ગુજરાતમાં શનિવારે આવ્યા ધરખમ રાજકીય ફેરફારો, જાણો ઈનસાઈડ સ્ટોરી અને રૂપાણીના રાજીનામાનું કારણ પણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 15 મહિના પહેલા વિજય રૂપાણીએ રચના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી પદ પરથી અચાનક રાજીનામું આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં રીતસરનો ભૂકંપ સર્જાયો હતો. રૂપાણીના રાજીનામા પછી સૌ કોઇના મનમાં એક પ્રશ્ન ઉઠયો હતો કે રૂપાણીનું રાજીનામું શા માટે ? આ અંગે કંઈક અટકળો ચાલી રહી હતી.

image socure

આગામી ચૂંટણીમાં સત્તા વિરોધી લહેરમાં જોઈ ભાજપ એ આ પગલું ભર્યું છે. વિજય રૂપાણી દેશના ચોથા રાજ્યના મુખ્યમંત્રી બન્યા જેમની પાસેથી ભાજપે ચાલુ કાર્યકાળમાં સત્તા છીનવી લીધી હોય. ભાજપે આવું શા માટે કર્યું તેના કારણ સામે આવ્યા છે.

image soucre

સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીને તેમના નેતૃત્વમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જીતી શકાય તે વાત પર વિશ્વાસ ન હતો. જોકે રૂપાણીએ પણ તેમના રાજીનામા પછી ‘નવી ઊર્જા’ને નવા મુખ્યમંત્રી પસંદ કરવાનું કારણ ગણાવ્યું હતું. આંતરિક ચર્ચા એવી પણ છે કે ભાજપ બે દાયકાથી ગુજરાતમાં સત્તા છે પરંતુ તેમ છતાં રૂપાણીને તેજસ્વી નેતા તરીકે જોવા મળ્યા નથી. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ વડાપ્રધાન મોદીએ ચલાવેલા પ્રચાર અભિયાન બાદ ગુજરાતમાં ભાજપને જીત મળી હતી.

image socure

ચૂંટણીના 15 મહિના પહેલાં નેતૃત્વ પરિવર્તન કરી પાર્ટીએ નવા ચહેરા સાથે સત્તા વિરોધી લહેરને દૂર કરવાની તક ઝડપી લીધી છે. જેની અસર આગામી ચૂંટણી માટેની ટિકિટ ફાળવણી ની પ્રક્રિયા માં પણ જોવા મળશે ચર્ચાઓ છે કે ઘણા ધારાસભ્યની ટિકિટ આ વખતે કપાઈ શકે છે.

image socure

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને પાર્ટીના સંગઠનના મહાસચિવ બી એલ સંતોષ છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં પાર્ટીની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. આ સાથે જ પાટીદાર મત રાજ્યમાં સૌથી વધુ મહત્વ રાખે છે. ઉપરાંત કોરોના ની બીજી લહેર દરમિયાન રાજ્યમાં સર્જાયેલી સ્થિતિના કારણે બીજેપી થી લોકો નારાજ થયા છે.

સૂત્રોનું એમ પણ જણાવ્યું છે કે રાજ્યમાં સત્તા વિરોધી જે લહેરમાં ઊભી થઇ છે તેને નવા નેતાના નેતૃત્વમાં 15 મહિનામાં જ દુરૂસ્ત કરી લેવામાં આવશે.