કાર નિર્માતાઓને 4 મહિનાની રાહત, હવે 31 ડિસેમ્બર 2021 બાદ ફરજીયાત થશે કારમાં 2 એરબેગ

જેમ કે આપણે સૌ જાણીએ જ છીએ કે વર્ષ 2020 થી આખા વિશ્વની પથારી ફેરવી નાખનાર કોરોના મહામારીમાં વૈશ્વિક સ્તરે અનેક લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને કદાચ લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા. 2019, 2020 અને 2021 સુધી આ મહામારીનો પ્રભાવ વિશ્વના અલગ અલગ દેશોમાં અલગ અલગ રહ્યો. ભારતની વાત કરીએ તો આ મહામારીને કારણે સરકાર દ્વારા બહાર પાડવામાં આવનારી અનેક અપડેટને સરકારે મુલતવી રાખવા પડ્યા હતા અને બાદમાં હવે તેને અમલમાં લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ખાસ કરીને દેશના સડક અને પરિવહન મંત્રાલય દ્વારા અલગ અલગ અપડેટ હવે ધીમે ધીમે લાગુ પાડવામાં આવી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં જ મંત્રાલય દ્વારા વાહનો માટે ભારત સિરીઝની અધિસૂચના જાહેર કરવામાં આવી હતી. આ નિયમ અંતર્ગત હવે નવા વાહનો ને bh સિરીઝમાં રજીસ્ટર કરાવવા પડશે. એ સિવાય મંત્રાલય દ્વારા કારમાં એરબેગ બાબતે પણ નવી અપડેટ આવી છે.

image soucre

સડક અને પરિવહન મંત્રાલય એટલે કે Road Transport Ministry કાર ચાલકની બાજુની સીટ એટલે કે co driver seat પર એરબેગની અનિવાર્યતા વાળી અધિસુચનાની સમય સીમામાં બદલાવ કરવા વિચારી રહી છે.

દેશમાં કોરોના મહામારી ની બીજી ઘાતક લહેર ના કારણે દેશના અનેક રાજ્યોમાં lockdown લગાવવામાં આવ્યું હતું. જેના કારણે દેશના સડક અને પરિવહન મંત્રાલય દ્વારા કારના ડ્રાઈવર ની બાજુ ની સીટ પર એર બેગ ફરજિયાત કરવાનો જે નિયમ લાગુ કરવાનો હતો તેમાં હવે થોડી છૂટછાટ આપતા આ નિયમ ની તારીખ માં ફેરફાર કરતા આ નિયમ હવે આગામી 31 ડિસેમ્બર બાદ લાગુ કરવા વિશે વિચારી રહી છે.

image source

સડક અને પરિવહન મંત્રાલય એટલે કે Road Transport Ministry એ ગયા વર્ષે અધિ સૂચના જાહેર કરીને 31 માર્ચ 2021 બાદ નિર્માણ થયેલા વાહનોમાં આગળની બાજુ ની બંને સીટમાં એર બેગ ફરજિયાત રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 31 ઓગસ્ટ 2021 બાદ ના બધા મોડલ માં આગળની બંને સીટો પર એર બેગ ને ફરજિયાત કરવામાં આવી હતી. પરંતુ એપ્રિલ અને મે મહિનામાં કોરોના ની બીજી લહેરને કારણે વાહન નિર્માતાઓને સડક અને પરિવહન મંત્રાલય દ્વારા ચાર મહિનાની વધુ રાહત આપવામાં આવશે. ત્યારબાદ 31 ડીસેમ્બર 2021 બાદ નિર્માણ કરવામાં આવતા બધા વાહનોમાં આગળની બંને સીટ પર એર બેગ ફરજિયાત રાખવાનો અમલ કરવામાં આવશે.

image soucre

ઉલ્લેખનીય છે કે રોડ એક્સિડન્ટમાં સૌથી વધુ જોખમ કારને ચલાવનાર વ્યક્તિ અને તેની બાજુમાં બેસેલ વ્યક્તિને હોય છે. આવી ઘટનાઓમાં વ્યક્તિઓનું જીવલેણ મોત પણ થઇ શકે છે. આવી ઘટનાઓને રોકવા માટે દેશના સડક અને પરિવહન મંત્રાલય દ્વારા આગળની બંને સીટ માટે એર બેગ ફરજિયાત કરવામાં આવી હતી. અને આ સંબંધે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી હતી.