ઓફિસના સમય પછી કર્મચારીઓને ફોન નહિ કરી શકે બોસ, આ દેશમાં બન્યો કડક કાયદો

ઘણીવાર લોકો ઓફિસેથી ઘરે ગયા પછી પણ બોસના ફોન અને મેસેજથી પરેશાન થઈ જાય છે. તો છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે, વર્ક ફ્રોમ હોમની પ્રથા નોંધપાત્ર રીતે વધી છે. આવી સ્થિતિમાં લોકોને લાંબા સમય સુધી કામ કરવું પડતું હોવાની ફરિયાદો પણ આવી રહી છે. ઓફિસનો સમય પૂરો થઈ ગયા પછી પણ કામગીરી કરવામાં આવે છે. લોકોની આ સમસ્યાને જોતા હવે ઘણા દેશોએ વર્ક ફ્રોમ હોમને લઈને કાયદા બનાવવાનું શરૂ કરી દીધું છે. દુનિયામાં આવો જ એક દેશ પોર્ટુગલ છે જેણે નવો કાયદો ઘડ્યો છે. ઓફિસનો સમય પૂરો થયા પછી બોસ દ્વારા કર્મચારીઓને કોલ, મેસેજ અથવા ઈમેલ કરવાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, બોસને આવું કરવા બદલ સજા પણ મળશે.

image soucre

પોર્ટુગલની સંસદ દ્વારા પસાર કરાયેલા નવા નિયમો હેઠળ, કંપનીઓ તેમના કર્મચારીઓને માત્ર ઓફિસ સમય પછી જ નહીં પરંતુ સપ્તાહના અંતે પણ કૉલ કરી શકશે નહીં કે ઈમેલ કરી શકશે નહીં. જો તેઓ આમ કરશે તો તેમને સજાનો સામનો કરવો પડશે.

વીજળી અને ઈન્ટરનેટ બીલનું પણ કરવું પડશે ચુકવણું

image soucre

પોર્ટુગલના આ નવા કાયદા હેઠળ, ઘરેથી કામ દરમિયાન કર્મચારીઓને કૉલ કરવો અથવા મેસેજ કરવો ગેરકાયદેસર હશે, સાથે જ કંપનીઓને વીજળી અને ઇન્ટરનેટ બિલ વગેરે પણ ચૂકવવા પડશે. આટલું જ નહીં, નવા નિયમ અનુસાર, જો કોઈ કર્મચારીનું બાળક નાનું છે, તો તે 8 વર્ષની ઉંમર સુધી ઘરેથી કામ કરી શકશે.

આ કંપનીઓ પર લાગુ નહિ થાય નિયમ

image soucre

પોર્ટુગલના નવા નિયમમાં નાની કંપનીઓને રાહત આપવામાં આવી છે. દેશના શ્રમ કાયદામાં કરાયેલા આ સુધારા મુજબ દસથી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓ પર આ નિયમ લાગુ થશે નહીં. પોર્ટુગલમાં, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઘરેથી કામ કરવાનો અર્થ એ નથી કે કંપની સમજી શકતી નથી કે કર્મચારીઓ ઘરે છે અને રજા પર છે. ઘરેથી કામ દરમિયાન, વધુ દબાણને કારણે કર્મચારીઓની તબિયત બગડી રહી છે, તેઓ માનસિક બિમારીઓથી પરેશાન થઈ રહ્યા છે, તેથી હવે ઓફિસનો સમય પૂરો થયા પછી જો બોસ ઘરેથી કામ કરતા કર્મચારીઓને મેસેજ કરશે તો તે ગેરકાયદેસર ગણાશે અને આવા બોસને જેલમાં મોકલવામાં આવશે.

image soucre

આ નવા કાયદા અંગે પોર્ટુગલના સામાજિક સુરક્ષા મંત્રીનું કહેવું છે કે કોરોના સમયગાળા દરમિયાન ઘરેથી કામ કરવું એ એક નવી વાસ્તવિકતા બની ગઈ છે. એટલા માટે આ વટહુકમ રિમોટ વર્કિંગને સરળ બનાવવા માટે લાવવામાં આવ્યો છે. તો તેમણે કહ્યું કે રોગચાળાના યુગમાં, લોકોના વિકલ્પો પૂરા કરવા માટે નવા દરવાજા ખોલવામાં આવ્યા છે, પરંતુ આપણે આ બાબતે પણ સાવચેત રહેવાની જરૂર છે.