ના હોય! વડોદરાના 950 વર્ષ જૂના આ ઝાડની કિંમત છે કરોડોમાં, પહેલીવાર સુુપ્રીમે નક્કી કર્યું કે…

દેશમાં પહેલીવાર વૃક્ષોનું આર્થિક મૂલ્યાંકન કરાયું છે. વડોદરા  પાસે ભાયલી અને પાદરાથી 6 કિમીના અંતરે આવેલા ગણપતપુરા ગામે ગુજરાતનું સંભવત: સૌથી મોટું આફ્રિકન બાઓબાબનું 950 વર્ષ જૂનું વૃક્ષ છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ એન્ડેસોનિયા ડીજીટાટા છે.  વૃક્ષની કિંમત આશરે 10 કરોડથી વધારે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક નિષ્ણાત સમિતિએ વૃક્ષોનાં મૂલ્યાંકન સંબંધિત રિપોર્ટ રજૂ કર્યો છે.

image source

આ સમિતિના તારણ પ્રમાણે, એક વૃક્ષનું એક વર્ષનું આર્થિક મૂલ્ય રૂ. 74,500 હોઈ શકે છે, એટલે કે વૃક્ષની ઉંમરમાં દર વર્ષે રૂ. 74,500નો ગુણાકાર કરીને એનું મૂલ્ય નક્કી કરવું જોઈએ. દેશમાં પહેલીવાર વૃક્ષોનું આર્થિક મૂલ્યાંકન કરાયું છે. વડોદરા પાસે ભાયલી અને પાદરાથી 6 કિમીના અંતરે આવેલા ગણપતપુરા ગામે ગુજરાતનું સંભવત: સૌથી મોટું આફ્રિકન બાઓબાબનું 950 વર્ષ જૂનું વૃક્ષ છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ એન્ડેસોનિયા ડીજીટાટા છે. આ વૃક્ષની કિંમત આશરે 10 કરોડથી વધારે છે.

સુપ્રીમે નક્કી કર્યુ મૂલ્ય

image source

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક નિષ્ણાત સમિતિએ વૃક્ષોનો મૂલ્યાંકન સંબંધિત રિપોર્ટ રજૂ કરી દીધો છે. આ સમિતિના તારણ પ્રમાણે, એક વૃક્ષનું એક વર્ષનું આર્થિક મૂલ્ય રૂ. 74,500 હોઈ શકે છે. એટલે કે વૃક્ષની ઉંમરમાં દર વર્ષે રૂ. 74,500નો ગુણાકાર કરીને તેનું મૂલ્ય નક્કી કરવું જોઈએ. કેવી રીતે નક્કી થાય છે કિંમત?

 ઓક્સિજન: રૂ. 45,000

 ખાતરની કિંમત: રૂ. 20,000

 લાકડાની કિંમત: રૂ. 10,000

 કુલ કિંમત: રૂ. 74,500

શું છે અહેવાલમાં?

image source

આ સમિતિના અહેવાલમાં કહેવાયું છે કે, 100 વર્ષ જૂના એક હેરિટેજ વૃક્ષની કિંમત રૂ. એક કરોડથી વધુ હોઈ શકે છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે જાન્યુઆરી 2020માં આ સમિતિના સભ્યોને વૃક્ષોનું આર્થિક મૂલ્ય નક્કી કરવાનું કહ્યું હતું. આ કિંમત વૃક્ષો દ્વારા અપાતા ઓક્સિજનની કિંમત અને અન્ય લાભ પર આધારિત હોઈ શકે. આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસ સાથે જસ્ટિસ એ.એસ. બોપન્ના અને વી. રામસુબ્રમણ્યમ પણ સામેલ હતા. તેમણે ફક્ત વૃક્ષોનાં લાકડાનાં આધારે જ નહીં, પરંતુ પર્યાવરણમાં વૃક્ષોના સકારાત્મક પ્રભાવને ધ્યાનમાં રાખીને તેમનું મૂલ્યાંકન કર્યું છે.

પ.બંગાળમાં પડી હતી મડાગાંઠ

image source

પશ્ચિમ બંગાળ રેલવેએ ઓવરબ્રિજ બનાવવા માટે હેરિટેજ વૃક્ષ સહિત 356 વૃક્ષ કાપવાની મંજૂરી માંગી હતી. આ મુદ્દે સમિતિએ કહ્યું હતું કે, આ વૃક્ષોની કિંમત રૂ. 2.2 અબજ છે, જે આ પ્રોજેક્ટના મૂલ્યથી પણ વધુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત