રાહ જોઈ રહી છે. આટલું જ નહીં, આઇસક્રીમની રાહ જોતી વખતે મૌની રોય લાકડી પર આખી આઇસક્રીમ ખાવાનો પ્રયત્ન પણ કરે છે. પણ જ્યારે વ્યક્તિ આઇસક્રીમ માટે મૌનીને વધુ સતાવવાનું શરૂ કરે છે, ત્યારે તે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે મારે હવે નથી જોઈતી. પરંતુ આઈસ્ક્રીમ મળ્યા પછી તરત જ મૌની રોયના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.

image source

મૌની રોયના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો હાલમાં જ તેની વેબ સિરીઝ ‘લંડન કોન્ફિડેંશિયલ’ રિલીઝ થઈ છે, જેમાં તેનું કામ પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. મૌની રોય સ્ટારર આ વેબ સિરીઝ ગુના અને રોમાંચથી ભરેલી છે. અભિનેત્રીની બોલિવૂડ કારકિર્દીની વાત કરીએ તો તેણે અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો. અભિનેત્રી મેડ ઇન ચાઇના ફિલ્મમાં પણ જોવા મળી હતી, જેમાં તેણે અભિનેતા રાજકુમાર રાવ સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. મૌની રોય રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં પણ જોવા મળશે.

image source

હાલમાં મૌનીએ એક ફિલ્ટર યુઝ કરીને વીડિયો બનાવીને શૅર કર્યો હતો, તેમાં મૌનીની રિંગ ફિંગરમાં રિંગ જોવા મળી હતી. ફેન્સને એવુ લાગ્યું કે મૌનીએ લંડનમાં ચોરી છૂપીથી સગાઇ કરી લીધી છે. ફેન્સ સમજી રહ્યાં છે કે મૌનીએ લંડનમાં ચૂપકે સે સગાઇ કરી લીધી છે.

સગાઈની ચર્ચા

આ પહેલાં એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં મૌની રોય પોતાની આંગળીને ફ્લોન્ટ કરી રહી હતી. તેમની સગાઇ થઇ છે કે નહી તે તો માત્ર મૌની જ કહી શકે તેમ છે. સિરીયલ દેવો કે દેવ મહાદેવના કો સ્ટાર મોહિત રેનાને ડેટ કરી રહી છે તેવા અહેવાલો પણ આવ્યા હતા. તે સિવાય પણ બ્રહ્માસ્ત્રના ડિરેક્ટર અયાન મુખર્જી સાથે અફેરમાં છે તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે. વીડિયોમાં મૌની રોય પોતાની આંગળીને ફ્લોન્ટ કરી રહી હતી. તેમની સગાઇ થઇ છે કે નહી તે તો માત્ર મૌની જ કહી શકે તેમ છે. સિરીયલ દેવો કે દેવ મહાદેવના કો સ્ટાર મોહિત રેનાને ડેટ કરી રહી છે તેવા અહેવાલો પણ આવ્યા હતા. તે સિવાય પણ બ્રહ્માસ્ત્રના ડિરેક્ટર અયાન મુખર્જી સાથે અફેરમાં છે તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત