રિયલ લાઇફમાં મહાભારતના’કૃષ્ણ’ હાલમાં જીવે છે આવી જીંદગી, શું તમે જાણો છો તેમને બે લગ્ન કર્યા છે?

નીતિશ ભારદ્વાજ વિશે રસપ્રદ માહિતી : મહાભારતમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવનાર, 4 બાળકોના પિતા નીતીશે 2 લગ્ન કર્યા છે

image source

વર્તમાન સમયમાં સરકારે લાદેલા એકપછી એક લોકડાઉન દરમિયાન લોકો પોતાપોતાના ઘરે જ છે, આ જોતા રાષ્ટ્રીય ટીવી ચેનલ દૂરદર્શને સમયનો લાભ ઉઠાવી રામાયણ અને મહાભારત સિરિયલનું પુનઃપ્રસારણ શરુ કર્યું હતું. આ સીરીયલ સાથે જ રામાયણ અને મહાભારતના કલાકારો અંગેના સમાચાર મીડિયામાં ફરતા થયા છે. ભૂતકાળના અદાકારો વર્તમાનમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે.

બી.આર ચોપરા દ્વારા નિર્મિત મહાભારતમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા નીતીશ ભારદ્વાજ આજકાલ ઘણી બધી હેડલાઇન્સમાં છવાઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ તરીકેની પોતાની અજોડ ભૂમિકા ભજવીને તેમણે માત્ર ભારતમાં જ નહિ પણ વિદેશમાં વસતા લોકોના હૃદયમાં પણ પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. જો કે તેણે આ સીવાય ઘણા પત્રો નિભાવ્યા છે, સીરીયલ અને ફિલ્મો કરી છે. તેમ છતાં, આજે પણ લોકો એમને શ્રી કૃષ્ણના અભિનયના કારણે જ વધારે ઓળખે છે. તો આજે મહાભારતના શ્રી કૃષ્ણ નીતીશ ભારદ્વાજના અંગત જીવન વિશે કેટલીક રસપ્રદ માહિતી આમે આપના માટે લાવ્યા છીએ.

image source

ટીવી જગતમાં પ્રખ્યાત ‘શ્રી કૃષ્ણ’એ અંગત જીવનમાં બે લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્ની મોનિષા પાટિલ હતી. તેમના લગ્ન 1991 માં થયા હતા અને 2005માં એમણે છૂટાછેડા લીધા હતા. નીતિશને તેની પહેલી પત્નીથી એક પુત્ર અને એક પુત્રી છે. અત્યારે એ બંને લંડનમાં રહે છે.

પહેલા લગ્નમાં મળેલ નિષ્ફળતા પછી વર્ષ 2009 એટલે કે ચાર વર્ષ પછી નીતીશે બીજા લગ્ન સ્મિતા ગેયેટ સાથે કર્યા હતા. નીતીશ અને સ્મિતાની બે જુડવા દીકરીઓ છે જેમના નામ દેવયાની અને શિવરંજની છે.

image source

નીતીશ માત્ર અભિનય જ નહિ રાજકારણ સાથે પણ જોડાણ ધરાવે છે. વર્ષ 1996માં એમણે જમશેદપુરથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી હતી જેમાં એમણે જીત મેળવી હતી. પછી વર્ષ 1999માં નીતીશે લોકસભાની ચૂંટણી પણ લડી હતી, તેમાં એમને હારનો સામનો કરવો પડયો હતો. આ હાર પછી, તેમણે રાજકારણને અલવિદા કહી દીધું અને ફરીવાર અભિનય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

બહુ ઓછા લોકો એ વિષે જાણે છે કે, નીતીશ ભારદ્વાજ એક સમયે ઘોડાઓનો ડોક્ટર હતો. એમને પ્રાણીઓ અને ઘોડાઓ અને સિંહો ખૂબ જ પસંદ છે. તેથી જ તેણે રેસકોર્સ તરીકે સહાયક પશુચિકિત્સક તરીકે પણ કામ કર્યું છે. પણ પાછળથી નોકરીમાં એમને રસ રહ્યો ન હતો.

image source

વર્ષ 1987માં મરાઠી ફિલ્મ અને ત્યારબાદ હિન્દી ફિલ્મ ત્રિશંગીનીમાં નીતીશ ભારદ્વાજે કામ કર્યું હતું. જોકે આ બંને ફિલ્મો પ્રેક્ષકોને ખાસ પ્રભાવિત કરી શકી ન હતી, પણ આ ફિલ્મો દ્વારા તેઓ ઉદ્યોગમાં એક ઓળખ જરૂર બનાવી શકવામાં સફળ રહ્યા હતા.

Source: Jansatta

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત