પાડોશમાં રહેતી છોકરી સાથે થયો પ્રેમ, પછી આ ભારતીય ક્રિકેટરે બે વર્ષ સુધી એકબીજાને કર્યા ડેટ

પાડોશમાં રહેતી છોકરી સાથે થયો પ્રેમ, પછી આ ભારતીય ક્રિકેટરે બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા

image source

સામાન્ય લોકોની જેમ જ સેલેબ્રેટીની પ્રેમ કહાનીઓ પણ સામાન્ય જ હોય છે. સિવાય કે એમાં અમુક પ્રકારનો હાઈ ડ્રામા ન હોય, ફિલ્મોની જેમ… સામાન્ય રીતે પ્રેમ ક્યારેય પરિસ્થિતિઓ જોતો નથી. આવું જ કઈક બન્યું છે ભારતીય ક્રિકેટર પીયુષ ચાવલાના જીવનમાં. પીયુષ ચાવલાનું બાળપણનું જીવન પણ ઘણું જ રસપ્રદ રહ્યું છે. પીયુષને પણ એમના પડોશમાં જ રહેનારી યુવતી અનુભૂતિ સાથે પ્રેમ થઇ ગયો હતો. આ પ્રેમને કાયમ રાખવા માટે બંને જણે ૨૯ નવેમ્બર ૨૦૧૩ એટલે કે આજથી ૬ વર્ષ પહેલા લગ્ન કરી લીધા હતા.

૨૪ ડીસેમ્બર ૧૯૮૮ના દિવસે ઉત્તર પ્રદેશમાં પીયુષ ચાવલાનો જન્મ થયો હતો. જો કે હાલમાં આ ક્રિકેટરની ઉમર ૩૧ વર્ષની છે. ક્રિકેટના મેદાનમાં બહુ જ શાંત અને ચહેરા પર આછી મુસ્કાન સાથે નજરે પડનારા પીયુષ ચાવલાને બહુ ઓછા સંજોગોમાં આક્રમક થતા જોવા મળ્યા હશે. પીયુષ ચાવલા ભારતીય ક્રિકેટ જગતમાં બહુ ખ્યાતી મેળવી ચુક્યા છે અને આજે કદાચ જ કોઈ એવું હશે જે એમને નહિ ઓળખતું હોય.

image source

પીયુષ ચાવલાના જીવનમાં પ્રેમ પ્રસંગ પણ રહસ્યમયી રહ્યો છે. જો કે તમને એ જાણીને નવાઈ લાગશે કે પીયુષને પાડોશમાં જ રહેતી યુવતી અનુભૂતિ ચૌધરી સાથે બાળપણમાં જ પ્રેમ થઇ ગયો હતો. આસપાસ બંનેના ઘર હોવાના કારણે એમને મળવામાં પણ ઘણો લાભ પણ મળ્યો છે, અને આ કારણે જ તેઓ એકબીજાના ઘરે અવારનવાર આવજાવ પણ કરતા રહેતા હતા.

image source

આ સમયગાળા દરમિયાન અનુભૂતિ પણ પીયુષ તરફ આકર્ષિત થવા લાગી હતી. બહુ ધીમી ગતિએ આ બંનેની પ્રેમ કહાની આગળ વધતી રહી હતી. જો કે આમ આસપાસ રહેવા છતાં બંને એકબીજાના પ્રેમમાં પુરતો સમય રહ્યા હતા. પીયુષે અનુભૂતિ સાથે લગભગ બે વર્ષ સુધી ડેટિંગ કરી હતી, ત્યાર બાદ વર્ષ ૨૦૧૩માં એમણે સગાઇ કરી લીધી હતી. સગાઈના બહુ ઓછા સમય પછી એમણે ૨૯ નવેમ્બર ૨૦૧૩ના દિવસે લગ્ન કરી લીધા હતા. આમ બંને પ્રેમીઓ હવે પતિ-પત્ની બની ચુક્યા હતા.

image source

આપને જણાવી દઈએ કે અનુભૂતિ ઉત્તર પ્રદેશના મુરાદાબાદની રહેવાશી છે અને એમણે એમબીએ કર્યું છે. જો કે હાલમાં તેઓ એક પ્રાયવેટ કંપનીમાં એચારના હોદ્દા પર કામ કરી રહી છે. લગ્નના ચાર વર્ષ પછી પીયુષ અને અનુભૂતિના ઘરે ૨૫ માર્ચ ૨૦૧૭નાં દિવસે એક દીકરાનો જન્મ થયો, જેનું નામ આ કપલે અદ્દીક રાખ્યું છે. પીયુષ પોતાની અને અદ્દીકની તસ્વીરો અવારનવાર સોશીયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.

Source: LokmatNews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત