ભારતીય મૂળના માલા અડિગા બનશે ફર્સ્ડ લેડી જિલ બાઇડનના પોલિસી એડવાઇઝર, આ પહેલાં ઓબામાની ટીમમાં પણ હતા સામેલ

ભારતીય મૂળના માલા અડિગા બનશે ફર્સ્ડ લેડી જિલ બાઇડનના પોલેસી એડવાઇઝર – આ પહેલાં ઓબામાની ટીમમાં પણ હતા

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં લાખો ભારતીયો પેઢીઓથી વસે છે. અને તેઓ ધીમે ધીમે અમેરિકન સરકારમાં પણ પોતાના પગ જમાવી રહ્યા છે. બાઇડન રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઈ આવતાં જ ભારતીય મૂળના મહિલા પ્રથમવાર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. અને તાજેતરમાં જે માહિતી મળી છે તેના આધારે ભારતીય મૂળના અમેરિકન માલા અડિગાને રાષ્ટ્રપતિ બાઇડનના પત્ની એટલે કે ફર્સ્ડ લેડી ઓફ અમેરિકા જિલ બાઇડનના પેલીસી ડાઇરેક્ટર બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે માલા આખીએ ચુંટણી દરમિયાન બાઇડન તેમજ કમલા હેરિસનની સાથે જ હતા. તેમણે ચુંટણી દરમિયાન બાઇડનના કેમ્પેન પોલિસી એડવાઈઝર તીરેક ખૂબ જ નિપૂણ રીતે કામ કર્યું હતું.

માલા એક નિષ્ણાત એકેડેમિક સ્ટ્રેટેજિસ્ટ છે. બાઈડન પહેલા માલા ઓબામાના બીજા કાર્યકાળમાં એડવાઈઝર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

image source

માલાની મહત્ત્વની ભૂમિકા રહેશે

તમને જણાવી દઈએ કે પ્રેસિડેન્ટની શપથ લેવા જઈ રહેલા જો બાઇડનના પત્ની જીલ બાઇડન ફર્સ્ટ લેડી બન્યા બાદ પણ પોતાની પ્રોફેસર તરીકેની કામગીરી ચાલુ જ રાખશે. એટલે કે તેઓ પોતાની નોકરી ચાલુ જ રાખશે. અને માટે જ માલાની જવાબદારી સામાન્ય કરતાં વધારે રહેશે. કારણ કે જિલ બાઇડને પ્રોફેસરની જવાબદારી સાથે સાથે ફર્સ્ટ લેડી તરીકેની જવાબદારીઓ પણ નિભાવવાની રહેશે. માલા પહેલેથી જ બાઇડન પરિવાર સાથે સંબંધો ધરાવે છે. તેઓ પહેલેથી જ બાઇડન ફાઉન્ડેશનમાં હાયર એજ્યુકેશન અને મિલિટ્રી ફેમિલી વિંગના ડિરેક્ટર તરીકે પર કામ કરી રહ્યા છે. પણ હવે જ્યારે તેઓ આ નવું પદ સંભાળશે ત્યારે તેમણે ફાઉન્ડેશનના પદ પરથી રાજીનામું આપવું પડશે. કારણ કે નિયમ પ્રમાણે જિલ બાઇડનના ટિમનો ભાગ બન્યા બાદ તેમણે ફેડરલ એડમિનિસ્ટ્રેશનથી દૂર થવું પડશે.

image source

ઓબામાની પ્રેસિડેન્સી દરમિયાન પણ વ્હાઇટ હાઉસમાં ફરજ બજાવી

તમને જણાવી દઈએ કે માલા અગાઉ ઓબામાના રાષ્ટ્રપતિ કાળ દરમિયાન 2008માં એડમિનિસ્ટ્રેશનમાં રહી ચુક્યા છે. તે વખતે તેઓ એજ્યુકેશન સેક્રેટરી તરીકે કામ કરતા હતા. આ સિવાય તેમણે સ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે કે વિદેશ વિભાગની પણ જવાબદારીઓ સંભાળી હતી. તેમણે મહિલાઓ સાથે જોડાયેલા વૈશ્વિક મામલાઓ માટે બનેલી કમિટીમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

image source

માલા અડિગા ઘણો બધો અનુભવ ધરાવે છે તેઓ આ પહેલાં નેશનલ સિક્યુરિટીમાં હ્યુમન રાઇટ્સ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કરી ચૂક્યા છે. માલા અમેરિકાના ઇલિનોઇસમાં રહે છે તેમણે પોતાનો પબ્લિક હેલ્થનો અભ્યાસ મિનેસોટા કોલેજથી કર્યો છે જ્યારે શિકાગોની લો સ્કૂલમાંથી તેમણે હ્યુમન રાઇટ્સનો અભ્યાસ કર્યો છે.

image source

હજુપણ કેટલાક પદો પર નિમણૂક ચાલી રહી છે

હાલ બાઇડનની ટ્રાન્ઝિશન ટીમ બીજી કેટલીક નિમણૂકો પર કામ કરી રહી છે અને ટૂંકમાં જ તેની જાહેરાત કરશે. આવનારા સોમવાર – મંગળવારે તેઓ નવી નીમણૂકની ઘોષણા કરી શકે છે. અને એવી પણ શક્યતા છે કે બીજી નીમણૂકોમાં પણ ભારતીય મૂલના અધિકારીઓનો સમાવેશ થઈ શકે છે. બની શકે કે ભારતીય મૂળના ડો. વિવેક મૂર્તિને બાઇડનના સ્પેશિયાલિસ્ટ એડવાઇઝર હેલ્થ બનાવવામાં આવે. અને બની શકે કે તેમને ફેડરલ હેલ્થ સેક્ર્ટેટરીનું પદ પણ સોંપવામા આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત