કોકા કોલા પર આભ ફાટ્યું: સ્ટાર ફૂટબોલર રોનાલ્ડો ફક્ત ‘બે શબ્દો’ બોલ્યા અને કોકા કોલાને થયુ 30 હજાર કરોડનું નુકસાન, પાણીની બોટલ બતાવી કહ્યું…

હાલના સમયના શ્રેષ્ઠ ફૂટબોલરોમાંના એક ગણાતા ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ હંગેરી સામે યુરો કપ 2020 ની પ્રથમ મેચમાં 2 ગોલ કરીને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. પોર્ટુગલનો કેપ્ટન હંગેરી સામે મેદાન ઉતરતાની સાથે જ યુરો કપની સૌથી વધુ ટૂર્નામેન્ટ્સ રમનાર ફૂટબોલર બની ગયો. 2004 થી તેણે 5 ટૂર્નામેન્ટ રમી છે. રોનાલ્ડોની મદદથી પોર્ટુગલે પ્રથમ મેચમાં હંગેરીને 3-૦થી હરાવ્યું. ટીમ આ વર્ષે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે બહાર આવી છે.

image source

પોર્ટુગલનો સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ પોતાના આક્રમક અંદાજ માટે જાણીતો છે. 35 વર્ષનો રોનાલ્ડો યુરો કપમાં પણ સારો દેખાવ કરી રહ્યો છે. યુરો કપની પહેલી મેચમાં પોર્ટુગલે હંગેરીને 3-0થી હરાવ્યું અને સુકાની રોનાલ્ડોએ છેલ્લી ઘડીમાં બે ગોલ કર્યા. આ સાથે રોનાલ્ડો યુરો કપમાં સૌથી વધુ ગોલ નોંધાવનાર ખેલાડી બની ગયો છે. યુરો કપમાં હવે તેના નામે 11 ગોલ છે અને તેણે ફ્રાન્સના પૂર્વ સ્ટાર પ્લેયર મિશેલ પ્લેટિની (9 ગોલ) ને પાછળ છોડી દીધો . જો કે, આ મેચ પહેલા રોનાલ્ડો અન્ય એક કારણસર ચર્ચામાં આવ્યો હતો. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રોનાલ્ડોએ કંઈક એવું કર્યું જેનાથી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

image source

અત્યાર સુધી તમે જોયું જ હશે કે એલન મસ્કના એક ટ્વીટથી બિટકોઇનની કિંમતમાં વધારો થયો અથવા કોઈ કંપનીના શેરમાં વધારો થયો હોય. આવુ જ કઈક સોફ્ટ ડ્રિંકની દિગ્ગજ કંપની કોકાકોલા સાથે થયું છે અને આવુ પ્રેસ કોન્ફરન્સમાં ફૂટબોલર સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દ્વારા બોલવામાં આવેલા બે શબ્દોના સંદેશને કારણે થયું છે.

29,300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે

image source

મેચ પહેલા રોનાલ્ડો જેવો પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો કે તરત જ તેણે જોયું કે ટેબલ પર તેની સામે કોકા-કોલાની બોટલ મૂકી છે. આ પછી સ્ટાર ફૂટબોલરે જાતે બોટલ ત્યાથી હટાવી દીધી હતી અને તે પછી પાણીની બોટલ ઉપાડી અને ચાહકોને અપીલ કરી ‘Drink Water’.
રોનાલ્ડોની આ અપીલ બાદ કોકાકોલા બનાવનાર કંપનીને ભારે નુકસાન સહન કરવું પડ્યું. આ કંપની યુરો કપની પ્રાયોજક પણ છે. ‘ધ ડેઇલી સ્ટાર’ અનુસાર રોનાલ્ડોની અપીલ બાદ કોકાકોલા ઉત્પાદકના શેરમાં 1.6 ટકાનો ઘટાડો થયો છે. કંપનીની માર્કેટ કેપ 242 અબજ ડોલરથી ઘટીને 238 અબજ ડોલર પર આવી છે. એટલે કે, એક દિવસમાં કંપનીને 4 અરબ ડોલર (લગભગ 29,300 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે.

image source

મળતી માહિતી પ્રમાણે બપોરે 3 વાગ્યે યુરોપમાં બજાર ખુલ્યું હતું, તે સમયે કોકાકોલાનો શેર રેટ 56.10 ડોલર હતો. અડધા કલાક પછી રોનાલ્ડોની પ્રેસ કોન્ફરન્સ થઈ. અને તે પછી ટૂંક સમયમાં, કોકાકોલાના શેર ઘટવા લાગ્યા અને તેઓ 55.22 ડોલર પર પહોંચી ગયા. ત્યારથી કોકાકોલાનો સ્ટોક સતત વધઘટ પર આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે કોકા-કોલા યુરો કપની સત્તાવાર સ્પોન્સર છે, તેથી એક પ્રાયોજક તરીકે, તેના પીણાને સત્તાવાર કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવે છે. આ વિવાદ પછી, કોકા-કોલાએ નિવેદન આપ્યું હતું કે ખેલાડીઓને પ્રેસ કોન્ફરન્સ અથવા મેચ દરમિયાન તમામ પ્રકારના પીણાં આપવામાં આવે છે, હવે તે તેના પર નિર્ભર છે કે તેઓ શું લેવાનું પસંદ કરે છે, તે દરેકની પોતાની પસંદગી છે.

પોર્ટુગલે વિજયી શરૂઆત કરી

image source

યુરો કપ 2016ની ચેમ્પિયન ટીમ પોર્ટુગલે પ્રથમ મેચમાં હંગેરી સામે સમગ્ર સમય દરમિયાન હાવી રહી. જો કે, મેચની અંતિમ 8 મિનિટમાં ટીમે તેના તમામ ત્રણ ગોલ કર્યા હતા. ગ્યુરેરાએ 84 મી મિનિટે ગોલ કરીને પોર્ટુગલને 1-0થી સરસાઇ અપાવી હતી. આ પછી તેનો 5મો યુરો કપ રમી રહેલા રોનાલ્ડોએ 87મી મિનિટમાં પેનલ્ટી પર ગોલ કર્યો. રોનાલ્ડો વધારાના સમયમાં ગોલ્ડ કરવામાં સફળ રહ્યો હતો. રોનાલ્ડોએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધીમાં 106 ગોલ કર્યા છે અને તે ઈરાનના અલી દેઇ (109 ગોલ) નો રેકોર્ડ તોડવાની નજીક છે.