‘શોલે’ ફિલ્મની આ ભૂલ તો તમે રીવાઇન્ડ કરી કરીને જોશો, જાણો તમે પણ બોલીવૂડની આ ફિલ્મોમાં કેવી-કેવી થઇ છે ભૂલો
બોલીવૂડ ફિલ્મોની આ ભૂલો જોઈ તમે પણ બોલી ઉઠશો ‘આવી ભૂલ કેવી રીતે કરી શકે ?’ – અને શોલે ફિલ્મની આ ભૂલ તો તમે રીવાઇન્ડ કરી કરીને જોશો

ફિલ્મોમાં ઘણું બધું ધ્યાન રાખવા છતાં ભૂલો રહી જ જતી હોય છે. અને આપણા નબળા ઓબ્ઝર્વેસનના કારણે ફિલ્મ મેકર્સ પણ આપણી ટીપ્પણીઓથી બચી જતા હોય છે. આજની ટેક્નોલોજીથી સજ્જ ફિલ્મ પ્રોસેસિંગ છતાં પણ કેટલીક ભૂલો ફિલ્મોમાં રહી જ જતી હોય છે. તેમાંની કેટલીક વાતો તો સાવજ ધડ માથા વગરની હોય છે અથવા તો આપણને મુંઝવણમાં મુકનારી હોય છે. તો આજે અમે તમારી સમક્ષ તેવી જ કેટલીક બોલીવૂડ ફિલ્મોની વાતો લાવ્યા છીએ જે તમારી બૌદ્ધિકતા પર પ્રશ્ન ઉભો કરી શકે છે.
રા. વન
આ ફિલ્મમાં એસઆરકેએ સુંદર ભૂમિકા ભજવી છે. જ્યારે આ ફિલ્મમાં તે મરી જાય છે ત્યારે તેની અંતિમ ક્રિયા ક્રિશ્ચિયન વિધિ પ્રમાણે કરવામાં આવે છે. પણ બીજા જ સીનમાં તમે ધ્યાન આપ્યું હશે તો જોશો કે કરીના શાહરુખના અસ્થિ નદીમાં પધરાવી રહી છે. હવે એ સમજવું ભારે પડી રહ્યું છે કે આ ભૂલ હાથે કરીને કરવામાં આવી હતી કે ફિલ્મના ડીરેક્ટરથી આ ભૂલ થઈ હતી.
ઝિંદગી ના મિલેગી દોબારા
આ ફિલ્મમાં ફિલ્મના પાત્રો ફિલ્મના ફર્સ્ટ હાફમાં લા ટોમેટીના ફેસ્ટિવલ ઉજવી રહેલા જોવા મળે છે અને ત્યાર બાદ તેમને બૂલ રનીંગ ઇવેન્ટમાં જતા બતાવવામાં આવ્યા છે. વાસ્તવમાં ઘટના ક્રમ ઉંધો હોય છે એટલે કે જુલાઈમાં પહેલાં બૂલ રનીંગની ઇવેન્ટ યોજવામાં આવે છે ત્યાર બાદ ઓગસ્ટમાં સ્પેનમાં લા ટોમેટિનો ઉત્સવ યોજવામાં આવે છે.
કુછ કુછ હોતા હૈ
કુછ કુછ હોતા હૈ ફિલ્મ એક એવી ફિલ્મ છે જેને પ્રેમ પણ ખૂબ મળ્યો અને નીંદા પણ ખૂબ મળી. ઘણા લોકોને આ ફિલ્મ વારંવાર જોવી ગમે છે, તો વળી કેટલાક એવા લોકો પણ મળી જશે કે જેને એક નજરે પણ આ ફિલ્મ નથી ગમતી. આમ જોવા જઈએ તો આ આખી ફિલ્મમાં ઢગલાબંધ ભૂલો અને મુર્ખામીઓ છે. ઉદહારણ તરીકે, જ્યારે ટીના અંજલીને પત્રો આપે છે, ત્યારે તે જણાવે છે કે તે 8 પત્રો છે, અંજલીના આંઠમાં જન્મ દિવસ પર તેણીને 8મો પત્ર વાંચતી બતાવવામાં આવી છે. તો શું આપણે એવું સમજવું કે અંજલી 1 વર્ષની ઉંમરથી જ વાંચતા શીખી ગઈ હતી ?
શોલે
શોલી ફિલ્મ પાછળ આજે પણ લોકો પાગલ છે. પણ આ ફિલ્મમાં પણ ઘણી બધી ભૂલો રહી ગઈ છે. આપણે બધા જાણીએ છીએ કે ઠાકૂર પોતાના બન્ને હાથ ગુમાવી બેઠો છે, તેમ છતાં એક સીનમાં તમે જોઈ શકો છો કે તેનો એક હાથ કૂર્તામાંથી ડોકિયા કરી રહ્યો છે અને તે શોટમાં તેઓ તેને છૂપાવી નથી શક્યા. જો તમને વિશ્વાસ ન હોય તો આ વિડિયો જોઈને ખાતરી કરી શકો છો.
એક વિલન
આ ફિલ્મમાં પણ એક બારીક ભૂલ રહી ગઈ છે. જે કદાચ દર્શકોના ધ્યાનમાં નથી આવી. પણ હવે અમે તમને જણાવી દીએ કે તે ભૂલ કઈ હતી. આ ફિલ્મમાં એક સીન છે જેમાં રીતેશ દેશમુખને ખરાબ રીતે મારવામાં આવ્યો છે પણ તે સીન દરમિયાન તેના વસ્ત્રો અચાનક બદલાઈ જાય છે. આવી ઘટના આપણે કોઈ ગીત દરમિયાન બને તો સમજી શકીએ પણ ગંભીર સીન દરમિયાન કોઈના વસ્ત્ર બદલાવા ખરેખર વિચિત્ર છે.
હમ દીલ દે ચૂકે સનમ
આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને અજય દેવગન તેના સાચા પ્રેમને શોધવા ઇટાલી જાય છે. પણ ફિલ્મના અંતે જ્યારે તેણીને ખ્યાલ આવે છે કે તે અજય દેવગનને વધારે પ્રેમ કરે છે, ત્યારે અહીં લોકેશનને લઈને એક મોટો લોચો ફિલ્મ મેકરે કર્યો છે. અભિનેત્રીને એક બ્રીજ પર દોડતી બતાવવામાં આવી છે. જે ખરેખર હંગેરીમાં આવેલો છે. અને હંગેરી ઇટાલીમાં નથી આવ્યું !
પ્યાર કા પંચનામા
તેમાં કોઈ જ શંકા નથી કે આ ફિલ્મ અત્યંત રમૂજી અને તેને આપવામાં આવેલી ટ્રીટમેન્ટે આ ફિલ્મને લોકોમાં પ્રિય બનાવી મુકી હતી, પણ તમારા ધ્યાનમાં નહીં આવ્યું હોય કે આ ફિલ્મમાં પણ કેટલીક ભૂલો રહી ગઈ છે. ઉદાહરણ તરીકે, આ ફિલ્મના એક સીનમાં ત્રણ મિત્રો પોતાની ગમતી જગ્યાએ ડ્રીંક કરવા પોતાની બાઈક પર જાય છે અને ત્યાર બાદ તેમને જીપમાંથી ઉતરતા બતાવવામાં આવ્યા છે. અમને આશ્ચર્ય થાય છે કે આવું કેવી રીતે બની શકે, કારણ કે ત્રણે ત્રણ છોકરાઓ આખો સમય એક સાથે જ હતા.
Source : mensxp
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત