અનુષ્કા શેટ્ટીથી નયનતારા સુધી, આ છે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 9 હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ

પુષ્પા: ધ રાઇઝની સફળતા સાથે, તેની નાયિકા રશ્મિકા મંદન્ના દક્ષિણ ફિલ્મ ઉદ્યોગની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મ માટે તેને 2 કરોડની ફી મળી છે અને હવે રશ્મિકાએ ફિલ્મના પાર્ટ 2 માટે 3 કરોડની ફી માંગી છે.
રશ્મિકા જ નહીં સાઉથની અન્ય ઘણી અભિનેત્રીઓ છે જે આ ઊંચી ફી લેનારના લિસ્ટમાં સામેલ છે તો ચાલો જાણી લઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ

દેવસેના

image soucre

એક સમયે યોગા શિક્ષિકા રહી ચૂકેલી અનુષ્કાને ફિલ્મ ‘બાહુબલીઃ ધ બિગનિંગ’માં દેવસેનાની ભૂમિકામાં તેના જબરદસ્ત અભિનય માટે ચર્ચામાં આવી હતી, પરંતુ તેને ફિલ્મોની ઓફર મળી અને તે ના પાડી શકી અને હવે તે સાઉથની ટોચની અભિનેત્રી છે. તે એક ફિલ્મ માટે 4.5 કરોડ રૂપિયા જેટલી ફી ચાર્જ કરે છે

પૂજા હેગડે

ફિલ્મ ‘રાધેશ્યામ’ની રિલીઝની રાહ જોઈ રહેલી પૂજા હેગડે પણ સાઉથની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તે એક ફિલ્મ માટે 3.5 કરોડ રૂપિયા ફી તરીકે વસુલે છે.

કાજલ અગ્રવાલ

image soucre

કાજલે બોલિવૂડ સિવાય સાઉથની ફિલ્મોમાં પણ ઘણું નામ કમાવ્યું છે. તેણી હાલમાં પ્રસૂતિ વિરામ પર છે કારણ કે તેણી તેના પ્રથમ બાળકને જન્મ આપવાની છે. એ એક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા વસુલ કરે છે.

શ્રુતિ હસન

image soucre

બોલિવૂડમાં કંઈ ખાસ દેખાડવામાં અસમર્થ શ્રુતિને સાઉથની ફિલ્મમાં કામ કરવા બદલ તગડી રકમ મળે છે. શ્રુતિ એક ફિલ્મ માટે 2.5 કરોડ રૂપિયા લે છે

રશ્મિકા

રશ્મિકા 25 વર્ષની છે. તે આ વર્ષે ‘મિશન મજનુ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. એ 2 કરોડ રૂપિયા ફી તરીકે વસુલે છે

નયનતારા

નયનતારાને કોલીવુડની સુપરસ્ટાર માનવામાં આવે છે. નયનતારા એકમાત્ર દક્ષિણ ભારતીય અભિનેત્રી છે જેને ફોર્બ્સ ઈન્ડિયા દ્વારા 2018ની સેલિબ્રિટી-100 યાદીમાં સામેલ કરવામાં આવી હતી. એ એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા લે છે

તમન્ના ભાટિયા

image soucre

બોલિવૂડ સિવાય તમન્ના ભાટિયા સાઉથ ઈન્ડસ્ટ્રીનું પણ જાણીતું નામ છે. તેણે બાહુબલી સહિત ઘણી હિટ ફિલ્મો આપી છે. એ પણ એક ફિલ્મ માટે 2 કરોડ ચાર્જ કરે છે

સામંથા

‘ફેમિલી મેન 2’ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરનાર સામંથા દક્ષિણની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. તે એક ફિલ્મમાં કામ કરવા માટે લગભગ 2 કરોડ રૂપિયા ફી લે છે.

કીર્તિ સુરેશ

image soucre

ફિલ્મ મહાનતીમાં પોતાના પરફોર્મન્સથી નેશનલ એવોર્ડ જીતી ચુકેલી કીર્તિ પણ હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે.તે પણ એક ફિલ્મ માટે 2 કરોડ ચાર્જ કરે છે.