એક સમયે શ્રી દેવીની હમશકલના નામથી ઓળખાતી હતી રંભા, આજે કંઈક આવી દેખાય છે

ફિલ્મો આવે છે અને જાય છે પરંતુ કેટલાક પાત્રો આપણા મગજમાં રહે છે. સમય પસાર થયા પછી એ પાત્રો અને કલાકારો લોકોના દિલમાં જગ્યા બનાવી લે છે. આજે અમે એવી જ એક અભિનેત્રી વિશે વાત કરવાના છીએ. નેવુંના દાયકાની ફેમસ એક્ટ્રેસ રંભા આ દિવસોમાં પોતાની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે. પોતાની સુંદરતા અને જોરદાર અભિનયથી તેમણે લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આજે પણ લોકોમાં એક્ટ્રેસનો ક્રેઝ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_)

તમને જણાવી દઈએ કે રંભાએ પોતાના કરિયરની શરૂઆત દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કરી હતી. અભિનેત્રીએ પોતાની મહેનત અને પ્રતિભાના આધારે બોલિવૂડમાં પણ એક ખાસ ઓળખ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન સાથેની ફિલ્મ ‘જુડવા’ પછી રંભાને બોલિવૂડમાં એક અલગ ઓળખ મળી હતી. રંભાએ એ જમાનાના લગભગ તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું હતું. રંભા સલમાન ખાન, અનિલ કપૂર, ગોવિંદા અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સાથે ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_)

તે 90ના દાયકામાં અને વર્ષ 2000માં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ સક્રિય હતી. રંભાએ તે જમાનાની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં ઘરવાલી બહારવાલી, ક્રોધ બેટી નંબર 1, ક્યો કી… મૈં જૂઠ નહીં બોલતા, જાની, દુશ્મન વગેરે. જો કે, આ પછી અભિનેત્રીએ પોતાને મોટા પડદાથી દૂર કરી લિહડી. તમને જણાવી દઈએ કે રંભાએ વર્ષ 2010માં શ્રીલંકાના તમિલ બિઝનેસમેન ઈન્દ્રકુમાર પથમનાથન સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_)

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે રંભા તેના પરિવાર સાથે કેનેડામાં રહે છે.આપને જણાવી દઈએ કે અભિનેત્રીને બે દીકરીઓ અને એક દીકરો છે. અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયા પર તેના પરિવાર અને બાળકોની તસવીરો શેર કરતી રહે છે. ચાહકો હજુ પણ અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ અભિનેત્રી ફરીથી મોટા પડદા પર પરત ફરશે.