લોકડાઉનમાં નવરા બેઠા સસરાની નજર બગડી દીકરાની પત્ની પર અને પછી…

આપણે સામાન્ય રીતે ફિલ્મોમાં અને ક્રાઈમ શોમાં જોતા હોય છીએ કે ઘરમાં જ સ્ત્રીઓ સુરક્ષિત નથી હોતી. મહિલાઓ પર ઘરના જ સભ્યો શારીરિક અત્યાચાર ગુજારતા હોય છે. આવું જ્યારે ટીવી પર જોવા મળે ત્યારે લાગે કે આ ઘટના કાલ્પનિક હોય, આવું શક્ય જ નથી, કોઈ પરીજન આવું કેવી રીતે કરી શકે વગેરે વગેરે. પરંતુ આપણી આસપાસ એવી ઘણી મહિલાઓ હોય છે જે આવા પરિવારના સભ્યો દ્વારા જ થયેલા અત્યાચારનો ભોગ બની હોય છે. પરંતુ તેઓ સમાજની શરમની બીકે કશું કહી શકતી નથી. પરંતુ જ્યારે સહનશક્તિ પુરી થાય છે ત્યારે આવું પાપ છાપરે ચઢીને પોકારે છે.

image source

આવી જ એક ઘટના તાજેતરમાં બની છે અમદાવાદ શહેરમાં. આ ઘટનામાં પુત્રવધુ માટે કે જેને લગ્ન સમયે અમારી દીકરી જ છે તેવું કહીને પિયરથી સાસરે વળાવી લાવવામાં આવે છે તેના પર સસરાએ નજર બગાડી છે. જાણવા મળતી માહિતી અનુસાર દાણીલીમડામાં રહેતી 37 વર્ષીય મહિલાના લગ્ન 3 વર્ષ પહેલા છૂટક મજૂરી કામ કરતાં યુવક સાથે થયા હતા. પતિ, સાસુ, સસરા બધા જ મજૂરી કામે જતા ત્યારે મહિલા ઘરમાં એકલી રહેતી હતી.

image source

તેવામાં માર્ચ મહિનામાં લોકડાઉન થતાં થોડો સમય બધાને ઘરમાં બેસવાનો વારો આવ્યો. આ સમયે સતત ઘરમાં રહેતા સસરાની નજર દીકરી સમાન વહુ પર બગડી હતી. પરિણીતાને 1 વર્ષનો દીકરો પણ છે. ત્યારબાદ જ્યારે ફરીથી પતિને કામ મળવા લાગ્યું ત્યારે પતિની ગેરહાજરીમાં પોતાના દીકરાને મારી નાખશે તેવી ધમકી આપી અને સસરાએ વહુ પર અત્યાચાર ગુજાર્યો હતો.

image source

સમાજમાં આબરુ જવાની બીકે વહુએ તે સમયે કંઈપણ બોલવાનું ટાળ્યું પરંતુ તેના કારણે સસરાને હિંમત વધી અને તેણે વહુને અડપલા કરવાનું શરુ કરી દીધું. મહિનાઓ સુધી આવું થતા અંતે પરિણીતાએ તેના પતિ અને સાસુને આ વાત જણાવી પરંતુ તેમણે પણ તેનો સાથ ન આપ્યો અને કંટાળેલી પરિણીતાએ અંતે સસરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે કાર્યવાહી કરી સસરાને જેલ હવાલે પણ કરી દીધો.

પરંતુ વહુએ ફરીયાદ કર્યાનો ખાર રાખી સસરાએ જાહેરમાં વહુ સાથે બીભત્સ ભાષામાં વાત કરી કહ્યું કે ગાડીમાં બેસી જા એટલે બતાવું કે બળાત્કાર કોને કહેવાય… આ વાતથી પરિણીતા પર પતિ પણ રોષે ભરાયો અને તેણે પણ પત્નીને વીડિયો કોલ કરી શર્ટ કાઢી અને કેટલા રુપિયા જોયે એવા શબ્દો વાપરી ધમકી આપી હતી કે તે તેને બદનામ કરી દેશે અને તેણે આત્મહત્યા કરવી પડશે. આ મામલે હવે બંને સામે ફરિયાદ નોંધવામાં આવી છે.