નવી બાઈક ખરીદવા ઇચ્છતા હોય તો રાહ જુઓ, સપ્ટેમ્બર – ઓક્ટોબરમાં લોન્ચ થઈ શકે છે આ 5 સુપર બાઈક

કોરોના મહામારી અને lockdown ને કારણે ઓટો સેકટરને ઘણું નુકસાન વેઠવું પડયું છે. અને હવે ધીમે ધીમે જેમ જેમ કોરોના મહામારીનો પ્રભાવ ઘટી રહ્યો છે તેમ તેમ આ સેકટર ફરી પોતાની લયમાં આવી રહ્યું છે. આગામી ફેસ્ટિવ સિઝન માં બમ્પર સેલ માટે બાઈક નિર્માતા કંપની royal enfield, bajaj, ટીવીએસ અને cf moto પોતાની બાઇક લોંચ કરવાની તૈયારી કરી રહી છે.

આ બધી કંપનીઓ ની બાઈક સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં લોન્ચ થશે. જેથી અમે આપને આ બધી કંપનીઓ ની બાઈક વિશે થોડી માહિતી આપવા ઈચ્છીએ છીએ જેથી તમને તમારી પસંદગીની બાઈક પસંદ કરવામાં સરળતા રહે.

New Royal Enfield Classic 350

image source

Classic 350 બાઈક royal enfield ની સૌથી વધુ વેચાતી બાઇક છે. કંપની આ બાઇકના નેક્સ્ટ જનરેશન મોડલ ને આગામી સપ્તાહમાં લોન્ચ કરવાની છે. આ બાઇકમાં કંપનીએ Meteor 350 નું 349 સીસી એર કુલ સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે. જે 20.4 PS નો પાવર અને 27 Nm નો ટોર્ક જનરેટ કરે છે.

New TVS Apache RR 310

image soucre

આ બાઈક 2021 ના શરૂઆતમાં જ લોન્ચ થવાની હતી પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે કંપની એ આ બાઇકનું લોન્ચિંગ અટકાવી દીધું હતું. પરંતુ હવે ફેસ્ટિવ સિઝનમાં new tvs apache rr 320 બાઈક લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ બાઇકમાં ગ્રાહકને નવું એડજેસ્ટેબલ ફ્રન્ટ સસ્પેન્સન સાથે એન્જીનમાં ઘણા અપડેટ મળશે.

Royal Enfield 650 Cruiser

image source

રોયલ એનફિલ્ડ ફેસ્ટિવ સિઝનમાં તેની બીજી એક બાઈક RE cuiser ને લોન્ચ કરશે આ બાઇકમાં કંપનીએ 650cc નું પારલેલ ટ્વીન એન્જીન આપ્યું છે. જેમાં 47.65 ps નો પાવર અને 52 Nm નો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા છે.

Bajaj Pulsar 250F

image source

બજાજ પોતાના ગ્રાહકોને આ બાઇકમાં એર કૂલ્ડ એન્જીન આપશે જે20.4 hp નો પાવર અને 18.5 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે આ બાઇકની કિંમત ની વાત કરીએ તો તેની કિંમત એક લાખ રૂપિયાથી થોડી વધારે હોઈ શકે છે આ બાઈક ની સ્પર્ધા ktm duke 250, અને Suzuki Gixxer 250SF જેવી બાઈક સાથે થશે.

CFMoto 650 GT

image soucre

આ બાઇકને તાજેતરમાં જ ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી હતી. અને કંપની CFMoto 650 GT બાઇકને ટૂંક સમયમાં જ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ બાઇકમાં 649 cc નું લિક્યુડ કુલ્ડ પર્લ ટ્વિટ એન્જીન મળે છે જે 62.54 ps નો પાવર અને 58.5 Nm નો ટોર્ક જનરેટ કરે છે.