શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે શખ્સ ગયો દવાખાને, ડોક્ટરોએ નાક સ્કેન કર્યું તો જોઈને આંખો ફાટી ગઈ

આ દુનિયામાં અમુક કિસ્સા એવા સામે આવે કે આપણે પહેલી નજરે એને સાચું છે એવું માની જ ન શકીએ. કારણ કે એ ઘટના શક્ય ન હોય એવું જ લાગે. ત્યારે હવે રશિયામાં આવો જ એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક 59 વર્ષનો વ્યક્તિ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરતા ડોક્ટર પાસે ગયો. તે વ્યક્તિએ કહ્યું કે તે તેના જમણા નસકોરામાંથી શ્વાસ લઈ શકતો નથી. સારવાર દરમિયાન જ્યારે ડોકટરોએ વ્યક્તિના નાકની તપાસ કરી તો તેઓ પણ આશ્ચર્યચકિત થયા.

image source

તો આવો વિગતે વાત કરીએ કે આખરે એવું શું થયું કે આ ડોક્ટરો પણ ચોંકી ગયા. આ વ્યક્તિના નાકમાં એક સિક્કો અટવાયો હતો જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ડોક્ટરો દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે વ્યક્તિએ કહ્યું કે જ્યારે તે છ વર્ષનો હતો ત્યારે તેણે આકસ્મિક રીતે તેના નાકમાં એક સિક્કો અટકી ગયો હતો.

image source

કોઈ ખીજાશે આવી બીકના કારણે તેણે આ વાત તેની માતાને ના કહી. આ પછી તે પોતે જ ભૂલી ગયો કે સિક્કો તેના નાકમાં અટવાઇ ગયો છે. પછી આ વ્યક્તિ 50 વર્ષ સુધી કોઈ સમસ્યા વિના શ્વાસ લેતો હતો. અડધી સદી વીતી ગયા પછી જ્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ ત્યારે તે ડોક્ટર પાસે આવ્યો.

image source

દવાખાનામાં આવતા જ ડોક્ટરોએ તેના નાકને સ્કેન કર્યું, જેમાં સિક્કા જેવું અટવાયેલું દેખાયું. આટલા વર્ષોથી તેના નાકમાં સિક્કો અટવાને કારણે તેની આસપાસ પથ્થર જેવી રચના હતી. આને કારણે આ વ્યક્તિ શ્વાસ લઈ શક્યો નહીં. ડોક્ટરોએ ખૂબ કાળજી સાથે ઓપરેશન દ્વારા આ સિક્કો નાકમાંથી બહાર કાઢ્યો. જ્યારે આ સિક્કો વ્યક્તિના નાકમાં અટવાઇ ગયો હતો ત્યારે તેની કિંમત એક પૈસોની આસપાસ હતી.

image source

આ સિક્કો વ્યક્તિના નાકમાંથી 53 વર્ષ પછી દૂર કરવામાં આવ્યો હતો. ઓપરેશન કરનારા ડોક્ટરનું કહેવું છે કે ઓપરેશન સફળ રહ્યું હતું અને વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પરંતુ હાલમાં આ કિસ્સો ચારેકોર ભારે ચર્ચામાં છે અને લોકો ચોંકી ગયા છે કે આખરે આટલા વર્ષ સુધી આ માણસના કાનમાં સિક્કો એમનેમ કઈ રીતે રહ્યો.

image source

આ પહેલાં કાનનો પણ એક કિસ્સો સામે આવ્યો હતો કે એક છોકરાને ઘણા સમયથી પીડા હતી અને આ પીડાને કારણે તે ખૂબ જ પરેશાન પણ હતો. આવી પરિસ્થિતિમાં, જ્યારે છોકરાએ કાન તબીબોને બતાવ્યો તો દંગ રહી ગયા. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડૉક્ટરોએ છોકરાના કાનમાંથી ઓછામાં ઓછા એક ડઝન જીવંત જીવજંતુઓ દૂર કર્યા. જો કઝાકિસ્તાનના વેજ્ઞાનીક સંશોધન વેટરનરી એન ઇન્સ્ટિટ્યૂટમાં હોસ્પિટલમાં છોકરાની સારવાર કરનારા ડોકટરો માનતા હતા કે જ્યારે છોકરો હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે તેના કાનમાં ઘણી પીડા થઈ હતી. ડૉક્ટરે તેની તપાસ કરી, તેના કાનમાં જીવંત જીવજંતુ મળી આવ્યા. જો કે શરૂઆતમાં ડૉક્ટરએ વિચાર્યું કે છોકરાના કાનમાં ફક્ત એક કે બે જંતુ હશે, પરંતુ જ્યારે તેણે કીડાને કાઢવાનું શરૂ કર્યું, ત્યારે ક્રમિક કૃમિ એક પછી એક બહાર આવ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત